ટાટાના આ શેરમાં ભૂકંપ, LIC એ વેચી દીધી મોટી ભાગીદારી, ક્રેશ થયો ભાવ
Tata Group Stock: ટાટા પાવરના શેરને લઈને આજે મંગળવારે એક મોટું અપડેટ સામે આવ્યું છે. જાહેર ક્ષેત્રની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ ટાટા પાવર કંપનીમાં 2.02 ટકાથી વધુ હિસ્સો રૂ. 2,888 કરોડમાં વેચ્યો છે.
Tata Group Stock: ટાટા પાવરના શેરને લઈને આજે મંગળવારે મોટા અપડેટ સામે આવ્યા છે. જાહેર ક્ષેત્રની ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ ટાટા પાવર કંપનીમાં 2.02 ટકાથી વધુની ભાગીદારી લગભગ 2888 કરોડ રૂપિયામાં વેચી દીધી છે. એલઆઈસીએ મંગળવારે આ જાણકારી આપી છે. ટાટા પાવરમાં હવે એલઆઈસીની ભાગીદારી ઘટી 3.88 ટકા રહી ગઈ છે. ટાટા પાવરના શેરમાં આજે 5 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
LIC એ શું કહ્યું?
એલઆઈસીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે વીમા ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા પાવર કંપની લિમિટેડ (ટીપીસીએલ) માં પોતાની ભાગીદારી 18,87,06,367 શેરથી ઘટાડી 12,39,91,097 શેર કરી દીધી છે. તે કંપનીની પેઇડ-અપ મૂડીના 5.90 ટકાથી ઘટીને 3.88 ટકા થઈ ગઈ છે. આ શેર્સ ઓપન માર્કેટમાં 20 જૂન, 2024 અને નવેમ્બર 11, 2024 વચ્ચે સરેરાશ 446.402 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચાયા હતા. આ કિંમતે, LICએ રૂ. 2,888 કરોડમાં 6.47 કરોડથી વધુ શેર અથવા 2.02 ટકા હિસ્સો વેચ્યો હતો.
આ પણ વાંચોઃ તમને ખબર પણ નથી અને પેટ્રોલ પંપ સાથે તમારી સાથે આવી રીતે થાય છે ફ્રોડ! રાખો ધ્યાન
કંપનીના શેરની સ્થિતિ
બીએસઈ પર એલઆઈસીનો શેર 0.32 ટકા વધી 921.45 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયો. તો ટાટા પાવરનો શેર આજના કારોબાર દરમિયાન 5 ટકાથી વધુના ઘટાડા સાથે 412.70 રૂપિયાના ઈન્ટ્રા ડે લો પર પહોંચી ગયો હતો. પાંચ દિવસમાં શેર 7 ટકા અને મહિનામાં 10 ટકાથી વધુ તૂટી ગયો છે. આ વર્ષે અત્યાર સુધી શેરમાં 25 ટકા તો એક વર્ષ દરમિયાન 60 ટકાનો વધારો થયો છે. પાંચ વર્ષમાં ટાટા શેરના ભાવમાં 700 ટકાની તેજી આવી છે.