લોન મોરિટેરિયમઃ સુનાવણી બે સપ્તાહ ટળી, વચગાળાનો આદેશ યથાવત રહેશે

સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ લોન મોરેટોરિયમ મામલા (Loan Moratorium Case)ની સુનાવણી બે સપ્તાહ માટે ટાળી દીધી છે. કેન્દ્ર સરકારે મામલાની સુનાવણી બે સપ્તાહ ટાળવાની માગ કરી હતી, જેનો અદાલતે સ્વીકાર કરી લીધો છે.

લોન મોરિટેરિયમઃ સુનાવણી બે સપ્તાહ ટળી, વચગાળાનો આદેશ યથાવત રહેશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ લોન મોરેટોરિયમ મામલા (Loan Moratorium Case)ની સુનાવણી બે સપ્તાહ માટે ટાળી દીધી છે. કેન્દ્ર સરકારે મામલાની સુનાવણી બે સપ્તાહ ટાળવાની માગ કરી હતી, જેનો અદાલતે સ્વીકાર કરી લીધો છે. સાથે કોર્ટે કહ્યું કે, ત્યાં સુધી 31 ઓગસ્ટ સુધી NPA ના થયેલા લોન ડિફોલ્ટરોને  NPA જાહેર ન કરવાનો વચગાળાનો આદેશ જારી રહેશે. આ મામલે આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરે થશે. 

સોલીસીટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ વ્યાજ પર વ્યાજ લેવાના મુદ્દે 2થી 3 રાઉન્ડની બેઠક થઈ છે. જલદી તેના પર નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે, બેન્ક સાથે ચર્ચાથી બેન્ક મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. IBA તરફથી રજૂ થયેલા હરીશ સાલ્વેએ કહ્યુ કે, સરકારે કોઈ સ્પષ્ટ નિર્ણય લીધો નથી, એક નવો પ્રસ્તાવ આવ્યો છે , જેને રજીસ્ટર કરવાનો છે. તેમણે કહ્યુ કે, નિયમો પર અમલ કરવામાં આવશે, સ્ટેટ બેન્કે દિશા-નિર્દેશ લાગૂ કર્યાં હતા. 

BSNLનો ધમાકેદાર પ્લાન, 49 રૂપિયામાં 2GB ડેટા અને ફ્રી કોલિંગ

સાલ્વેએ કહ્યુ કે, વીજળી ક્ષેત્રો માટે રાજ્યોએ નિર્ણય લેવાનો છે, લૉકડાઉન સમાપ્ત થઈ ગયું છે, તેનું નુકસાન કોણ ઉઠાવશે. વરિષ્ઠ વકીલ  CA સુંદરમે મોરિટેરિયમ અવધિ 2 સપ્તાહ વધારવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે, બેન્ક તમે કહી રહ્યાં છો કે મોરિટેરિયમ અવધી નથી, બેન્ક કહી રહી છે કે તે એનપીએ જાહેર કરશે નહીં. તમારી જવાબદારી શરૂ થઈ ગઈ છે, 6 મહિનાના વ્યાજને ડેબિટ કરવામાં આવી રહ્યું છે. રાજીવ દત્તે એક અરજીકર્તા તરફથી રજૂ થતાં કહ્યુ કે, અમને ખુશી છે કે સરકાર કોર્પોરેટ લોનનું પુનર્ગઠન કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તે યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે સામાન્ય લોકો પીડિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news