દિગ્ગજ રિટેલ કંપની વોલમાર્ટ 2000 કર્મચારીને નોકરીમાં તગેડી મૂકશે, આ જગ્યાએ થશે છટણી

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, છટણીમાં ફોર્ટ વર્થ, ટેક્સાસ, પેન્સિલવેનિયા, ફ્લોરિડા અને ન્યુ જર્સીમાં વેરહાઉસનો સમાવેશ થાય છે અને વિવિધ કેપેસિટીની છટણી કરવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે. જાણો ક્યાં ક્યાં છટણી થઈ રહી છે. 

દિગ્ગજ રિટેલ કંપની વોલમાર્ટ 2000 કર્મચારીને નોકરીમાં તગેડી મૂકશે, આ જગ્યાએ થશે છટણી

Walmart Layoffs: દિગ્ગજ રિટેલ કંપની વોલમાર્ટે આખરે જાહેરાત કરી છે કે તે કેટલા કર્મચારીઓની છટણી કરી રહી છે. એવું નોંધવામાં આવ્યું છે કે Walmart Inc. ટૂંક સમયમાં અમેરિકામાં 5 ઈ-કોમર્સ વેરહાઉસમાંથી 2000 થી વધુ કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું છે.

કયા-કયા લોકેશન પર થઇ રહી છે વોલમાર્ટમાં છટણી
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, છટણીમાં ફોર્ટ વર્થ, ટેક્સાસ, પેન્સિલવેનિયા, ફ્લોરિડા અને ન્યુ જર્સીમાં વેરહાઉસનો સમાવેશ થાય છે અને વિવિધ કેપેસિટીની છટણી કરવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે. જાણો ક્યાં ક્યાં છટણી થઈ રહી છે. 

— Reuters (@Reuters) April 4, 2023

ફોર્ટ વર્થ અને ટેક્સાસમાં 1000 થી વધુ લોકોને છૂટા કરવામાં આવી રહ્યા છે.
પેન્સિલવેનિયા ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી 600 લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
ફ્લોરિડામાં 400 લોકોને છૂટા કરવામાં આવ્યા છે.
ન્યુ જર્સીમાં 200 લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે.

આ બધા ઉપરાંત, કંપની કેલિફોર્નિયામાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના પર પણ કામ કરી રહી છે અને છટણી કરવામાં આવી રહી છે.

રોયટર્સે આપી હતી જાણકારી
રોઇટર્સે 23 માર્ચે અહેવાલ આપ્યો હતો કે પાંચ વોલમાર્ટ સુવિધાઓના કર્મચારીઓ કે જેઓ ઈ-કોમર્સ ઓર્ડર પૂરા કરે છે તેમને કામ છોડી દેવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે તેને 90 દિવસમાં અન્ય કંપનીઓના લોકેશનમાં નોકરી શોધવા માટે કહેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news