નવી દિલ્હી :જો તમે નવો બિઝનેસ (Business) શરૂ કરવા માંગો છો તો આ સૌથી શ્રેષ્ઠ તક છે. કેન્દ્ર સરકાર ચાની કીટલી (Kulhad Tea) ને પ્રોત્સાહન આપવા માટે દેશના મહત્વના રેલવે સ્ટેશન (Railway Station), બસ ડેપો (Bus Depot), એરપોર્ટ અને મોલમાં કુલ્લડવાળી ચા વેચવાનું પ્લાનિંગ કરી રહી છે. આવામાં તમે પણ કીટલી બિઝનેસ શરૂ કરી શકો છો. કેમ કે, સરકારે આ યોજના પર અમલ કર્યો તો, આગામી સમયમાં કીટલીની જરૂરિયાત મોટી સંખ્યામાં પડશે. આ સાથે જ તમે કુલ્લડ ચા કે પછી ફ્લેવર્ડ દૂધનો બિઝનેસ (start up) કરી શકો છો.


ભરૂચ : ટેન્કર સાથે અથડાયા બાદ લક્ઝરી બસ સળગી, 3 લોકો જીવતા ભૂંજાયા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે રોડ ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર નીતિન ગડકરીએ પહેલ કરી છે. તેમણે રેલવે, રોડવેઝ સહિત અનેક મિનીસ્ટ્રીઝને કીટલીને પ્રોત્સાહન આપવા માટે પ્લાસ્ટિક કે કાગળના કપમાં ચા વેચવા પર પ્રતિબંધની માંગ કરી છે.


સરકાર કરશે મદદ
પીએમ નરેન્દ્ર મોદીએ કુલ્લડના બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે કુંભાર સશક્તિકરણ યોજના લાગુ કરી છે. આ અંતર્ગત સરકાર કુંભારોને ઈલેક્ટ્રિક ચાકડો આપે છે. જેથી તેઓ કુલ્લડ બનાવી શકે. બાદમાં સરકાર આ કુલ્લડને સારી કિંમત પર ખરીદી લે છે. 


Maha cycloneનો શનિવારનો રિપોર્ટ : 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો 


ઓછો ખર્ચ, વધુ આવક 
આ બિઝનેસને તમે માત્ર 5000 રૂપિયામાં શરૂ કરી શકો છો. તેના માટ તમારા થોડી સ્પેસની જરૂર પડશે. સ્પેસ માટે પરફેક્ટ લોકેશન હોવું જરૂરી નથી. ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું કે, આ વર્ષે સરકારે 25 હજાર ઈલેક્ટ્રિક ચાકડો ડિસ્ટ્રીબ્યુટ કરવાનું લક્ષ્યાંક બનાવ્યું છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Birthday Pics... શાહરૂખની આ તસવીરો જોઈને તમે પણ કહેશો ‘આઈ લવ યુ SRK....’

ચાની કીટલીનો બિઝનેસ
કુલ્લડના સપ્લાય સાથે તમે કુલ્લડ ચા કે પછી દૂધનો બિઝનેસ પણ કરી શકો છો. આ બિઝનેસ પણ 5 હજાર રૂપિયાથી શરૂ થાય છે. કુલ્લડ ચારની શહેરોમાં કિંમત 15થી 20 રૂપિયા છે. કુલ્લડ ચાના બિઝનેસમાં પણ 1 દિવસમાં 1000 રૂપિયાની આસપાસ બચત થાય છે. 


દૂધનો બિઝનેસ
કુલ્લડમાં 200 મિલીલીટર દૂધની કિંમત 20થી 30 રૂપિયા સુધી છે. 1 લિટર દૂધ વેચવા પર તમને ઓછામાં ઓછો 30 રૂપિયાનો ફાયદો થશે. જો એક દિવસમાં તમને 500 લિટર દૂધ વેચીએ છીએ, તો એક દિવસમાં ફાયદો 1500 રૂપિયાની આસપાસ રહેશે.