Income Tax Return 2023: એપ્રિલ શરૂ થઈ ગયો છે અને ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR Filing) ફાઈલ કરવાનો સમય શરૂ થઈ ગયો છે. જો તમે પણ કરદાતા છો, તો તમારે આવક અને કર આકારણી કરવાનું શરૂ કરવું જોઈએ. જોકે ટેક્સ ભરવાની સીઝન હમણાં જ શરૂ થઈ છે, તમારી પાસે હજુ ઘણો સમય છે, પરંતુ તમે જેટલી વહેલી તકે ટેક્સ ભરવાનું કામ પૂર્ણ કરશો તેટલું સારું કારણ કે ભારતમાં ટેક્સ રિટર્ન ભરવા માટે થોડી તૈયારીની જરૂર છે. આ માટે, તમારે ઘણા પ્રકારના દસ્તાવેજો (documents required for ITR filing) બતાવવા પડશે, ઘણા પ્રકારના પુરાવા એકત્રિત કરવા પડશે - જેમ કે પગાર અથવા આવકની વિગતો, બેંક સ્ટેટમેન્ટ, અગાઉના ટેક્સ સ્ટેટમેન્ટ વગેરે. ઉપરાંત, પગારદાર અને વ્યવસાયી વ્યક્તિઓ માટે કેટલાક નિયમો અલગ છે, તેથી તમારે જાણવું જોઈએ કે જ્યારે તમે ITR ફાઇલ કરવા જાઓ ત્યારે તમારે કઈ વસ્તુઓની જરૂર પડશે. અમે તમને અહીં તેના વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મહાવીર જયંતિ પર શેર બજારથી માંડી બેંક સુધી બંધ, સરકારી ઓફિસમાં નહી થાય કામ


દિગ્ગજ રિટેલ કંપની વોલમાર્ટ 2000 કર્મચારીને નોકરીમાં તગેડી મૂકશે, આ જગ્યાએ થશે છટણી


Tax Payers ને સરકારે આપી ખુશખબરી, સરકારી ખજાનાને લઇને પહેલીવાર બન્યો આ રેકોર્ડ


PAN કાર્ડ  


તમારા સૌથી મહત્વપૂર્ણ આઈડી પ્રૂફ અને દસ્તાવેજોમાં પાન કાર્ડનો સમાવેશ થાય છે. આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે તમારે પહેલાં તેની જરૂર પડશે. PAN એ સરકાર દ્વારા જારી કરાયેલું એક ID કાર્ડ છે, જેમાં 10-અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ હોય છે, જે તમારો કાયમી એકાઉન્ટ નંબર છે. તે TDS કપાત માટે જરૂરી છે અને જો તમે ટેક્સ રિફંડ ઇચ્છતા હોવ તો પણ તેને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાની જરૂર છે.


આધાર કાર્ડ 


આધાર કાર્ડ એ તમારું અનન્ય ID પ્રૂફ પણ છે, જેમાં તમારી ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક વિગતો શામેલ છે. આવકવેરા કાયદાની કલમ 139AA હેઠળ કરદાતાઓએ ITR ફાઇલ કરતી વખતે આધારની વિગતો આપવી પડશે. જો આધાર ત્યાં ન હોય (જે ભાગ્યે જ બનશે), તો તમારે આધાર માટે અરજી કરવી પડશે અને તેનું એનરોલમેન્ટ ID આપવું પડશે. તમારું આધાર અને PAN લિંક હોવું જોઈએ, આ માટે છેલ્લી તારીખ 30 જૂન, 2023 રાખવામાં આવી છે.


Form 16


ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ફોર્મ 16 આપવું પડે છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ છે. એક રીતે, આ તમારું પગાર પ્રમાણપત્ર છે, જેમાં તમારા પગાર, કર કપાત વગેરે વિશેની માહિતી શામેલ છે. આ ફોર્મ તમારી કંપની દ્વારા જારી કરવામાં આવે છે. તે બે ભાગો ધરાવે છે - A અને B.


ફોર્મ-16A/ ફોર્મ-16B/ ફોર્મ- 16C


ફોર્મ-16A TDS પ્રમાણપત્ર છે. જ્યારે તમને ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ વગેરેમાંથી મળતી આવક પર TDS કાપવામાં આવે ત્યારે આ જરૂરી છે. જ્યારે તમે પ્રોપર્ટી ખરીદો છો ત્યારે ફોર્મ-16B આપવું પડશે. જો કોઈ મિલકત 50 લાખથી વધુની રકમમાં વેચવામાં આવે છે, તો TDS કપાત ફરજિયાત છે. બીજી તરફ આવા મકાનમાલિકોને ફોર્મ-16C આપવું પડશે, જેમને ભાડામાંથી રૂ. 50,000થી વધુની આવક થાય છે.


પગાર સ્લિપ


જો તમે પગારદાર કર્મચારી છો તો તમારે તમારી માસિક મુજબની પગાર સ્લિપ આપવી પડશે.


બેંક ખાતાની વિગતો


તમારે ITRમાં તમારા સક્રિય બેંક ખાતાની વિગતો આપવી પડશે. આ માટે તમારે તમારું નામ, એકાઉન્ટ નંબર, IFSC, ખાતાનો સમય અને બેંકમાં તમારા કેટલા ખાતા છે તેની માહિતી આપવી પડશે. આનો ઉપયોગ તમારી આવકની વિગતોને માન્ય કરવા માટે થાય છે. તમે કેટલા વોલ્યુમના વ્યવહારો કરો છો તે પણ જોવામાં આવે છે. તમારે એ પણ જણાવવું પડશે કે જો રિફંડની પ્રક્રિયા છે, તો પૈસા કયા ખાતામાં જાય છે.


બેંક પાસબુક/સ્ટેટમેન્ટ


તમારે તમારા બેંક ખાતાની પાસબુક અથવા સ્ટેટમેન્ટ પણ આપવું પડશે. આ બતાવે છે કે તમને તમારા બચત ખાતા પર કેટલું વ્યાજ મળે છે અથવા FD પર તમને કેટલું વળતર મળે છે વગેરે.


આ પણ વાંચો:


કારનો ઈન્સ્યોરન્સ કરાવવામાં આ બાબતોનો રાખો ખ્યાલ, નહીં તો માથે હાથ દેવાનો આવશે વારો


રાઘવ ચઢ્ઢા પાસે નથી કોઈ ઘર કે નથી જમીન: પરિણીતી ચોપરા છે ધનવાન, કરે છે આટલી કમાણી


જંક ફૂડ કે કસરત ન કરવાથી નહીં, પરંતુ આ કારણે વધી ગયું અનંત અંબાણીનું વજન, ખાસ જાણો


રોકાણનો પુરાવો


તમારી પાસે રોકાણ પર ટેક્સ બચાવવાની સુવિધા છે. આવી સ્થિતિમાં, તમારે રોકાણનો પુરાવો આપવો પડશે કે તમે ક્યાં અને કેટલું રોકાણ કરો છો, જેથી તમે જ્યારે ટેક્સ છૂટનો દાવો કરો છો ત્યારે તેની ચકાસણી કરી શકાય. તમે વીમા પ્રીમિયમ, PPF, FD, હોમ લોનની ચુકવણી, દાનની રસીદ, ટ્યુશન ફી, મ્યુચ્યુઅલ ફંડ, એજ્યુકેશન લોન સહિત અન્ય ઘણા રોકાણો અને ખર્ચાઓ પર મુક્તિ મેળવી શકો છો. જો કે, આ છૂટ ફક્ત જૂના કર વ્યવસ્થામાં જ ઉપલબ્ધ છે.


ફોર્મ 26AS


આ ફોર્મ તમારું વાર્ષિક ટેક્સ સ્ટેટમેન્ટ છે, જેમાં તમારા PAN પર ચૂકવવામાં આવેલ ટેક્સ અને કાપવામાં આવેલ ટેક્સ પૂર્ણ છે. આ રીતે તમારી ટેક્સ પાસબુક થઈ જાય છે.


અન્ય સ્ત્રોતોમાંથી આવક


રોકાણના પુરાવાની સાથે તમારે એ પણ બતાવવું પડશે કે તમે વ્યાજ દ્વારા કેટલી કમાણી કરી રહ્યા છો. આ ઉપરાંત, જો તમે મકાન ભાડે આપીને કમાશો, તો તમારે તે પણ બતાવવું પડશે. જો તમે ભાડું ચૂકવો છો, તો તમારે ભાડાની રસીદ પણ આપવી જોઈએ. જો તમે શેરબજારમાં રોકાણ કર્યું છે અને ડિવિડન્ડથી કમાણી કરી છે, તો તમે તે પણ બતાવશો. અનલિસ્ટેડ શેર્સમાં રોકાણ પણ જાહેર કરવું પડશે અને આવા કિસ્સાઓમાં તમારે ITR-2 ફાઇલ કરવું પડશે. જો તમે વ્યવસાય કરો છો, તો તમારે બેલેન્સ શીટ, ઓડિટ રેકોર્ડ, એડવાન્સ ટેક્સ, TDS પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો આપવા પડશે.


હોમ લોન સ્ટેટમેન્ટ


જો તમે હોમ લોન લીધી છે અને લોનની ચુકવણી કરી રહ્યા છો, તો તમે વ્યાજ દર પર ટેક્સ છૂટનો દાવો કરી શકો છો. આ માટે તમારે તમારું લોન સ્ટેટમેન્ટ પણ આપવું પડશે.


કૈપિટલ ગેન


તમારે પ્રોપર્ટી વેચવા, શેર અને સિક્યોરિટીઝ વગેરેમાં રોકાણ કરવા પર કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. આ માટે તમાપે પ્રોપર્ટી સેલડીડ, બ્રોકર સ્ટેટમેન્ટ વગેરે આપવું પડશે.