દેશમાં રાફેલ ફાઈટર આવવાની ખુશીમાં ઝૂમી ઉઠ્યું શેરબજાર, સેન્સેક્સ 38 હજારને પાર
ભારતના રક્ષા બેડામાં અત્યંત ઘાતક રાફેલ ફાઈટર વિમાનો સામેલ થવાની ખુશી શેરમાર્કેટમાં પણ જોવા મળી રહી છે. સવારે બજાર ખુલતા જ કારોબારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈના 30 શેરો પર આધારીત સૂચકઆંક સેન્સેક્સ 250 અંકના વધારા સાથે 38,187 પર કારોબાર કરી રહેલો જોવા મળ્યો. તેજીનો માહોલ બીજા બજારોમાં પણ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેરો આધારિત સૂચકઆંક નિફ્ટી પણ 58 અંક સાથે 11,717 પર કારોબાર કરી રહ્યો છે.
નવી દિલ્હી: ભારતના રક્ષા બેડામાં અત્યંત ઘાતક રાફેલ ફાઈટર વિમાનો સામેલ થવાની ખુશી શેરમાર્કેટમાં પણ જોવા મળી રહી છે. સવારે બજાર ખુલતા જ કારોબારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈના 30 શેરો પર આધારીત સૂચકઆંક સેન્સેક્સ 250 અંકના વધારા સાથે 38,187 પર કારોબાર કરી રહેલો જોવા મળ્યો. તેજીનો માહોલ બીજા બજારોમાં પણ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેરો આધારિત સૂચકઆંક નિફ્ટી પણ 58 અંક સાથે 11,717 પર કારોબાર કરી રહ્યો છે.
બુધવારે પહોંચશે ભારત
ચીન(China) સાથે હાલ સરહદે ભારે તણાવની સ્થિતિ છે અને આવા સમયે ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનવા જઈ રહી છે. જે ફાઈટર વિમાનની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે રાફેલ બસ હવે ગણતરીના કલાકોમાં ભારતની જમીન પર ઉતરશે. ફ્રાન્સ સાથે થયેલી ડીલ મુજબ ફાઈટર વિમાનોની પહેલી ખેપ બુધવારે સવારે ભારત પહોંચશે. સોમવારે તમામ પાંચ વિમાન ફ્રાન્સથી રવાના થયા અને સાત કલાકની મુસાફરી બાદ UAE પહોંચ્યા. હવે ત્યાંથી તેઓ ભારતની ઉડાણ ભરશે.
ભારતને અધિકૃત રીતે આ તમામ રાફેલ વિમાન ગત વર્ષે મળી ગયા હતાં. જે સમયે રક્ષામંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ પહોંચીને પૂજા અર્ચના કરીને વિધિવત રીતે તેમનો સ્વીકાર કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ભારતીય વાયુસેનાના જાબાંઝ વીરો તેની ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં. હવે વાસુસેનાને આ વિમાનો મળ્યા છે. ભારતીય વાયુસેનાના જણાવ્યાં મુજબ આ તમામ વિમાન અંબાલા એરબેસ પર રાખવામાં આવશે. આ માટે બધવારે રાફેલ ફાઈટર જેટ ત્યાં પહોંચશે.
ગણતરીના કલાકોમાં સાત હજાર કિમીનું અંતર કાપ્યું
ફ્રાન્સથી ભારની મુસાફરી રાફેલ માટે સરળ નથી. કારણ કે તે 7000 કિમીની મુસાફરી કર્યા બાદ અંબાલા બેસ પર પહોંચશે. આ જ કારણ છે કે ઉડાણ ભર્યા બાદ એકવાર રાફેલમાં હવામાં ઈંધણ ભરવામાં આવ્યું. ત્યારબાદ એક સ્ટોપ UAEના બેસ પર રાખ્યું. ત્યારબાદ તે બુધવારે ભારત માટે રવાના થશે.
તૈયાર છે અંબાલા એરબેસ
અંબાલા એરબેસને પણ રાફેલના આગમન પ્રમાણે તૈયાર કરી દેવાયું છે. રાફેલ વિમાનના ભારતમાં આગમનને ધ્યાનમાં રાખીને અંબાલા એરબેસ માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે. અંબાલા એરબેસના 3 કિમીના દાયરાને નો ડ્રોન ઝોન જાહેર કરાયો છે. એરબેસના 3 કિમીના દાયરામાં ડ્રોન કે અન્ય કોઈ પણ પ્રકારની ઉડાન પર સંપૂર્ણ પણે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જો કોઈ તેનો ભંગ કરશે તો તેને પર કાર્યવાહી કરાશે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube