Stock Market Prediction: લોકસભા ચૂંટણી 2024 હવે પોતાના અંતિમ તબક્કામાં છે. પાંચ તબક્કાના મતદાન પહેલાં જ થઇ ગયું છે અને હવે લોકસભા ચૂંટણીના બે તબક્કા બાકી છે. 1 જૂને અંતિમ તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણીના પરિણામો સામે આવશે. આ દરમિયાન શેર બજાર પોતાના નવા હાઇ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જોકે ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ બજાર ખૂબ વોલેટાઇલ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Stock Market ના '5 પાંડવ' જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાન
₹35,650 નો શેર, 120 રૂપિયાનું બોનસ, અંડરવિયર વેચીને આ કંપનીએ કરી અધધ કમાણી


આગામી મહિના પહેલાં અઠવાડિયાની આતુરતા
ગત એક મહિનાથી બજારમાં ચૂંટણી સીધી રીતે અસર કરે છે. હવે આગામી મહિના પહેલાં અઠવાડિયાની 4 તારીખે જ્યારે મતગણતરી થશે. બજાર ડાયરેક્ટ ચૂંટણીના પરિણામોથી પ્રભાવિત થશે. બજાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી હાલની સરકાર કેન્દ્ર સરકારની વાપસીની આશા ધરાવે છે. હવે ચૂંટણીના પરિણામો શું હશે, તેને લઇને પણ ગેરેન્ટી નથી. એક વાત ફાઇનલ છે કે જો ચૂંટણીના પરિણામો બજારની આશાઓના અનુરૂપ રહેશે નહી તો આગામી દિવસોમાં મોટો ઘટાડો જોવા મળશે. 


Gold Price: સોનું ખરીદવાની સોનેરી તક, 3000 રૂપિયાનો ઘટાડો, નહી મળે ફરી આવો મોકો
કેદારનાથ જ નહી, આ પણ છે બાબાના ભક્તો માટે ફેવરિટ ધાર્મિક સ્થળ, સર્જ્યો અનોખો રેકોર્ડ


ઓછા મતદાનથી ઉદભવે છે આશંકા
બ્રોકરેજ તથા સ્ટોક રિસર્ચ ફર્મ જેફરીઝના એનાલિસ્ટ ક્રિસ વુડનું માનવું છે કે જો હાલની ભાજપ સરકારના અનુકૂળ જનમત આવતો નથી, ત્યારે બજારમાં કરેક્શન કરી આશંકા છે. વુડ કહે છે-બે તૃતિયાંશ સીટો પર મતદાન થઇ ચૂક્યું છે. ઓવરઓલ મતદાનના ટકા અત્યાર સુધી 2019 ની તુલનામાં 2 પોઇન્ટ નીચે છે. તેનાથી એવી આશંકા ઉદભવી રહી છે સંભવ્ત: ચૂંટણીના પરિણામો ભાજપ માટે એવા નથી, જે પહેલાં વિચારતાં હતા. 


બેંગલુરૂ રેવ પાર્ટીમાં મોટો ખુલાસો: ₹ 2 લાખમાં એન્ટ્રી, નશામાં ધૂત હતી 2 અભિનેત્રીઓ
ભારત-પાકિસ્તાનની ટિકીટ જોઇતી હોય તો વેચવું પડશે ખેતર, 1 ટિકીટની કિંમત 16 લાખ રૂપિયા


2004 ની હાર બાદ આટલું તૂટ્યું હતું બજાર
ગ્રીડ એન્ડ ફીયર નોટમાં ક્રિસ વુડ લખે છે કે પ્રધાનમંત્રી મોદીએ ગત 10 વર્ષોમાં સામાન્ય લોકોના જીવન પર કોઇપણ અન્ય વૈશ્વિક નેતાની તુલનામાં વધુ સકારાત્મક અસર પાડે છે. એવામાં ભાજપને 2004ની જેમ આ વખતે આંચકો લાગે અને હારનો સામનો કરવો પડે તેવી શક્યતા ઓછી છે. 2004માં જ્યારે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર બહુમતી મેળવી શકી ન હતી, ત્યારે પરિણામો જાહેર થયાના બે દિવસમાં બજાર 17 ટકા ગગડી ગયું હતું.


5KM દૂર સુધી સંભળાયો ધમાકો, 4 કંપનીઓ બળીને ખાખ, 8ના મોત, 64 ઇજાગ્રસ્ત
શ્રદ્ધાળુઓની મિની બસને ટ્રકે મારી ટક્કર, એક જ પરિવારના 7 લોકોના મોત, 25 લોકો ઘાયલ


ભાજપની હારથી તૂટશે આટલું માર્કેટ
જો આ વખતે પણ ચૂંટણી પરિણામો 2004 જેવા આવે તો બજારમાં તે વખત કરતા વધુ કરેક્શન આવી શકે છે. મતલબ કે જો ભાજપને સરકાર બનાવવા માટે જનમત નહીં મળે તો માર્કેટ 17 ટકાથી વધુ ઘટી શકે છે. તો બીજી તરફ જો ભાજપ સરકાર બનાવવા માટે બહુમતી મેળવે છે, પરંતુ 2019 ની સરખામણીમાં બેઠકો ઓછી રહે છે, તો તેમાં પણ બજારના સેન્ટિમેન્ટને અસર થઈ શકે છે. 2019માં યોજાયેલી છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપ 303 બેઠકો જીતવામાં સફળ રહી હતી.


Farmer News: ઉનાળામાં કરો 20 રૂપિયાનો આ ઉપાય, ગાય-ભેંસને નહી લાગે ગરમી
Electric Scooter vs Petrol Scooter: કિંમત અને મેન્ટેનેંસની દ્રષ્ટિએ સૌથી સસ્તું કયું


અહીં આપવામાં આવેલી જાણકારી ફક્ત સૂચનાના હેતુથી આપવામાં આવી છે. અહીં તમને જણાવી દઇએ કે માર્કેટમાં રોકાણ કરવું જોખમોને આધીન છે. રોકાણ કરતાં પહેલાં હંમેશા એક્સપર્ટની સલાહ લો. ZEE 24 KALAK તરફથી રોકાણની કોઇ સલાહ આપવામાં આવતી નથી. 


ગુજરાત સહિતના ડ્રાય સ્ટેટમાં દારૂ ખરીદવા માટે શું કરવું પડે છે? આ લોકોને છે પરવાનગી
BECIL Jobs: આ જગ્યાએ નોકરી લાગી તો સમજો નસીબ ઉઘડી ગયા, તગડો પગાર અને વ્હાઇટ કલર જોબ