મુકેશ અંબાણીએ મનોજ મોદીને કેમ ગિફ્ટમાં આપ્યું 1500 કરોડનું ઘર
Reliance Retail: અમે વાત કરી રહ્યા છીએ રિલાયન્સ રિટેલ (Reliance Retail) અને રિલાયન્સ જિયોના (Reliance Jio) ડાયરેક્ટર મનોજ મોદીની (Manoj Modi), જેઓ એશિયાના સૌથી મોટા વ્યક્તિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) જમણા હાથ તરીકે પણ ઓળખાય છે.
1500 Cr Rupees house: મુકેશ અંબાણીના (Mukesh Ambani)રાઈટ હેન્ડ ગણાતા MM એટલે કે મનોજ મોદીના મતે, 'રિલાયન્સ (Relaince)ગ્રૂપમાં અમારો સિદ્ધાંત ખૂબ જ સરળ છે, જ્યાં સુધી અમારી સાથે કામ કરતી વખતે દરેક પૈસા કમાય નહીં, ત્યાં સુધી તમે ટકાઉ બિઝનેસ નહીં કરી શકો. આ દિવસોમાં મનોજ મોદી અંબાણીએ ભેટમાં આપેલા 1500 કરોડ રૂપિયાના ઘરને લઈને ચર્ચામાં છે.
છેલ્લા કેટલાક દિવસોથી એક નામ ચર્ચામાં છે. હા, અમે વાત કરી રહ્યા છીએ રિલાયન્સ રિટેલ (Reliance Retail) અને રિલાયન્સ જિયોના (Reliance Jio) ડાયરેક્ટર મનોજ મોદીની (Manoj Modi), જેઓ એશિયાના સૌથી મોટા વ્યક્તિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) જમણા હાથ તરીકે પણ ઓળખાય છે. તેઓ હાલમાં ચર્ચાનો વિષય બની રહ્યાં છે કારણ કે અંબાણીએ તેમને 22 માળની ઇમારત ભેટમાં આપી છે, જેની કિંમત 1500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે મુકેશ અંબાણીએ કંપનીના કર્મચારીને આટલી મોટી અને મોંઘી ગિફ્ટ કેમ આપી? આવો જાણીએ તેની ઈનસાઈડ સ્ટોરી...
Photo: કમરથી જોડાયેલી છે 2 બહેનો, 1 સિંગલ છે તો એકને છે પ્રેમી,આ રીતે કરે છે રોમાન્સ
ગુજરાતના પનોતાપુત્રને કોંગ્રેસે અત્યાર સુધીમાં આપી 91 ગાળો, ભાજપે જાહેર કર્યું લિસ્ટ
મેચ દરમિયાન આ હરકત બાદ ટ્રોલ થયો અર્જુન તેંડુલકર, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ
બેચરલ છોકરાઓને ખાલી કરાવ્યો ફ્લેટ, મકાન માલિકે અંદર જોઇને જોયું ઉડી ગયા હોશ
5 વર્ષ પહેલાં આ શેરમાં રોકાણ કર્યું હોત તો આજે તમારી પાસે ગાડી-બંગલો અને નોકર હોત
મોદીને કામનું ઈનામ મળ્યું
કંપનીમાં તેમને આપવામાં આવેલી મોટી જવાબદારીઓનું ઉત્તમ સંચાલન, કંપનીના વિકાસમાં સતત યોગદાન અને છેલ્લા લગભગ ચાર દાયકામાં કંપનીને અંદર અને બહારથી મજબૂત બનાવવાના તેમના પ્રયાસોને કારણે જ મનોજ મોદીને આ ભેટ મળી છે. મનોજ મોદી ભલે પડદા પાછળ રહે છે, પરંતુ રિલાયન્સના દરેક મોટા નિર્ણયોમાં તેમનો ફાળો મોટો રહે છે, પછી તે કોઈ નવી ડીલ હોય કે કંપની સાથે સંબંધિત અન્ય કોઈ મુદ્દો. તમામ બાબતોમાં મુકેશ અંબાણીને કોઈના પર સૌથી વધુ ભરોસો છે, તો તે વ્યક્તિ માત્ર મનોજ મોદી છે.
આ મોટા સોદાઓમાં મનોજ મોદીની ભૂમિકા
મનોજ મોદીએ પોતાની ક્ષમતા અને દિમાગના આધારે અનેક મોટા સોદા કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ એવા સોદા છે જેના દ્વારા રિલાયન્સ ગ્રુપ આકાશની ઊંચાઈએ પહોંચ્યું છે. આનું એક મોટું ઉદાહરણ રિલાયન્સ જિયો અને ફેસબુક વચ્ચેની ડીલ છે. એપ્રિલ 2020 માં મનોજ મોદીએ સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક સાથે રિલાયન્સ જિયોના મોટા સોદાનું નેતૃત્વ પણ કર્યું. 43,000 કરોડનો આ સોદો હતો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને દેવામુક્ત બનાવવામાં આ ડીલની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હતી.
