તારક મહેતા શોમાં આવશે મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન, દયાબેનની વાપસી પર મોટા અપડેટ

Updated By: Jan 22, 2021, 08:30 AM IST
તારક મહેતા શોમાં આવશે મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન, દયાબેનની વાપસી પર મોટા અપડેટ
  • Tarak Mehta Ka Ooltah Chashmah શોમાં દયાબેનની એન્ટ્રી થવાની છે, શો દ્વારા મળ્યા સંકેત
  • દિશા વાંકાણીની વાપસી માત્ર ફેન્સ જ નહિ, પરંતુ શોના મેકર્સ અને કો-સ્ટાર્સ લાંબા સમયથી કરી રહ્યાં છે

ઝી મીડિયા/બ્યૂરો :ટીવીનો ફેમસ શો તારક મહેતા કા ઉલટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah) લોકોનો પસંદગીનો શો છે. પરંતુ લાંબા સમયથી આ શોમાં સૌથી વધુ પસંદ કરાતી એક્ટ્રેસ દયાબેનની એટલે કે દિશા વાંકાણી (Disha Vakani) શોથી દૂર છે. જેની રાહ આજે પણ તેમના દર્શકો જોઈ રહ્યાં છે. દયાબેન ત્રણ વર્ષ સુધી આ શોથી દૂર રહ્યાં છે. તેમણે સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ લીધી હતી, જોકે તેના બાદ તેમણે શોમાં ક્યારેય વાપસી ન કરી. જોકે, ત્યાર બાદ દયાબેનની વાપસીને લઈને અનેક અપડેટ આવતા રહ્યાં. જોકે, કોઈ પણ ખબર સાચી નીકળતી નથી. પરંતુ હવે દયાબેનને લઈને હિંટ મળી રહ્યાં છે. હવે લાગે છે કે તે શોમાં જલ્દી જ નજરે આવશે. શો દ્વારા સતત આ મામલે હિંટ આપવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, દિશા વાંકાણીની વાપસી માત્ર ફેન્સ જ નહિ, પરંતુ શોના મેકર્સ અને કો-સ્ટાર્સ લાંબા સમયથી કરી રહ્યાં છે. શોમાં કામ કરનારા લોકો આતુર છે કે, હવે ક્યારે દિશા વાંકાણી આવશે. જ્યારે દિશે વાંકાણી શોમાં હતી, ત્યારે શોનો અંદાજ જ અલગ હતો. સાથે જ શોને સારી TRP પણ મળતી હતી. હવે જોવું એ રહ્યું કે, શોમાં તે ક્યારે બતાવાશે. 

3 વર્ષ શોથી દૂર રહેનાર દિશા વાંકાણીને લઈને એમ પણ મીડિયામાં સામે આવ્યું કે, તે બાળકના જન્મ બાદ પોતાના પરિવારને સમય આપવા માંગે છે. તો કેટલાક રિપોર્ટસમાં એવુ પણ કહેવાયું છે કે, શોમાં મળનારી ફીને કારણે વિવાદ થયો છે. દયાના જવા બાદ અનેક જૂના સ્ટાર્સે પણ શો સાથે નાતો તોડ્યો છે. જેમ કે, રોશનસિંહ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ (Gurucharan Singh), અંજલી મહેતા એટલે કે નેહા મહેતા (Neha Mehta) પણ શો છોડી ચૂક્યા છે. આ બંને કલાકાર લાંબા સમય સુધી શો સાથે જોડાયેલા હતા. પરંતુ હવે તેઓ શોથી બહાર થઈ ચૂક્યા છે. બંને શોમાંથી બહાર થવાનું કારણ પણ મીડિયાને આપી ચૂક્યા છે. 

શોમાં પોપટલાલના લગ્નની ધૂમ
હાલ શોમાં ચાલી રહેલી સ્ટોરીની વાત કરીએ તો, હાલ પોપટલાલના લગ્નની વાત ચાલી રહી છે. પત્રકાર પોપટલાલ (Popatlal) ના લગ્ન હંમેશાથી શોનો હોટ ટોપિક રહ્યો છે. તેના લગ્નને લઈને અનેક અટકળો ચાલતી રહે છે, પણ બિચારા પોપટલાલના લગ્ન થતા થતા રહી જાય છે. આ વખેત પોપટલાલના લગ્ન થઈ ગયા છે. જેને કારણે શોમાં થોડો માહોલ બન્યો છે. તમામ લોકો લગ્નમાં ખુશી ઝૂમતા નજરે આવ્યા છે.