Baba Ramdev ના પતંજલિ ગ્રુપે 1 વર્ષમાં કેવી રીતે કરી 30 હજાર કરોડની કમાણી? હવે કરી રહી છે નંબર-1 બનવાની તૈયારી

ગત વર્ષે નેચરલ, આર્યુવેદિક અને ઇમ્યુનિટી બૂસ્ટ કરનાર ઉત્પાદનોની માંગ પણ વધી છે. તેને જોતાં એફએમસીજી સેક્ટરની મોટાભાગની કંપનીઓ પણ આ પ્રકારના પ્રોડ્ક્ટસ પર વિશેષ ધ્યાન આપી રહી છે.

Baba Ramdev ના પતંજલિ ગ્રુપે 1 વર્ષમાં કેવી રીતે કરી 30 હજાર કરોડની કમાણી? હવે કરી રહી છે નંબર-1 બનવાની તૈયારી

નવી દિલ્હી: યોગ ગુરૂથી બિઝનેસ ગુરૂ બની ચૂકેલા બાબા રામદેવ (Baba Ramdev) નો બિઝનેસ હવે ઝડપથી વધી રહ્યો છે. આયુર્વેદિક અને નેચરલ પ્રોડક્ટ બનાવનાર તેમની કંપઈ પતંજલિ ગ્રુપના નાણાકીય વર્ષ 2021 માં કુલ ટર્નઓવર 30,000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. હવે કંપની તૈયારી આગામી 3-4 વર્ષમાં સંપૂર્ણપણે દેવામુક્ત બની જશે. કંપનીના પરિણામો વિશે મંગળવારે જાણકારી આપતાં બાબા રામદેવે કહ્યું કે તેમનો ટાર્ગેટ પતંજલિને ટોપ એફએમસીજી (FMCG) કંપની બનવાનો છે. તેમણે એ પણ દાવો કર્યો કે વર્ષ 20254 સુધી એફએમસીજી સેક્ટરમાં તેમની કંપની હિંદુસ્તાન યૂનિલીવર (HUL) ને પાછળ છોડી દેશે. 

હાલ એચયૂએલ (HUL) જ દેશની સૌથી એફએમસીજી (FMCG) કંપની છે. નાણાકીય વર્ષ 2021 માં એચયૂએલ (HUL) નું કુલ ટર્નઓવર 45,311 કરોડ રૂપિયા રહ્યું, આઇટીસી બ્રાંડના સામનો પર ગ્રાહકોને નાણાકીય વર્ષ 2021 માં કુલ 22,000 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તો બીજી તરફ નાણાકીય વર્ષ 2021માં ડોલર ઇન્ડીયાનું કુલ રેવેન્યૂ 9,562 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. 

એફએમસીજી સેક્ટર પર મહામારીની અસર
કંપનીઓએ આ કમાણી એક એવા સમયમાં થઇ છે, જ્યારે ગત વર્ષે જ એફએમસીજી સેક્ટર (FMCG Sector)ની તમામ કંપનીઓએ કોરોના વાયરસ મહામારીના પહેલા તબક્કા બાદ પોતાની સપ્લાય ચેનમાં મોટા ફેરફાર કર્યા છે. રાષ્ટ્રીય સ્તર પર તાળાબંધી બાદ મોટાભાગની એફએમસીજી (FMCG) કંપનીના સંચાલન પર અસર પડી હતી.

આગામી 5 વર્ષમાં મોટા રોકાણની તૈયારી
જોકે આ દરમિયાન ગત વર્ષે નેચરલ, આર્યુવેદિક અને ઇમ્યુનિટી બૂસ્ટ કરનાર ઉત્પાદનોની માંગ પણ વધી છે. તેને જોતાં એફએમસીજી સેક્ટરની મોટાભાગની કંપનીઓ પણ આ પ્રકારના પ્રોડ્ક્ટસ પર વિશેષ ધ્યાન આપી રહી છે. રામદેવે એ પણ કહ્યું કે પતંજલિ આગામી 5 વર્ષમાં 5,000 થે 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે. જોકે તેમણે આ રોકાણના ઇન્વેસ્ટમેંટની ફડિંગ વિશે કોઇ જાણકારી આપીન અથી. 

રૂચિ સોયાને લઇને શું છે પતંજલિ આગામી રણનીતિ?
પતંજલિ (Patanjali) એ 2019માં રૂચિ સોયાનું અધિગ્રહણ કર્યું હતું, જેમાં 24.4 ટકાની તેજી જોવા મળી છે. રામદેવે જણાવ્યું કે આ કંપનીની ઓપરેશનથી રેવેન્યૂ લગભગ 16,318 કરોડ રૂપિયા છે. 2017 માં રૂચિ સોયા દેવાળીયાની પ્રક્રિયામાં જતી રહી હતી, જેમાં પતંજલિએ તેને 4350 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કરી લીધું. 

તેમણે કહ્યું કે હાલમાં રૂચિ સોયા પર 3,300 કરોડ રૂપિયાનું દેવું છે. રૂચિ સોયાના 5,300 કરોડ રૂપિયાના એફપીઓને મળનાર 40 ટકા રકમ લોન ચૂકવવા માટે ઉપયોગ કરવામાં આવશે. 

હેલ્થ સપ્લીમેંટ્સના બિઝનેસમાં ઉતરી પતંજલિ
પતંજલિ (Patanjali) એ જણાવ્યું કે રૂચિ સોયાને તેણે બે ભાગ-એફએમસીજી અને એફએમએચઝી (ફાસ્ટ મૂવિંગ હેલ્થ ગુડ્સ) માં અલગ કરી દીધી છે. કંપનીએ પોતાના પોર્ટફોલિયામાં બિસ્કિટ્સ, બ્રેકફાસ્ટ સીરીયલ્સ, નૂડલ્સ એન્ડ ન્યૂટ્રાસ્યુટિકલ્સ બિઝનેસને સામેલ કરી લીધો છે. પતંજલિ (Patanjali) નેવલા બ્રાંડ હેઠળ કંપનીએ 25 વૃક્ષો વઍળા ન્યૂટ્રાસ્યુટિકલ્સ પ્રોડક્ટને પણ લોન્ચ કરી છે. 

તેમાં વિટામિન બી12, વિટામિન ડી, વિટામીન સી-જીંક કોમ્પ્લેક્સ, સ્પિરૂલિના જેમ કે હેલ્થ સપ્લીમેંટ્સ સામેલ થશે. ભારતમાં 80-90 ટકા લોકોમાં વિટામીન ડીની ઉણપ છે, જ્યારે 50-60 ટકા લોકોમાં પ્રોટીનની કમી છે. 

ખાદ્ય તેલના મોરચા પર ભારતને આત્મનિર્ભર બનાવવાની તૈયારી
પતંજલિ (Patanjali) એ એ પણ કહ્યું કે તે આગામી પાંચ વર્ષમાં ખાદ્ય તેલના ઉત્પાદનમાં 5 લાખ લોકોને રોજગારી આપશે. તમને જણાવી દઇએ કે હાલમાં પામ ઓઇલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાદ્ય તેલ માટે ભારત્નએ બીજા દેશો પર નિર્ભર રહેવું પડે છે. એવામાં પતંજલિ દ્વારા ખાદ્ય તેલના બિઝનેસથી વિસ્તાર આયાત પર ભારતની નિર્ભરતા ઓછી થશે. 

કંપનીનું કહેવું છે ખાદ્ય તેલ ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવનો ટાર્ગેટ છે. જોકે આ ટાર્ગેટને પુરો કરવા માટે પતંજલિ તરફથી કોઇ જાણકારી આપવામાં આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news