નવી દિલ્હી: બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) આ વિકેન્ડ એક ખુશખબર લઇને આવ્યા છે. થોડીવાર પહેલા અક્ષયએ સોશિયલ મીડિયા પર તેમની મોસ્ટ અવેડેટ ફિલ્મ 'બચ્ચન પાંડે'ની (Bachchan Pandey) રિલીઝ ડેટની જાહેરાત કરી છે. પરંતુ આ રિલીઝ ડેટથી વધારે ચર્ચા અક્ષય કુમારના તે લૂકની થઈ રહી છે જેની સાથે તેમણે આ જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 લાખ લાઇક્સ
અક્ષય કુમાર (Akshay Kumar) સ્ટારર બચ્ચન પાંડે (Bachchan Pandey) આગામી વર્ષ 26 જાન્યુઆરીના રિલીઝ થવાની છે. અમિભનેતાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેની પુષ્ટી કરી છે. તેમણે ફિલ્મમાંથી તેમના એક ખતરનાક લૂકને શેર કરતા આ પોસ્ટ કરી છે. પોસ્ટ કર્યાને હજુ બે કલાક થયા છે અને તેને 17 લાખથી વધારે લાઇક્સ મળી છે. જુઓ પોસ્ટ...


Salman khanને ભાણી સાથે કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો આ સુંદર Video


નકલી આંખ અક્ષય
આ તસવીરમાં અક્ષય કુમાર (Akshay Kumar) દાઢી, ચંકી ચેન અને નકલી આંખ સાથે એક અજીબ કેરેક્ટરને દર્શાવી રહ્યા છે. કેપ્શનમાં તેમણે લખ્યું છે, તેમનો એક લુક જ પૂરતો છે. #SajidNadiadwala @farhadsamji @kritisanon @jacquelinef143 @arshad_arsars @nadiadwalagrandson'


આ પણ વાંચો:- તારક મહેતા શોમાં આવશે મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન, દયાબેનની વાપસી પર મોટા અપડેટ


રાજસ્થાનમાં ચાલી રહ્યુ છે શૂટિંગ
અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon) અને જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez) સાથે અક્ષયે બુધવારે જેસલમેરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું. માર્ચ સુધી શૂટિંગ ચાલુ રહેશે. ટીમને ગાડીસર તળાવ અને જેસલકોટ જેવી જગ્યાઓ પર શૂટિંગ કરવાની આશા છે.


આ પણ વાંચો:- સુશાંતને યાદ કરીને તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ શેર કર્યા 2 Video


શું છે સ્ટોરી
ફરહાદ સામજીના નિર્દેશનમાં બનાવવામાં આવતી આ ફિલ્મમાં અક્ષયે એક ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી છે. જે એક અભિનાત બનવાની ઇચ્છા રાખે છે. જ્યારે કૃતિ એક પત્રકારની ભૂમિકા નિભાવી રહી છે. જે નિર્દેશક બનવાની ઇચ્છા રાખે છે. ફિલ્મમાં અરશદ વારસી પણ નાયકના મિત્ર તરીકે જોવા મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube