BECIL Jobs: બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઈન્ડિયામાં ખાલી પડી જગ્યા, મળશે તગડો પગાર અને વ્હાઇટ કલર જોબ

BECIL Recruitment 2024: બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઈન્ડિયા લિમિટેડે ઘણી ખાલી જગ્યાઓ માટે અરજી મંગાવી છે. સ્ટાર્ટ અપ ફેલો, યંગ પ્રોફેશનલ અને આઇટી કન્સલ્ટન્ટ માટે ઉમેદવારો 29 મે સુધી ફોર્મ ફરી શકે છે. અહીં જુઓ ડિટેલ્સ... 
 

BECIL Jobs: બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઈન્ડિયામાં ખાલી પડી જગ્યા, મળશે તગડો પગાર અને વ્હાઇટ કલર જોબ

BECIL Recruitment 2024: સરકારી નોકરી કરવાની તક ખૂબ ઓછી મળે છે. મોટાભાગના યુવાનો સરકારી સેક્ટર્સમાં નોકરી શોધી રહ્યાક હ્હે. જો તમે પણ તેમાંથી એક છો તો આ તકનો લાભ ઉઠાવી શકો છો. જોકે બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઈન્ડિયા લિમિટેડ  (BECIL) તરફથી કેટલીક ખાલી જગ્યાઓ ભરવાની છે. 

બેસિલે સ્ટાર્ટ આપ ફેલો, યંગ પ્રોફેશનલ અને આઇટી કન્સલ્ટન્ટના ખાલી જગ્યાઓ માટે ભરતી નિકાળી છે. આ ખાલી જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયાને જાહેર કરી છે. યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર આ ભરતી માટે બેસિક ઓફિશિયલ વેબસાઇટ becil.com પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. તમે અહીં આપેલી ખાલી જગ્યા પર અરજી પ્રક્રિયાને પુરી કરી શકો છો. 

અરજીની છેલ્લી તારીખ
આ ભરતી માટે અરજી પ્રક્રિયા 29 મે 2024 સુધી ચાલુ રહેશે. ભરતી સાથે જોડાયેલી વધુ ડિટેલ્સ જાણવા માટે ઉમેદવાર ઓફિશિયલ ભરતી નોટિફિકેશન ચેક કરી શકે છે. 

વેકેન્સી ડિટેલ્સ
આ ભરતી દ્વારાઅ બેસિલે કુલ 15 ખાલી પદો પર યોગ્ય ઉમેદવારોની અરજી મંગાવી છે. તેમાં આઇટી કન્સલ્ટન્ટના 1 પદ, સ્ટાર્ટ આપ ફેલોના 4 અને યંગ પ્રોફેશનલના 10 પદ ભરાવાના છે. 

સિલેક્શન પ્રક્રિયા
બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઈન્ડિયા લિમિટેડ  (BECIL) તરફથી આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા અંતગર્ત ઉમેદવારોને સ્કિલ ટેસ્ટ આપવો પડશે. ત્યારબાદ તેમનું ઇન્ટરવ્યું થશે. આ બંને રાઉન્ડ્સના આધાર પર ઉમેદવારોની પસંદગી થશે. 

આટલો મળશે પગાર
નોટિફિકેશનના અનુસાર આ પદો પર પસંદગી પામનાર ઉમેદવારોને પગાર તરીકે 33,000 થી લઇને 60,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. 

આ રહી અરજી કરવાની રીત
અરજી માટે સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ becil.com પર જાવ.
હવે હોમ પેજ પર કરિયર બટન પર ક્લિક કરો.
હવે  'Registration Form (Online Apply)' લિંક પર ક્લિક કરો. 
ત્યારબાદ અફેલાં ન્યૂ રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરીને તમારું રજિસ્ટ્રેશન કરો.
હવે તમામ જરૂરી ડિટેલ્સ ભરીને અરજી પ્રક્રિયા પુરી કરો. 
ત્યારબાદ ફોર્મની એક પ્રિંટઆઉટ નિકાળીને રાખો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news