કોઈ ચા વેચીને તો કોઈ પરચૂરણ સામાન વેચીને...દેશમાં આવા નાના મોટા કામથી યુવા સાહસિકોએ કરોડોનો વેપાર ઊભો કરી દીધો છે અને સાબિત કર્યું કે કોઈ પણ કામ નાનું હોતું નથી. આજે અમે તમને ગુજરાતના જ એક ગુજ્જુ યુવકની સક્સેસ સ્ટોરી જણાવીશું જેણે એમબીએ કર્યા બાદ શાકભાજી વેચવાનું કામ શરૂ કર્યું અને હવે લાખોમાં ટર્નઓવર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં રહેતા મનીષ જૈને પોતાના સ્ટાર્ટઅપ Vegiee ની શરૂઆત કરી અને આ બિઝનેસમાં ખુબ સફળતા મેળવી. જો કે મનીષનો પરિવાર આ કામની વિરુદ્ધમાં હતો પરંતુ મનીષ જૈને પિતાનો વિશ્વાસ જીતીને પોતાની મહેનતથી પરિવાર અને સગા સંબંધીઓને ખોટા પાડી દીધા. 


એમબીએ કર્યા બાદ વિચાર આવ્યો
ગુજરાતના વડોદરામાં રહેતા મનીષ જૈનને એમબીએ કર્યા બાદ બિઝનેસ કરવાનો વિચાર આવ્યો પરંતુ આ વ્યવસાય કોઈ શોરૂમ કે ફેકટરી નાખવાનો વિચાર નહતો પરંતુ શાકભાજી વેચવાનો વિચાર હતો. પુત્રના આ નિર્ણય પર પિતા કહેવા લાગ્યા કે ભણી ગણીને શું નામ ખરાબ કરી રહ્યો છે. પરંતુ મનીષે પરિજનોની વાત ન સાંભળી. 


અઠવાડિયાના પહેલા જ દિવસે સોનામાં કડાકો, ચાંદી પણ સસ્તી, જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ


Gold Price: સોનું ખરીદવું હોય તો થોભો!...રાહ જોજો, આ સપ્તાહે ભાવમાં ઘટાડો થશે


માર્કેટમાં તેજી છતાં અદાણીના સ્ટોક કેમ છે ડાઉન? જાણો કારણ


સ્ટાર્ટઅપથી મળી સફળતા
મનીષ જૈને પોતાનું આ સ્ટાર્ટઅપ 2016માં શરૂ કર્યું હતું. Vegiee નામના આ સ્ટાર્ટઅપની શરૂઆત માત્ર 10 હજાર રૂપિયા અને ડુંગળી-બટાકાથી કરી. પરંતુ આજે તે 40થી વધુ શાકભાજી વેચે છે. જેમાં કેટલીક તો મોંઘી શાકભાજી પણ સામેલ છે. 


એક મીડિયા રિપોર્ટ મુજબ મનીષે જણાવ્યું કે તેમના આ સ્ટાર્ટઅપનું વાર્ષિક ટર્ન ઓવર 2 કરોડથી વધુ છે. શાકભાજીના સ્ટાર્ટઅપમાં સફળ થયા બાદ મનીષે હવે કુલ્લડનો કારોબાર પણ શરૂ કર્યો છે. તેમના કહેવા મુજબ તેઓ હંમેશા તાજી શાકભાજી આપે છે. શાકભાજી ક્યારેય સ્ટોર કરીને રાખતા નથી. રાતના ઓર્ડર લેવાય છે અને સવારે શાકભાજીની ડિલિવરી કરી દેવાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube