હવે આ અભિનેત્રીએ Deepika Padukone પર કર્યો તીખો પ્રહાર, કહ્યું- `મને ડર્ટી લુક આપતી હતી`
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોત સાથે જોડાયેલા ડ્રગ એન્ગલમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ને સમન્સ જાહેર કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોત સાથે જોડાયેલા ડ્રગ એન્ગલમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ને સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. તે ગુરૂવારે રાત્રે ગોવાથી મુંબઇ આવવા માટે રવાના થશે. આ દરમિયાન અભિનેત્રી શર્લિન ચોપડા (Sherlyn Chopra)એ આ કેસ પર પોતાની વાત રાખતાં દીપિકા પાદુકોણ પર નિશાન સાધ્યું છે. અભિનેત્રીએ ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો જેમાં તેમણે દીપિકા પાદુકોણને ખૂબ ખરી-ખોટી સંભળાવી છે.
સુશાંત સિંહ રાજપૂત । રિયા ચક્રવર્તી । એનસીબી । સારા અલી ખાન । શ્રદ્ધા કપૂર । ડ્રગ્સ કેસ
શર્લિન ચોપડાનો દીપિકા પાદુકોણ પર નિશાન
શર્લિન ચોપડાએ દીપિકા પાદુકોણ પર તીખો વાર કરતાં કહ્યું કે 'મને લાગે છે કે દીપિકા પાદુકોણના સ્લોગનને અપડેટ કરવાનો સમય આવી ગયો છે. મારા પછી કહો- નશીલા પદાર્થોનું સેવન એક ગંભીર ગુનો છે. મારા પછી કહો- 'માલ'ની લાંબા સમય સુધી અનુપલબ્ધતાથી મૂડ સ્વિંગ્સ થાય છે, જેથી ડિપ્રેશન હોય છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
શર્લિન ચોપડાએ વીડિયોમાં તે ઘટનાનો ઉલ્લેખ કર્યો જ્યારે દીપિકાએ તેમને નાની નજરે જોયા હતા.શર્લિનએ જણાવ્યું કે એક સ્ટેજ શો દરમિયાન તેમના ડાન્સને જોઇ દીપિકાએ તેમને ડર્ટી લુક આપ્યો હતો.
#wakeup #saynotodrugs #getreal #healthiswealth #boycottbollywooddruggies
A post shared by Sherlyn Chopra (@sherlynchopra) on
બોલીવુડની પોલ ખોલતી રહી છે શર્લિન
તમને જ્ણાવી દઇએ કે પહેલીવાર નથી જ્યારે શર્લિનએ બોલીવુડ વિશે કોઇ ખુલાસો કર્યો છે. આ પહેલાં પણ તે ઘણીવાર બોલીવુડના અંધારા વિશે બતાવી ચૂકી છે. આવી જ એક સોશિયલ મીદિયા પોસ્ટ શર્લિને સાત મેના રોજ પણ કરીહતી. જેમાં તેમણે હિંદી સિનેમાની જર્ની વિશે સંક્ષેપમાં લખ્યું હતું, શર્લિને બોલીવુડના નિર્માતા અને નિર્દેશકો દ્વારા ડિનરના પ્રસ્તાવને ખુલીને સમજાવ્યો હતો.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube