નવી દિલ્હી: Fuel Price Hike Impact: વધતી જતી મોંઘવારી હજુ સામાન્ય વ્યક્તિની કમર તોડશે. પેટ્રોલ, ડીઝલ, LPG ના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે. CNG અને PNG ના ભાવ પણ વધી રહ્યા છે. ખાદ્ય તેલ, ખાદ્ય પદાર્થોના ભાવ પણ સામાન્ય વ્યક્તિની પહોંચથી બહાર છે. જો તમને લાગે છે કે પરેશાનીઓ અહીં જ ખતમ થઇ રહી છે તો જરા રોકાવ, કારણ કે પિક્ચર હજુ બાકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાંસપોર્ટર્સ વધારશે ભાડા, મોંઘવારી વધુ વધશે!
મોંઘવારીનો ઝટકો આપવાનો વારો ટ્રાંસપોર્ટર્સનો છે. આગામી દિવસોમાં ટ્રાંસપોર્ટર્સ પણ માલભાડામાં વધારો કરવાની યોજના બનાવી રહ્યા છે. મોંઘવારી ડીઝલની માર ટ્રાંસપોર્ટર્સ પર પણ પડી શકે છે. એટલા માટે હવે તે પણ માલભાડામાં 20 ટકા સુધી વધારો કરવાની છે. ગત 2 મહિનાથી જરૂરી માલ સામાનના ભાવમાં વધારો થયો છે અને ટ્રાંસપોર્ટર્સ ભાડા વધારે છે તો ચારેય તરફ મોંઘવારીમાં વધુ વધારો થશે અને સામાન્ય વ્યક્તિનું દર્દ વધુ વધશે. 

Congress માં જોડાઇ શકે છે ચૂંટણી રણનીતિકાર Prashant Kishor, પાર્ટીમાં મોટી 'સર્જરી'ની તૈયારી!


મોંઘા ડીઝલથી અડધી થઇ કમાણી
આ વધારા પાછળ ટ્રાંસપોર્ટર્સનું કહેવું છે કે કોરોના મહામારીના લીધે કુલ ડિમાંડમાં મોટો ઘટાડો થયો છે. જેના લીધે કમાણીમાં કોઇ વધારો થયો નથી. વધતો જતા ખર્ચથી ટ્રાંસપોર્ટર્સની પાસે ભાડું વધારવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. દેશના સૌથી જૂના ટ્રાંસપોર્ટ સંગઠન All India Motor Transport Congress (AIMTC) ના કોર કમિટીના ચેરમેન બાલ મલકીત સિંહનું કહેવું છે કે કોરોના પહેલાં તેમનું એક ટ્રક દિલ્હીથી મુંબઇ વચ્ચે 3 થી 4 ફેરા કરી લેતો હતો પરંતુ હવે સ્થિતિ એવી છે કે વધુમાં વધું 2 જ ચક્કર લગાવી શકે છે. એટલે કે મહિનામાં ત્રણ લાખની કમાણી ઘટીને હવે 2 લાખ રૂપિયા સુધી રહી ગઇ છે. 

Baba Ramdev ના પતંજલિ ગ્રુપે 1 વર્ષમાં કેવી રીતે કરી 30 હજાર કરોડની કમાણી? હવે કરી રહી છે નંબર-1 બનવાની તૈયારી


ફળ, શાકભાજીના ભાવ આસમાને
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાથી જરૂરી સામનોની કિંમતોમાં વધારો થવા લાગી રહ્યો છે, અને આ કોરોનાકાળમાં સામાન્ય લોકો માટે ફરીથી માર સાબિત થઇ રહી છે. ઓઇલની વધતા જતા ભાવથી ખેડૂતનો ખર્ચો વધી ગયો છે અને ખર્ચ વધતાં તેની કિંમત મળી રહી નથી. એટલા માટે સપ્લાઇ અને ડિમાન્ડના અંતરના લીધે ફળ અને શાકભાજીના રેટ આસમાને પહોંચી રહ્યા છે. 


સરકાર સાથે રાહત આપવાની માંગ
મુંબઇમાં APMC ના ડાયરેક્ટર અને જથ્થાબંધ ફળ વિક્રેતા સંજય પાનસારે અનુસાર 'ખેડૂતનો ખર્ચ વધી રહ્યો છે, જેની અસર કંઝ્યૂમર પર આવી રહી ચેહ. ભાવ વધતાં રોકવા માટે ડીઝલના ભાવ પર પ્રતિબંધ લગાવવો જરૂરી છે.' ડિમાન્ડમાં ઘટાડા અને ખર્ચમાં વધારાના લીધે ટ્રાંસપોર્ટર્સ સરકાર સાથે હપ્તા અને ટેક્સમાં છૂટ સાથે સાથે એક્સાઇઝ અને વેટમાં પણ રાહતની માંગ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube