Symptoms Of Dehydration: શરીરમાંથી પાણી ઘટવાના આ છે ત્રણ સંકેત, ભૂલથી પણ ના કરો નજરઅંદાજ નહીં તો...
Symptoms Of Dehydration: દિવસેને દિવસે ગરમીનો પારો વધતા તમે ડિહાઈડ્રેશનનો શિકાર થઈ શકો છો. એવામાં તમારા શરીરમાંથી પાણી ઓછું ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઇએ. તો આવો જાણીએ કે કઈ રીતે જાણી શકાય કે શરીરમાંથી પાણી ઓછું થઈ રહ્યું છે.
Trending Photos
Symptoms Of Dehydration: આજના સમયમાં પોતાને ફિટ રાખવા લોકો અનેક પ્રકારની એક્સરસાઈઝ કરતા હોય છે. પરંતુ ઉનાળાની ગરમીમાં શરીરમાંથી પાણી ઓછું થવાના વધુ પડતા કિસ્સા સામે આવે છે. ત્યારે શરીરમાંથી પાણી ઘટવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા ઉભી થાય છે. ડિહાઈડ્રેશન ઉપરાંત સ્કિન, પેટની સમસ્યા તેમજ ગરમીને કારણે તમારું મગજ પણ બરોબર કામ કરતું નથી. આવિ સ્થિતિમાં શરીરમાંથી પાણી કેમ ઘટી રહ્યું છે તેના લક્ષણો શું છે તે જાણવા જરૂરી છે.
પરસેવો ન થવો
શિયાળો હોય કે ઉનાળો શરીરમાં પરસેવો થવો ખુબ જ જરૂરી છે. જો તમારા શરીરમાં પરસેવો થતો નથી તો તેનાથી ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને દિવસેને દિવસે વધતી ગરમીને કારણે શરીરમાંથી પરસેવો છૂટે છે. પરંતુ જો તમારા શરીરમાંથી પરસેવો છૂટી રહ્યો નથી તો આ સંકેત છે કે તમારા શરીરમાં પાણી ઓછું છે. આ થવાનું કારણ એ છે કે તમારું શરીર હાઈડ્રેટેડ નથી. કેમ કે આવા લોકોને પરસેવો થતો નથી.
હૃદયના ધબકારા વધી જવા
ઉનાળામાં ગરમીને કારણે તમારા શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થવા લાગે છે. ત્યારે પાણીનું લેવલ જાળવી રાખવા તમારે પાણી વધારે પીવું જોઇએ. જોકે, શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થવાથી આપણું હાર્ટ ઝડપથી ધબકવા લાગે છે. શરીરમાં પાણી ઘટવાનો સંકેત લોહીનું પ્રમાણ ઓછું, જેના કારણે આપણા હાર્ટને વધારે પંપ કરવું પડે છે. તેથી જો કોઈ કારણ વગર તમારું હાર્ટ ઝડપથી ધબકી રહ્યું છે તો તમારે તેને અવગણવું જોઇએ નહીં.
પાણી ઘટવાથી સ્કિન પર અસર
શરીરમાં ઓછા પાણીની અસર તમારી સ્કિન પર પણ જોવા મળે છે. જો બહાર નિકળતા પહેલા તમે ચહેરા પર સનસ્ક્રીન લગાવી છે, તેમ છતાં તમારી સ્કિન ડ્રાય થઈ રહી છે, તો સમજવું કે તમારા શરીરમાં પાણી ઓછું છે. આવી સ્થિતિમાં તમારે વધારેમાં વધારે પાણી પીવુ જોઇએ. જો કે, તમને જણાવી દઈએ કે, સારી હેલ્થ માટે દિવસમાં ઓછામાં ઓછું 8 થી 9 ગ્લાસ પાણી પીવુ જોઇએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે