Share Market Updates: ભારતીય શેર બજાર આજે સોમવારે લીલા નિશાન સાથે બંધ થયું છે. સોમવારે સેન્સેક્સના 18 શેર લીલા નિશાન સાથે બંધ થયા છે. જો કે, આજના કારોબારમાં ટાટા ગ્રુપનો એક શેર રોકેટ ગતીએ ભાગ્યો હતો. ટાટા પાવરના આ શેરમાં એનએસઈ પર 2.06 ટકાની તેજી જોવા મળી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શેર 2.06 ટકાની તેજી સાથે 227.40 રૂપિયા પર બંધ થયો. જો કે, ગત અઠવાડિયે આ શેરે લાલ નિશાન સાથે કારોબાર કર્યો હતો. આ શેરનું છેલ્લા 52 હપ્તાનું હાઈ લેવલ 298.05 રૂપિયા અને લો લેવલ 101.65 રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં ટાટા પાવરના આ શેરે 120 ટકા રિટર્ન આપ્યું છે.


મામાના માર્ગ પર ભાણેજ: સેલિબ્રિટી કપલ થશે અલગ, બોલીવુડનો આ ખાન પત્નીને આપશે છૂટાછેડા?


સોમવારના પણ આ શેરમાં સારી ખરીદારી થઈ અને તેમાં તેજી જોવા મળી. ટાટા પાવરનો આ શેરના ભાવ વધવા પાછળનું કારણ ટાટા પાવરની પેટાકંપની ટાટા પાવર સોલર સિસ્ટમ્સની એનએચપીસી સાથે મોડી ડીલ છે. એનએચપીસી લિમિટેડથી ટાટા પાવર સોલાર સિસ્ટમ્સની 1731 કરોડની 300 મેગાવોટ અને સૌર પરિયોજના ઇન્સ્ટોલ કરવાની ડીલ થઈ છે.


શરીરમાંથી પાણી ઘટવાના આ છે ત્રણ સંકેત, ભૂલથી પણ ના કરો નજરઅંદાજ નહીં તો...


કંપની તરફથી સોમવારે આ વિશે જાણકારી આપવામાં આવી. કંપની તરફથી જણાવવામાં આવ્યું કે, ભારતની સૌથી મોટી એકીકૃત સૌર કંપનીઓમાંથી એક અને ટાટા પવારની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર સોલાર સિસ્ટમ્સને એનએચપીસીએ ટેક્સ સહિત 1731 કરોડ રૂપિયાની 300 મેગાવોટની સૌર પરિયોજના આપવાનો નિર્ણય કર્યો છે.


કોરબારના અંતમાં સેન્સેક્સ 180.22 પોઈન્ટની તેજી સાથે 52,973.84 ના સ્તર પર પહોંચ્યો. જ્યારે નિફ્ટી 60.15 પોઈન્ટના વધારા સાથે 15,842.30 ના સ્તર પર બંધ થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube