Adani Group Share Performance: માર્કેટમાં તેજી છતાં અદાણીના સ્ટોક કેમ છે ડાઉન? જાણો કારણ

Adani Group Share Performance: હાલ શેર બજારની સ્થિતિ જોઈએ તો માર્કેટ એકદમ મજામાં છે. પણ અદાણીના સ્ટોક એકબાદ એક ડાઉન પડી રહ્યાં છે. હાલની સ્થિતિએ અદાણીને કુલ 10માંથી 7 સ્ટોક ખુબ ડાઉન જઈ રહ્યાં છે. 

Adani Group Share Performance: માર્કેટમાં તેજી છતાં અદાણીના સ્ટોક કેમ છે ડાઉન? જાણો કારણ

 

Adani Group Share Performance: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર ગ્રીન સાઈન સાથે ઓપન થયું હતું. બપોરના વેપાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી રહી છે. પરંતુ આ સમયગાળા દરમિયાન અદાણી ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી 8ના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન અદાણી ટ્રાન્સમિશનના શેરમાં પણ લોઅર સર્કિટ લાગી હતી.

Adani Transmission-
સોમવારે અદાણી ટ્રાન્સમિશનના શેરમાં પણ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારના રૂ. 999.25ની સામે શેર રૂ. 949.30 પર ખૂલ્યો હતો અને નીચલી સર્કિટ પર પહોંચ્યો હતો.

Adani Enterprises-
અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર સોમવારે 1 ટકાથી વધુના ઘટાડા સાથે રૂ. 1900.65 પર ટ્રેડ કરી રહ્યો છે. શેર પણ ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ.1875ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.

Adani Power-
અદાણી પાવરના શેરમાં પણ દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે શેર રૂ. 244.95 પર ખૂલ્યો હતો પરંતુ બાદમાં ઘટીને રૂ. 235.45 પર આવી ગયો હતો. બપોરના સમયે આ શેર રૂ. 238.15 પર ટ્રેડ થઈ રહ્યો છે.

Adani Total Gas-
અદાણી ટોટલ ગેસના સ્ટોકમાં ઘટાડો થયા બાદ સોમવારે લોઅર સર્કિટ લાગી હતી. શેર ખુલતાની સાથે જ 5 ટકા ઘટીને રૂ. 872.35 પર આવી ગયો હતો.

Adani Wilmar-
સોમવારે અદાણી વિલ્મરના શેરમાં પણ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારના રૂ. 396.85 સામે શેર ઘટીને રૂ. 393.10 થયો હતો.

Adani Ports-
સોમવારે અદાણી પોર્ટ્સના સ્ટોકમાં થોડો વધારો જોવા મળ્યો હતો. અગાઉના સત્રમાં શેર રૂ. 684.20 પર બંધ થયો હતો. પરંતુ સોમવારે તે રૂ. 686.50 પર ટ્રેડ કરી રહ્યો છે.

NDTV-
સોમવારે એનડીટીવીનો શેર પણ ઘટ્યો અને તે ઘટીને રૂ. 180.55 પર આવી ગયો. આ દરમિયાન શેર રૂ. 183.40ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

Ambuja Cements-
સોમવારે અંબુજા સિમેન્ટના સ્ટોકમાં પણ તેજી જોવા મળી રહી છે. સેશનની શરૂઆતમાં રૂ. 400.50 પર ખુલેલો આ શેર દોઢ ટકાના વધારા સાથે રૂ. 406.75 પર ટ્રેડ કરી રહ્યો છે.

ACC Cements-
અંબુજાની જેમ ACC સિમેન્ટના શેરમાં પણ નજીવો વધારો જોવા મળ્યો હતો. તેમાં રૂ.1765.70 પર ટ્રેડિંગમાં થોડો વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે શેર રૂ. 1764.70 પર બંધ થયો હતો.

Adani Green-
અદાણી ગ્રીનના શેરમાં બે ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે રૂ. 940.05 પર બંધ થયેલો શેર હાલમાં રૂ. 917.45 પર ટ્રેડ કરી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news