નવી દિલ્હી: દેશમાં હાલ પેટ્રોલ (Petrol price) અને ડીઝલ (Diesel price)ના ભાવ આકાશને આંબી રહ્યા છે. આ દરમિયાન આજે અમે તમને જણાવીશું કે ઘણા દેશ એવા પણ છે જ્યાં એક રૂપિયાથી પન ઓછી કિંમતમાં પેટ્રોલ મળે છે. જુઓ તે દેશોની યાદી જ્યાં પેટ્રોલની કિંમત સૌથી ઓછી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેનેજુએલા (venezuela) એવો દેશ છે જ્યાં દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલ મળે છે. દક્ષિણ અમેરિકાના વેનેજુએલામાં પેટ્રોલની કિંમત 70 પૈસા પ્રતિ લીટર છે. જોકે વેનેજુએલામાં ધરતીના સૌથી મોટા તેલનો ભંડાર છે, જેના લીધે અહીં આટલું સસ્તું પેટ્રોલ મળે છે. 


દુનિયામાં બીજા નંબર પર સૌથી સસ્તુ પેટ્રોલ વેચનાર દેશ ઇરાન (Iran) છે. અહીંયા એક લીટર પેટ્રોલની કિંમત 8.55 રૂપિયા પ્રતિ લીટર છે. તો બીજી તરફ ભારતની તુલનામાં પેટ્રોલ 66.08 રૂપિયા પ્રતિ લીટર સસ્તું છે. 

5 વર્ષ સુધી પેટ્રોલ-ડીઝલ પર ચૂકવવો પડશે ચાર્જ, સરકારી કરી રહી છે આ તૈયારી


સૂડાન (Sudan)માં પણ પેટ્રોલના ભાવ ખૂબ ઓછા છે. હાલ અહીંયા એક પેટ્રોલની કિંમત 12.11 રૂપિયા છે. સૂડાન દેશનો સૌથી સસ્તુ પેટ્રોલ વેચનાર દેશ છે. ચોથા નંબર પર સૌથી સસ્તું પેટ્રોલ વેચનાર દેશ અલ્ઝીરિયા છે. અહીંયા એક લીટર પેટ્રોલની કિંમત 24.77 રૂપિયા છે. 


આ ઉપરાંત પાંચમા નંબર પર કુવૈતનું નામ આવે છે. કુવૈતમાં હાલ એક લીટર પેટ્રોલના ભાવ 24.06 રૂપિયા પ્રતિ લીટર છે. 


આખરે ભારતની વાત કરીએ તો અહીં પેટ્રોલનો ભાવ 75 રૂપિયા પ્રતિ લીટરને પાર થઇ ગયો છે. આ ઉપરાંત ડીઝલના ભાવમાં પણ ગત થોડા દિવસોથી વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે દેશની રાજધાની નવી દિલ્હીમાં એક લીટર ડીઝલની કિંમત 66.99 રૂપિયા પ્રતિ લીટર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube