ઝી મીડિયા/બ્યૂરો :ગત કેટલાક મહિનાથી સોના-ચાંદીના કિંમત (Gold-Silver) માં સતત તેજી વધી રહી છે. તેજીનો ટ્રેન્ડ હજી પણ યથાવત છે. ઘરેલુ વાયદા બજારમાં સોનાના ભાવ ગુરુવારે 50,707 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉછાળ્યું, જે એક નવો રેકોર્ડ છે. સોના (Gold) નો ભાવ 16 માર્ચના બાદ 32 ટકા ઉછળ્યું છે. જ્યારે કે, ચાંદી(Silver) નો ભાવ 62400 રૂપિયા પ્રતિ કિલો સુધી ઉછળ્યું, જે 13 ડિસેમ્બર 2012 બાદનું સૌથી ઉંચુ લેવલ છે. જ્યારે એમસીએક્સ (MCX) પર ચાંદીનો ભાવ 63,065 રૂપિયા પ્રતિ કિલો સુધી ઉછળ્યું હતું. 


ભરૂચ : 7 માસના માસુમ બાળક પર જેસીબીના પૈડા ફરી વળ્યા, માથાના બે ટુકડા થઈને મોત નિપજ્યું 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસની વ્યાપક અસર
કોરોના વાયરસ સંક્રમણના વધા પ્રકોપને પગલે દુનિયાભરની ઈકોનોમી પર મંદીનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેને પગલે ઈન્વેસ્ટર્સને સોફ્ટ એસેટ્સને પરિણામે હાર્ડ એસેટ્સની તરફ વધુ છે. તેમાં સોનું અને ચાંદીની પહેલી પસંદ છે, કેમ કે, તેને સંકટનો સાથી માનવામાં આવે છે. 


રાહત પેકેજથી ઈન્વેસ્ટર્સનો રસ વધ્યો
કોરોનાના કહેરથી મળી રહેલ આર્થિક ચેલેન્સિજથી લડવા માટે અનેક દેશોમાં લાવવામાં આવેલ રાહત પેકેજથી સોનું અને ચાંદીમાં ઈન્વેસ્ટર્સની સંખ્યા વધી ગઈ છે. કેમ કે, રાહત પેકેજથી મોંઘવારી વધવાની આશંકા બની રહે છે. જેને કારણે ઈન્વેસ્ટર્સનું વળણ સુરક્ષિત ઈન્વેસ્ટના સાધન તરફ જાય છે.


ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે આવ્યા રાહત આપનારા સમાચાર 


ચાંદીની ઈન્ડસ્ટ્રીય ડિમાન્ડ વધી 
ચાંદીની ઔદ્યોગિક માંગ વધવાની શક્યતાઓથી ઈન્વેસ્ટર્સનું વળણ ચાંદીમાં વધુ છે. કેમ કે, ચાંદી એક ઔદ્યોગિક ધાતુ છે અને દુનિયાભરમાં લોકડાઉન ખૂલ્યા બાદ તેની ઔદ્યોગિક માંગ વધવાની શક્યતા બની છે. 


મોંઘા સોના કરતા ચાંદી તેજ
સોનું મોંઘું હોવાને કારણે જ્વેલરી માટે ચાંદીની ડિમાન્ડ વધી જાય છે. હકીકતમાં, ચાંદીને ગરીબોનું સોનુ કહેવામાં આવે છે. શેર માર્કેટમાં અનિશ્ચિતતાના માહોલ હોવાથી ઈન્વેસ્ટર્સનું ઝુકાવ સોનું અને ચાંદી તરફ વધુ છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર