Salman khanને ભાણી સાથે કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો આ સુંદર Video

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં તેના જીજા અને અભિનેતા આયુષ શર્મા (Aayush Sharma) સ્ટારર ફિલ્મ 'અંતિમ- ધ ફાઇનલ ટ્રુથ'નું શૂટિંગ કરી રહ્યા છે. સમાચાર છે કે ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી સુધીમાં સમાપ્ત થઈ જશે

Salman khanને ભાણી સાથે કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો આ સુંદર Video

નવી દિલ્હી: બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં તેના જીજા અને અભિનેતા આયુષ શર્મા (Aayush Sharma) સ્ટારર ફિલ્મ 'અંતિમ- ધ ફાઇનલ ટ્રુથ'નું શૂટિંગ કરી રહ્યા છે. સમાચાર છે કે ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી સુધીમાં સમાપ્ત થઈ જશે. આ ફિલ્મના નિર્દેશક મહેશ માંજરેકર છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાનનો તેની ભાણી આયત (Aayat) સાથે મસ્તી કરતો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આયાતની સાથે સલમાને કર્યો ક્યૂટ ડાન્સ
તેને સલમાન ખાનની (Salman Khan) બહેન અર્પિતા ખાન શર્માએ (Arpita Khan Sharma) તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં મામુ અને ભાણી ખૂબ જ સુંદર જગ્યાએ ઉભા છે. આ સાથે સલમાન ખાને આયતને હાથમાં ઉઠાવી છે અને ભાણીનો હાથ પકડી ડાન્સ કરતા નજરે પડે છે. આ વીડિયોમાં અર્પિતાએ ક કેપ્શનમાં લખ્યું છે, 'અનકન્ડીશનલ લવ' અને સલમાન ખાનને ટેગ કર્યાં છે. આ વીડિયોની બેકગ્રાઉન્ડમાં ફિલ્મ 'બજરંગી ભાઈજાન' નું ગીત 'આશિયાના મેરા' ચાલી રહ્યું છે, જેમાં બંને ઝૂમતા જોવા મળે છે. વીડિયોમાં તે બંને ખૂબ જ ક્યૂટ દેખાઈ રહ્યા છે અને મામા ભાણીનો પ્રેમ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આયુષ શર્માની સાથે શુટિંગ કરી રહ્યો છે સલમાન
સમાચારો અનુસાર સલમાન ખાન (Salman Khan cute niece dance), આયુષ શર્મા અને મહેશ માંજરેકર છેલ્લા કેટલાક દિવસોથી સતત પંચગનીમાં શૂટિંગ કરી રહ્યાં છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીના અંતમાં મુંબઇમાં જ પૂરૂ કરવામાં આવશે અને ફેબ્રુઆરીમાં ફિલ્મને પૂર્ણ કરી દેવામાં આવશે.

ટૂંક સમયમાં શરૂ કશે ટાઈગર 3 નું શૂટિંગ
અભિનેતા આયુષ શર્માની (Ayush Sharma) સાથે ફિલ્મ કર્યા બાદ ભાઈજાન ટાઈગર 3 (Tiger 3) નું શૂટિંગ શરૂ કરશે. યશરાજ બેરનમાં બની રહેલી ટાઈગર 3 બોલીવુડની સૌથી મોટી એક્શન એન્ટરટેનર હશે. જાણકારી અનુસાર, આ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી અને કૂલેસ્ટ એક્શન ફિલ્મ હશે. સલમાન ખાને ટાઈગર 3 ના મેકર્સને સારી તારીખો આપી છે, જેથી ટાઈગર 3 નું શૂટિંગ પ્લાનિંગ અનુસાર થઈ શકે. યશરાજ બેનર માર્ચથી લઇને સપ્ટેમ્બર સુધી ટાઈગર 3 નું શૂટિંગ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news