જાણો કેવી હોય છે રેલવેમાં વેઈટિંગ સિસ્ટમ, કઈ ટિકિટ સૌથી પહેલા થશે કન્ફર્મ?
Car Tips: પંચર થયા વગર જ ટાયરમાંથી નિકળે છે હવા? જાણો શું છે તેનું કારણ
Sarkari Naurki: ધોરણ 12 પાસ માટે નોકરીની ઉત્તમ તક, 81100 રૂપિયા મળશે પગાર
આ ઉપરાંત મનોજ મોદી રિલાયન્સના હજીરા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ, જામનગર રિફાઈનરી, પ્રથમ ટેલિકોમ બિઝનેસ, રિલાયન્સ રિટેલ અને 4જી રોલઆઉટ સહિત અન્ય ઘણા મોટા પ્રોજેક્ટ પાછળ પણ હતા. આ તમામ પ્રોજેક્ટનું નેતૃત્વ પણ મનોજ મોદીએ કર્યું છે. રિલાયન્સ ગ્રૂપ સાથેના સંબંધોની વાત કરીએ તો, મનોજ મોદી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે લગભગ એટલા વર્ષોથી જોડાયેલા છે જેટલા મુકેશ અંબાણી તેમના ફેમિલી બિઝનેસમાં ભૂમિકા ભજવી રહ્યા છે. વાસ્તવમાં મનોજ મોદી 1980માં રિલાયન્સ ગ્રુપમાં જોડાયા હતા અને મુકેશ અંબાણીએ 1981માં પિતાના બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો.
મુકેશ અંબાણીના કોલેજના મિત્ર
મનોજ મોદીને (Manoj Modi) મુકેશ અંબાણીના જમણા હાથ એમ જ નથી કહેવાતા. તેઓ અંબાણીના કોલેજ ફ્રેન્ડ પણ છે. અંબાણી અને મોદી મુંબઈ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં બેચમેટ હતા અને બંનેએ કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. મનોજ મોદી મોટાભાગે મોટા નિર્ણય પર વિચાર-વિમર્શ દરમિયાન અંબાણી સાથે જોવા મળી શકે છે.
ચાલતી ઓટોમાં ડ્રાઈવરે ચપટીમાં બદલી દીધું ટાયર, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
GF બોયફ્રેન્ડના પિતાને લઈને ભાગી, બાપની ઉંમરના વ્યક્તિ સાથે વિતાવ્યા 365 દિવસ
40 છોકરીઓનો એક જ પતિ! નામ છે 'રૂપચંદ'! એના નામના ચાલે છે સિક્કા, રસપ્રદ છે સ્ટોરી
બંને મિત્રો વચ્ચેની બીજી સમાનતા તેમની સાદગી છે, અંબાણી અને મોદી લાઈમલાઈટથી દૂર રહે છે અને ખૂબ જ સાદા કપડામાં દેખાય છે. જોકે, આ મિત્રતાને 1500 કરોડ રૂપિયાનું ઘર ગિફ્ટ મળવા સાથે કોઈ લેવાદેવા નથી. બલ્કે, આ મોટી ભેટ મુકેશ અંબાણીના મનોજ મોદી પરના વિશ્વાસની અને તે વિશ્વાસને દરેક પગલે જાળવી રાખવાની મોદીની ક્ષમતાની ભેટ કહી શકાય.
આ છે મનોજ મોદીની કામ કરવાની રીત!
છેવટે, મનોજ મોદી કોઈપણ ડીલ કે મુદ્દાને લઈને કઈ રીતે ખાસ ભૂમિકા ભજવે છે જેનાથી તે તેના મુકામ સુધી પહોંચે છે? તો મનોજ મોદીએ પોતે એક કાર્યક્રમ દરમિયાન પોતાની કામ કરવાની રીતનો ઉલ્લેખ કર્યો હતો. મનોજ મોદીએ કહ્યું હતું કે, 'હું ખરેખર વ્યૂહરચના સમજી શકતો નથી અને મારી પાસે કોઈ દૈવી દ્રષ્ટિ પણ નથી. હું મારી ટીમના લોકો સાથે વાત કરું છું, તેમને તાલીમ આપું છું, માર્ગદર્શન આપું છું અને કોઈ પણ કામ કેવી રીતે કરી શકાય તે અંગે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરું છું.
આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube