સીનિયર સિટીઝન જ નહી બધાને ઘરેબેઠા કમાણી કરાવશે બેંકની આ સ્કીમ, જાણી લો
Monthly Income Scheme: ફિક્સ્ડ ડિપોઝિટ મંથલી ઈનકમ સીનિયર સિટીઝન માટે સારો વિકલ્પ છે, જે પોતાની બચતને સુરક્ષિત રાખતા તેના પર મહિને આવક મેળવી શકે છે.
Monthly Income Returns: ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit)ભારતમાં સૌથી લોકપ્રિય રોકાણનું માધ્યમ છે. સુરક્ષિત રોકાણ અને ગેરેન્ટેડ રિટર્ન માટે બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ સારી માનવામાં આવે છે. બેન્કોમાં એફડી સ્કીમમાં રોકાણ કરવા પર એક ફિક્સ વ્યાજ દર પર મેચ્યોરિટી થવા પર પૈસા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ફિક્સ્ડ ડિપોઝિટથી દર મહિને તમે કમાણી કરી શકો છો. જે રીતે દર મહિને નોકરી કરવા પર પૈસા મળે છે, તે રીતે બેન્કની એફડી સ્કીમમાં દર મહિને કમાણી કરી શકો છો. તેનું નામ છે ફિક્સ્ડ ડિપોઝિટ મંથલી ઇનકમ પ્લાન (fixed deposit monthly income plan).
ખબર છે... સતયુગમાં જૂનાગઢના આ ગામમાં ભગવાન વિષ્ણુ પાંચમા અવતારમાં થયા હતા પ્રગટ
શું છે મંથલી ઇનકમ પ્લાન?
FD સ્કીમમાં 2 વિકલ્પ હોય છે, પ્રથમ વિકલ્પ કમ્યુલેટિવ સ્કીમ (Cumulative FD)નો છે, જ્યાં મેચ્યોરિટી પર મૂળ રકમ અને વ્યાજ બંને જોડીને મળે છે. તો નોન કમ્યુલેટિવ (Non-Cumulative FD)સ્કીમમાં રેગુલર અમાઉન્ટ એક ફિક્સ ઇન્ટરવલ પર કરવામાં આવે છે. અરજી કરવા સમયે તમે મંથલી, ક્વાર્ટર, છમાસિક અને વાર્ષિક પેઆઉટનો વિકલ્પ પસંદ કરી શકો છો. મંથલી વિકલ્પ પસંદ કરવા પર દર મહિને તમારા ખાતામાં પૈસા આવતા રહે છે.
Sarkari Naukri: ISRO માં નિકળી વેકન્સી, મળશે 81,000 રૂપિયા પગાર, જાણો યોગ્યતા
ભારતીય વાયુ સેનામાં જોડાવાની તક, આ તારીખ સુધી કરી શકશો ઓનલાઈન અરજી
1.આ સ્કીમને શરૂ કરવા માટે કોઈ પ્રોસેસિંગ ફી નથી.
2. એફડી મંથલી ઈનકમ સ્કીમમાં મિનિમમ 1000 રૂપિયાથી લઈને મેક્સિમમ ગમે એટલી રકમ જમા કરી શકાય છે.
3. બજારના ઉતાર-ચઢાવ છતાં ઈન્વેસ્ટરોને નક્કી વ્યાજ પ્રમાણે મંથલી રિટર્ન મળે છે, એટલે કે દરેક પ્રકારે સુરક્ષિત છે.
4. ફિક્સ્ડ ડિપોઝિટ મંથલી ઇનકમ સ્કીમ પર લોનની પણ સુવિધા હોય છે. પોતાની જમા રકમ પર ઈન્વેસ્ટર લોન લઈ શકે છે.
5. ઈન્વેસ્ટર પોતાની નાણાકીય જરૂરીયાતને પૂરી કરવા માટે એક નક્કી ફોર્મેલિટી પૂરી કરી ગમે તે સમયે પોતાની રકમ ઉપાડી શકે છે.
આ ઔષધિ પાકની ગોરાઓના દેશમાં ગાંડાની માફક છે ડિમાન્ડ, ગુજરાતમાં થાય છે તગડુ ઉત્પાદન
ખોટા વાયદા કરી 17 ગણા વધાર્યા શેરના ભાવ, 24 કરોડનો નફો રળી ફૂર્રરર...થઇ ગયા પ્રમોટર
આ કેટેગરીના લોકો માટે ફાયદાકારક
ફિક્સ્ડ ડિપોઝિટ મંથલી ઇનકમ સીનિયર સિટીઝન માટે સારો વિકલ્પ છે, જે પોતાની બચતને સુરક્ષિત રાખી તેના પર મહિને આવક ઈચ્છે છે. તે પોતાની બચતને જો ક્યૂમુલેટિવ એફડીમાં લગાવે છે તો તેને નિરંતર પૈસા મળતા નથી અને પૈસા મેચ્યોરિટી પર જ મળશે. તો નોન ક્યૂમુલેટિવ એફડીમાં તેના પૈસા સુરક્ષિત રહેશે. રિટર્ન પણ મળશે અને તેને દર મહિને કે ત્રણ મહિનામાં વ્યાજના રૂપમાં પૈસા પણ આવતા રહેશે.
IPO વડે કમાવવા છે રૂપિયા? સેબીએ 4 કંપનીઓને આપી મંજૂરી.. જલદી જ થશે ઇશ્યૂ
Investments: શેરબજારના કડાકા-ભડાકા વચ્ચે 5 ગણા રૂપિયા કર્યા, 5 દિવસમાં 38% વધ્યો
ટેક્સનો નિયમ
જો તમે ટેક્સ સેવર ફિક્સ્ડ ડિપોઝિટ ખાતામાં રોકાણ કરવા ઈચ્છો છો તો એક નાણાકીય વર્ષમાં ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ 1,50,000 રૂપિયા સુધીની રકમ પર ટેક્સ છૂટનો લાભ ઉઠાવી શકો છો. જો નાણાકીય વર્ષમાં મંથલી ઇનકમ કે રિટર્ન 40000 રૂપિયાથી વધુ છે તો બેન્ક 10% TDS કાપે છે. સીનિયર સિટીઝનના મામલામાં આ રકમ 50 હજાર છે.
નકલી કાજૂ તો નથી ખાતાને તમે? ફાયદો પણ નહી થાય અને પૈસા પણ વેડફાશે
શું તમે પણ કપડાં ધોતા પહેલાં કરો છો આ ભૂલ? ગેરફાયદા જાણશો તો હવેથી નહી કરો