Stock Market Live: અમેરિકી બજારમાં નબળાઈનો સિલસિલો થંભી ગયો. યુએસ માર્કેટમાં તેજીની સાથે જ એશિયન બજારોમાં પણ ટ્રેડિંગમાં તેજી જોવા મળી રહી છે. ભારતીય શેર બજારો પણ તેમાંથી બાકાત નથી. ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી આજે લીલા નિશાન સાથે ખુલ્યા. સેન્સેક્સ 346 અંક ચડીને 59,374.99 ના સ્તરે ખુલ્યો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30માંથી 29 શેર તેજીમાં અને સનફાર્મામાં ઘટાડો જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજારની લેટેસ્ટ સ્થિતિ
સવારે 10 વાગે હાલ બજારની સ્થિતિ જોઈએ તો નિફ્ટી 138.60 પોઈન્ટના વધારા સાથે 17763.00ના સ્તરે જોવા મળી રહ્યો છે જ્યારે સેન્સેક્સ 515.83 પોઈન્ટની તેજી સાથે 59544.74ના સ્તરે જોવા મળે છે. 


ટોપ ગેઈનર્સ
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં બીપીસીએલ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ  બેંક, એમ&એમ, એશિયન પેઈન્ટ્સના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, એમ&એમ, એશિયન પેઈન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર હાલ જોવા મળે છે. 


ટોપ લૂઝર્સ
નિફ્ટી ટોપ લૂઝર્સમાં એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સ, સિપ્લા, કોઈલ ઈન્ડિયા, હિન્દાલ્કો, TATA Cons. Prod ના શેર જોવા મળી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube