નવી દિલ્હીઃ ટ્રાયમ્ફે ભારતમાં પોતાની નવી મોટરસાઇકલ રોકેટ 3 જીબીને લોન્ચ કરી દીધી છે. જેનીં કિમત 18.4 લાખ રૂપિયા એક્સ-શોરૂમ નક્કી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ કિંમત રોકેટ 3Rની તુલનામાં 40,000 રૂપિયા વધુ છે. જો તમે આ બાઇકને બુક કરાવવા ઈચ્છો છો તો, દેશભરમાં તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાયમ્ફની આ મોટરસાઇકલ Rocket 3 GTમા  2,458-cc નું ટ્રિપલ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કંપની હાલનો મોડલોમાં કરી રહી છે. આ એન્જીન  167PSની પાવર અને 221Nmનો વધુ ટોર્ક પેદા કરવામાં સક્ષમ છે. આ સાથે બાઇક ન માત્ર ભારતની પરંતુ વિશ્વની સૌથી શક્તિશાળી બાઇકમાંથી એક છે. અહીં ધ્યાન આપવાની વાત છે કે ટ્રાયમ્ફ બાઇકના શોખીનોને આકર્ષવા માટે કંપની પોતાના પોર્ટફોલિયોમાં રોકેટ 3 મોડલની જીટી વર્ઝનને જોડવા ઈચ્છે છે. જો ત્રણ સિલિન્ડર અને ટ્વિન એગ્ઝોસ્ટની સાથે ચોક્કસપણે સ્પોર્ટ્સ બાઇકમાં એક અનોખી ઓળખ બનાવશે. 


લોન મોરિટેરિયમઃ સુનાવણી બે સપ્તાહ ટળી, વચગાળાનો આદેશ યથાવત રહેશે  


ડિઝાઇનની વાત કરીએ તો રોકેટ 3નું નવું જીટી વર્ઝન Rocket 3R  બાઇકથી ખુબ અલગ હશે. મહત્વનું છે કે રોકેટ 3 આર ભારતમાં પહેલાથી વેચાણ માટે ઉપલબ્ધ છે. તો જીટી મોડલમાં એડઝેસ્ટેબલ સ્વેપ્ટ-બેક હેન્ડલ અને ફોરવર્ડ-સેટ ફુટપેગ આપવામાં આવશે. તેમાં આરામદાયક સીટો અને વિન્ડસ્ક્રીનની સાથે ABS અને ટ્રેક્શન કંટ્રોલ જેવી સુવિધાઓને પણ જોડવામાં આવી છે. અહીં ધ્યાન આપવા જેવી વાત છે કે આ પાવરફુલ બાઇકમાં બ્રેકિંગ માટે Brembo M4.30 સ્ટાઇલમા 4-પિસ્ટન રેડિયલ કેલિપર આપવામાં આવ્યું છે. આ સાથે બાઇક ચાર રાઇડિંગ મોડ અને ક્રૂઝ કંટ્રોલ વિકલ્પની સાથે લોન્ચ કરવામાં આવી છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube