ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે આવ્યા રાહત આપનારા સમાચાર

દેશમાં તેજીથી વધતા કોરોન વાયરસ (Coronavirus) ના સંક્રમણ વચ્ચે મૃત્યુદર અને રિકવરી રેટના આંકડાએ મોટી રાહત અપાવી છે. ભારતમાં સંક્રમિત થયેલ દર્દીઓનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. તેમજ મૃત્યુદરમાં પણ ઘટાડો આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને શુક્રવારે કહ્યું કે, ભારત દુનિયામાં કોરોના વાયરસથી સૌથી ઓછા સંક્રમણ અને મૃત્યુદરવાળા દેશોમાંથી એક છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો રિકવર થવાનો રેટ 63.45 ટકા છે, જ્યારે કે, મૃત્યુદર 2.3 ટકા છે. 

ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે આવ્યા રાહત આપનારા સમાચાર

ઝી મીડિયા/બ્યૂરો :દેશમાં તેજીથી વધતા કોરોન વાયરસ (Coronavirus) ના સંક્રમણ વચ્ચે મૃત્યુદર અને રિકવરી રેટના આંકડાએ મોટી રાહત અપાવી છે. ભારતમાં સંક્રમિત થયેલ દર્દીઓનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. તેમજ મૃત્યુદરમાં પણ ઘટાડો આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને શુક્રવારે કહ્યું કે, ભારત દુનિયામાં કોરોના વાયરસથી સૌથી ઓછા સંક્રમણ અને મૃત્યુદરવાળા દેશોમાંથી એક છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો રિકવર થવાનો રેટ 63.45 ટકા છે, જ્યારે કે, મૃત્યુદર 2.3 ટકા છે. 

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે કહ્યું કે, આ વચ્ચે દેશમાં સતત ત્રીજા દિવસે કોવિડ 19 થી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ગત 24 કલાકમાં 34602 ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. મંત્રાલયે કહ્યું કે, સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 8,17,208 થઈ ગઈ છે. 

મંત્રાલય દ્વારા જાહેર આંકડાઓમાં કહેવામાં આવ્યું છે કે, સંક્રમણથી મૃત્યુ દર ઘટીને 2.38 ટકા થઈ ગયો છે. આંકડા અનુસાર, ભારતમા એક દિવસમાં સંક્રમણના સૌથી વધુ 490310 કેસ નોંધાયા છે. સંક્રમણના કેસ વધીને 12,87,945 થઈ ગઈ છે. આ સંક્રમણથી મોતના 740 નવા કેસ સામે આવ્યા બાદ મૃતકો સંખ્યા વધીને 30,601 થઈ ગઈ છે. આ વચ્ચે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો પાસેથી મળેલા આંકડા અનુસાર, સંક્રમણના કુલ કેસ 13,13,925 છે, જ્યારે કે 31,353 દર્દીઓના મોત નિપજ્યાં છે.

ડોક્ટર હર્ષવર્ધને શાંધાઈ સહયોગ સંગઠનમાં સામેલ દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની ડિજીટલ બેઠકને સંબોધિત કરતા કહ્યું કે, પ્રતિ દસ લાખની આબાદી પર 864 કેસ સામે આવ્યા અને 21 થી ઓછા દર્દીઓના મોતની સાથે ભારત દુનિયામાં કોરોના વાયરસમાં સૌથી ઓછું સંક્રમણ અને મૃત્યુદરવાળા દેશમાંથી એક છે. 

મંત્રાલયના એક નિવેદન અનુસાર, તેઓએ આ વાત પર જોર આપ્યું કે, કેવી રીતે કોરોના વાયરસ મહામારીના દરમિયાન સામાન્ય લોકોની પ્રતિરોધક ક્ષમતા વધારવામાં ભારતીય પરંપરા ચિકિત્સા પદ્ધતિએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓએ શાંધાઈ સહયોગ સંગઠનના સ્વાસ્થ્ય મંત્રીઓની હાલની બેઠક અંતર્ગત પારંપારિક ચિકિત્સા પર એક નવા ઉપસમૂહની સ્થાપનાનો પ્રસ્તાવ રાખ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news