ઝી બ્યૂરો, અમદાવાદઃ કુલી ફિલ્મના શૂટિંગ વખતે સદીના મહાનાયક અમિતાભ ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. એક ફાઈટ સીન શૂટ કરી રહ્યાં હતા ત્યારે એક્ટર પુનિત ઈસ્સારની ભૂલને કારણે અમિતાભનો જીવ જોખમમાં મુકાઈ ગયા હતો. જો એ સમયે કાદર ખાને મદદ ન કરી હોત કદાચ આજે સદીના મહાનાયક આપણી વચ્ચે ન હોત. ત્યારે આવા અજીજ દોસ્ત કાદર ખાન સાથે અમિતાભ બચ્ચને કેમ તોડી દીધો સંબંધ? અમિતાભને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? કેમ બન્નેએ કોઈ દિવસ ત્યાર પછી એક સાથે કામ ન કર્યું? કાદર ખાન જીવતા હતા ત્યારે આખી જિંદગી તેમને કઈ વાતનું દુઃખ રહ્યું? આવા અનેક સવાલોના જવાબો જાણવા માટે તમારે આ આર્ટીકલ વાંચવો જ પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...!



વર્ષ 2018માં પીઢ અભિનેતા કાદર ખાનનું નિધન થયું. કાદર ખાનનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અતુલ્ય યોગદાન રહ્યુ છે. કાદર ખાને વર્ષ 1972થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું. ન માત્ર તેઓ સારા અભિનેતા રહ્યા પરંતું તેમણે 200થી વધુ ફિલ્મો માટે ડાયલોગ રહ્યા. હિન્દી ફિલ્મોના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે કાદર ખાનની મિત્રતા ખૂબ જૂની હતી. પરંતું અમિતાભ બચ્ચનની એક વાત કાદર ખાનના મનમાં ખટકી જે બાદ તેમના વચ્ચેની મિત્રતા પહેલા જેવી ન રહી. કાદર ખાનના ઈન્ટરવ્યૂનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે અમિતાભ બચ્ચન સાથેના સંબંધ પર વાત કરી હતી.


Amitabh Bachchan અને Jaya Bachchan ની Love Story માં ક્યારે આવ્યો unknow twist


કાદર ખાને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મોમાં કર્યુ કામ:
દિવંગત અભિનેતા કાદર ખાને અમિતાભ બચ્ચન સાથે અદાલત, સુહાગ, મુકદ્દર કા સિકંદ્દર, નસીબ અને કુલી જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું,  કાદર ખાને અમિતાભ બચ્ચનની અમર અકબર એન્થની, સત્તે પે સત્તા અને શરાબી જેવી ફિલ્મો માટે ડાયલોગ લખ્યા હતા.

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા



કાદર ખાને અમિતાભ બચ્ચનને 'સર જી' કહી ન બોલાવ્યા:
કાદર ખાને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમણે કહ્યુ હતું- હું અમિતાભ બચ્ચનને અમિત કહીને બોલાવતો હતો. કાદર ખાન કોઈ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર સાથે બેસ્યા હતા. તે વ્યક્તિએ કાદર ખાનને કહ્યું- તમે 'સર જી' ને મળ્યા, મેં પૂછ્યું? કયા સર, ત્યારે અમિતાભ બચ્ચન સામેથી ચાલીને આવતા હતા તેમને કહ્યું- હું આમની વાત કરું છું, તે સમયે અમિતાભ બચ્ચનને બધાએ 'સર જી' કહીને બોલાવ્યા. મેં વિચાર્યું કે કોઈ પોતાના જીગરજાન મિત્ર કે ભાઈને બીજા નામથી શું કામ બોલાવે? કાદર ખાનના મોંઢેથી ત્યારે 'સર જી' શબ્દ ન નીકળ્યો. ત્યારથી કાદર ખાન અમિતાભ બચ્ચનના તે ગૃપમાંથી નીકળી ગયા.


Prepaid Phone ધારકો માટે રાહતના સમાચાર! ગ્રાહકો સરળતાથી રિચાર્જ કરી શકે તે માટે RBI ની મોટી જાહેરાત


કાદર ખાને ત્યારે અમિતાભ બચ્ચનની ફિલ્મ ખુદાગવાહ છોડવી પડી હતી. ગંગા જમના સરસ્વતી પણ કાદર ખાને અડધી લખી હતી. કાદર ખાન ત્યારે કુલી ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા અને તેમના ભાગનું શુટિંગ પૂર્ણ થઈ ગયુ હતું.  અમિતાભ બચ્ચને ત્યારે કાદર ખાનને કહ્યું- બે દિવસ પછી આપણે અન્ય ફિલ્મના શુટિંગનુ મુહૂર્ત કરીશું. ત્યારબાદ બે દિવસ બાદ અમિતાભ બચ્ચનના મોટાભાઈ અજિતાભ બચ્ચનનો ફોન આવ્યો- શુટિંગ દરમિયાન અમિતાભ ઘાયલ થયા છે, પછી અમિતાભની લાંબી સારવાર ચાલી અને એ ફિલ્મ પછી બની નહીં.


Taarak Mehta...ની આ એકટ્રેસનું ફિગર જોઈ બોયફ્રેન્ડથીના રહેવાયું, ફર્સ્ટ ડેટ પર જ સેક્સ કરવા કર્યો ફોર્સ, પછી બન્યુ એવું...


અમિતાભ બચ્ચન રાજકારણમાં જોડાય છે અને સાંસદ પણ બને છે, ત્યારબાદ તેમના કાદરખાન સાથે પહેલા જેવા સંબંધ થતા નથી. કાદર ખાનના પુત્ર સરફરાઝ ખાને એકવાર કહ્યુ હતું કે-  મારા પિતા અમિતાભ બચ્ચનને ખૂબ માનતા હતા અને પ્રેમ કરતા હતા, તે સમયે મારા પિતા અમિતાભ બચ્ચનને ખૂબ મિસ કરતા હતા. મને ખબર છે કે બંને વચ્ચે ખૂબ માન અને પ્રેમ રહ્યો છે.


શું તમારી પાસે છે 2 રૂપિયાનો જૂનો સિક્કો, તો તમે પણ બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે...


વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube