તમને ખબર પણ નથી અને પેટ્રોલ પંપ સાથે તમારી સાથે આવી રીતે થાય છે ફ્રોડ! બચવા માટે કરો આ કામ
Fraud At Petrol Pump: પેટ્રોલ પંપ પર ઓછું તેલ ભરવાની ફરિયાદ હંમેશા આવતી રહે છે. અમે તમને જણાવી રહ્યાં છીએ કે પેટ્રોલ પંપ પર ફ્રોડથી બચવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ.
Trending Photos
Petrol Pump Important Tips: આજના સમયમમાં લગભગ દરેક વ્યક્તિના ઘર પર ટૂ-વ્હીલર કે ફોર વ્હીલર છે. જો તમે પણ કાર કે બાઇકમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ જાવ તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આવું એટલા માટે કહી રહ્યાં છીએ કારણ કે પેટ્રોલ પંપ પર ઓછું તેલ ભરવાની ફરિયાદ ખુબ આવતી રહે છે. બધાને ખબર છે કે તેલ ભરાવવા સમયે મીટરમાં 0 જરૂર ચેક કરવો જોઈએ, પરંતુ આ સિવાય અન્ય રીતે પણ પેટ્રોલ પંપ પર છેતરપિંડી થતી રહે છે.
મીટરમાં ચેક કરો આ નંબર
તમે સ્ક્રીન પર 00.00 લખેલું જોઈ પેટ્રોલ ભરાવો છો અને સમજો છો કે તમારી સાથે ખેલ થયો નથી. જો મીટર શરૂઆતમાં 1 કે 2 બાદ સીધુ 5,7,8,9 વગેરે નંબરો પર પહોંચી જાય છે તો સમજી જજો કે તમારી સાથે પણ છેતરપિંડી થઈ છે.
મીટરમાં કોઈ ગડબડ લાગવા પર તમે પેટ્રોલ પંપ પર પ્રમાણિત કેન દ્વારા તેની તપાસ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ પ્રમાણિત કેન્સ બધા પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ હોય છે.
કારમાં બેઠા-બેઠા પેટ્રોલ ન ભરાવો
હંમેશા લોકો કારમાં બેઠા-બેઠા પેટ્રોલ ભરાવતા હોય છે તો તે છેતરપિંડી કરનાર માટે એક સોફ્ટ ટાર્ગેટ હોય છે. આવા કાર સવારો સરળતાથી છેતરપિંડીનો શિકાર બની શકે છે.
ઘણીવાર કર્મચારી ગ્રાહકને જણાવ્યા વગર પ્રીમિયમ ફ્યૂલ ભરી દેતા હોય છે, તેવામાં હંમેશા ગાડીમાં ફ્યૂલ પૂરાવવા સમયે કિંમત જાણી લો. જો તમારી પાસે નોર્મલ કાર છે તો પ્રીમિયમ ફ્યૂલ પૂરાવવું માત્ર પૈસાની બરબાદી હશે.
આ નંબર પર કરી શકો છો ફરિયાદ
જો કોઈ પેટ્રોલ પંપ પર તમારી સાથે આવી કોઈ ઘટના બને છે તો તમે ટોલ ફ્રી નંબર પર કોલ કરી તે પેટ્રોલ પંપની ફરિયાદ કરી શકો છો.
ભારતીય પેટ્રોલિયમના પેટ્રોલ પંપ પર થયેલી છેતરપિંડીની ફરિયાદ કરવા માટે 1800-22-4344 ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરો.
એચપી પેટ્રોલ પંચની ફરિયાદ માટે 1800-2333-555 પર કોલ કરો અને ઈન્ડિયન ઓયલ કોર્પોરેશનના પેટ્રોલ પંપની ફરિયાદ માટે 1800 -2333-555 પર કોલ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે