ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) અને લોકડાઉને કારણે કંપનીઓ પર ભારે અસર પડવા લાગી છે. હાલમાં જ અમેરિકા અને દુનિયાની સૌથી મોટી કંપની જિમ બ્રૈન્ડ Gold Gym એ પોતે નાદાર થયાની જાહેરાત કરી છે. લોકડાઉને કારણે હવે દુનિયાની સૌથી મોટી કેબ સર્વિસ કંપની ઉબેર (Uber) પર પણ ભારે મુસીબત આવી પડી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, આર્થિક તકલીફોને કારણે તેને સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vizag GasLeak: ખતરનાક સ્ટાઈરીન ગેસ માણસને જોતજોતામાં ભોયભેગો કરી દે છે  


3700 લોકોની નોકરી જશે
દુનિયાભરમાં લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટ અને કેબ સર્વિસને ભારે નુકસાન થયું છે. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જમાં ઉબેર દ્વારા બુધવારે દાખલ કરાયેલ રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહેવાયું છે કે, કોરોના વાયરસ મહામારીથી ઉત્પન્ન આર્થિક ચેલેન્જિસ અને અનિશ્ચિતતા અને વ્યવસાય પર તેના પ્રભાવને કારણે કંપનીઓ પોતાને ચલાવવાનો ખર્ચને ઓછો કરવાની યોજના બનાવી છે. 


દારૂ ન પીનારાઓના મગજમાં પણ આવ્યો આ સવાલ, શું દારૂ પીવાથી કોરોના વાયરસ ગળામાં જ મરી જાય છે...? 


ફાઈલિંગમાં કહેવામાં આવ્યું છે કે, પોતાના રાઈડ્સ સેગમેન્ટમાં ઓછી ટ્રિપ વોલ્યુમ અને કંપનીના  હાલના હાયરિંગ ફ્રીઝને કારણે ઉબેર પોતાના કસ્ટમર સપોર્ટ અને રિક્રુટર્સ ટીમને ઓછી કરી રહી છે. તેના માટે કુલ 3 હજાર 700 ફુલટાઈમ કર્મચારીઓની છટણી થશે. 


જીતુની દીકરી અને કરણ માટે એવા ખબર આવ્યા હતા કે ઉડ્યા હતા સૌના હોંશ...


કર્મચારીઓ માટે લખાયેલા આ પત્રમાં કંપનીના સીઈઓ ખોસરોશાહીએ કહ્યું કે, અમારી રાઈડ ટ્રિપ વોલ્યુમ્સમાં ઘણો ઘટાડો આવવાની સાથે કમ્યુનિકેશન ઓપરેશન્સ સહિત ઈન-પર્સન સપોર્ટ આપણી જરૂરિયાતો ઓછી થઈ ગઈ છે અને હવે રિક્રુટર્સ માટે જરૂરી કામ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર