Amitabh Bachchan ઉછીના પૈસા અને મિત્રની ગાડી લઈને પેટ્રોલ પંપ પર ગયા, ત્યાં શું મળ્યું તો બદલાઈ ગઈ જિંદગી!
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન વિશે જાણવામાં લોકોને ખુબ રસ હોય છે. તેમની ફિલ્મી કરિયરના અનેક કિસ્સાઓ ફેમસ છે. પણ શું તેમના જીવન સાથે પેટ્રોલ પંપ પર બનેલો કિસ્સો તમે જાણો છો? પેટ્રોલ પંપ પર ગયા પછી કઈ રીતે બદલાઈ ગઈ અમિતાભ બચ્ચનની જિંદગી, આ કિસ્સો જાણવા જેવો છે. આ ફિલ્મે બદલ્યું હતું Amitabh Bachchan નું કરિયર, પેટ્રોલ પંપ પર બની હતી વિચિત્ર ઘટના.
ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન વિશે જાણવામાં લોકોને ખુબ રસ હોય છે. તેમની ફિલ્મી કરિયરના અનેક કિસ્સાઓ ફેમસ છે. પણ શું તેમના જીવન સાથે પેટ્રોલ પંપ પર બનેલો કિસ્સો તમે જાણો છો? પેટ્રોલ પંપ પર ગયા પછી કઈ રીતે બદલાઈ ગઈ અમિતાભ બચ્ચનની જિંદગી, આ કિસ્સો જાણવા જેવો છે. 'કોન બનેગા કરોડપતિ 13' (Kaun Banega Crorepati 13) ના 'એપિસોડમાં, હોસ્ટ અને મેગાસ્ટા અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) તેમના જીવનના ટર્નિગ પોઈન્ટ વિશે વાત કરી તે પોતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવ્યા તેમને અભિનેતા તરીકે કેવી રીતે સ્વીકારવામાં આવ્યા તે જણાવ્યું. અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાની પહેલી સફળતાનો કિસ્સો સંભળાવીને દરેકને આશ્ચર્યચકિત કરી દીધા.
શોમાં આવ્યા આ ખાસ મહેમાન:
મેગાસ્ટાર શોના મહેમાન પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) અને પ્રતીક ગાંધી (Pratik Gandhi) ની સાથે સમય વિશે વાતચિત કરતા જોવા મળશે. જ્યારે એક પેટ્રોલ પંપ પર લોકોએ બચ્ચનને ઓળખી લીધા હતા તે સમયનો અનુભવે અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પ્રતીક ગાંધી (Pratik Gandhi) સાથે શેર કર્યો હતો. તેમને જણાવ્યું તેમને પ્રથમ વખત લોકોએ ફિલ્મોમાં કામ કરવાના કારણે ઓળખ્યો હતો.
OMG! Bigg Boss ની વિનરની જિંદગી રમણભમણ! હોસ્પિટલમાં કચરા-પોતા કરતો Video થઈ ગયો વાયરલ
મિત્રની કારમાં ફરતા હતા બિગ બી:
બિગ બી (Big B) એ કહ્યું, 'મેં આનંદ (Ananad) ફિલ્મની શૂટીંગ પૂર્ણ કરી દીધી હતી. જે દિવસે આ ફિલ્મ રિલીઝ થવાની હતી તે સમયે હું મારા મિત્રની કાર લઈ ગયો હતો કેમ કે મારી જોડે કાર ન હતી અને કારમાં પેટ્રોલ ભરાવાના પણ મારી પાસે રૂપિયા ના હતા. મેં કોઈની જોડે 5થી 10 રૂપિયા ઉધાર લીધા અને બાજુના પેટ્રોલ પંપ પર જઈને પેટ્રોલ પુરાવ્યું.
Kapil Sharma વાળી અર્ચનાએ એવા બોલ્ડ સીન આપેલા કે લોકો એકલામાં જોતા પણ શરમાતા હતા!
જ્યારે લોકોએ અમિતાભ બચ્ચનને ઓળખી લીધા:
અમિતાભે વધુમાં કહ્યું કે, 'સવારે, હું બીજી ફિલ્મનું શૂટિંગ કરવા જતો હતો અને કારનું પેટ્રોલ પૂરું થયું. ફરીથી, હું એ જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા ગયો. જ્યારે હું પેટ્રોલ પુરાવતો હતો ત્યારે 4થી 5 લોકો મારી સામે જોઈ રહ્યા હતા, કારણ કે ફિલ્મ 'આનંદ' ત્યારે રિલીઝ થઈ હતી. ત્યારે જ મને સમજાયું કે લોકો મને ઓળખવા લાગ્યા છે અને મેં કંઈક યોગ્ય કામ કર્યું છે.
Controversial Photos: આ આપત્તીજનક તસવીરોએ 'બજાર' કર્યું ગરમ! થોડી જ સેકન્ડમાં સેકડો લોકોએ જોયા Pics
શુક્રવારે આવશે આ એપિસોડ:
આગામી શુક્રવારે મહેમાન પંકજ ત્રિપાઠી અને પ્રતીક ગાંધી હોટસીટ પર જોવા મળશે. તે એ કારણોના કારણે કોનબનેગા કરોપતિ રમશે કે જે કારણોનું તેઓ સમર્થન કરે છે. 'KBC 13' નો 'શાંદાર ફ્રાઇડે' એપિસોડ 1 ઓક્ટોબરના રોજ પ્રસારિત થશે.
સમયાંતરે સંભળાવે છે કિસ્સા:
તમને જણાવી દઈએ કે આજે પણ, અમિતાભ બચ્ચન વર્ક ફ્રન્ટ પર ખૂબ જ એક્ટિવ છે, બીજી બાજુ તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને બ્લોગ. દરેક જગ્યાએ અમિતાભ તેમના ચાહકો માટે કંઈક શેર કરતા રહે છે અને તે જ રીતે તેઓ તેમના ચાહકો સાથે સંપર્કમાં રહે છે.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
આ ફિલ્મોમાં જોવા મળશે:
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ઘણી ફિલ્મોમાં જોવા મળશે. તેણે નાગરાજ મંજુલેની 'ઝુંડ', ધર્મા પ્રોડક્શનની 'બ્રહ્માસ્ત્ર' તેમજ 'મેડે' અને 'ગુડ બાય' નો મુખ્ય ભાગ શૂટ કર્યો છે. આ સિવાય તે દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'ધ ઇન્ટર્ન'માં પણ ખાસ પાત્ર ભજવશે.
Hair Falls: મહિલાઓના માથામાંથી પણ વાળ ખરે છે, પરંતુ માત્ર પુરુષોને જ કેમ પડે છે ટાલ! જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube