Amitabh Bachchan અને Jaya Bachchan ની Love Story માં ક્યારે આવ્યો unknow twist

Love story of Amitabh Bachchan-Jaya Bachchan: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan)ના 3 જૂન 1973ના રોજ લગ્ન થયા હતા. તેમના લગ્ન પાછળ પણ રસપ્રદ કહાની છે. જાણો તેમની લવસ્ટોરી વિશેની ખાસ વાતો. લગ્નના થયા 48 વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવર કપલને 'પહેલી નજરનો પ્રેમ' થયો હતો.

Jun 3, 2021, 07:30 PM IST

નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan)ના 3 જૂન 1973ના રોજ લગ્ન થયા હતા. તેમના લગ્ન પાછળ પણ રસપ્રદ કહાની છે. જાણો તેમની લવસ્ટોરી વિશેની ખાસ વાતો. લગ્નના થયા 48 વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવર કપલને 'પહેલી નજરનો પ્રેમ' થયો હતો. એ જયા જ હતી જેને 'ગુડ્ડી'ના સેટ પર બિગ બી (BIG B)ને જોતા જ તેમને એક અલગ જ પ્રકારનું આકર્ષણ થઈ ગયું હતું. આ જયા બચ્ચન માટે પ્રથમ નજરનો પ્રેમ હતો જેમને અમિતા બચ્ચન (Amitabh Bachchan)ને સુપર સ્ટાર બનતા પહેલા જોયા હતા. તે એક નજરની શૂટિંગ દરમિયાન બચ્ચનના પ્રેમમાં પડી ગઈ.

 

1/8

48 વર્ષોનો સુંદર સફર

48 વર્ષોનો સુંદર સફર

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan)ના 3 જૂન 1973ના રોજ લગ્ન થયા હતા. તેમના લગ્ન પાછળ પણ રસપ્રદ કહાની છે. જાણો તેમની લવસ્ટોરી વિશેની ખાસ વાતો. લગ્નના થયા 48 વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવર કપલને 'પહેલી નજરનો પ્રેમ' થયો હતો.

 

 

FACEBOOK, TWITTER અને INSTAGRAM Account ની સુરક્ષાનું આ રીતે રાખો ધ્યાન, હેકર નહીં કરી શકે હેક

2/8

જયાની પહેલી મુલાકાત

જયાની પહેલી મુલાકાત

જયા બચ્ચન (Jaya Bachchan)ને જણાવ્યું હતું કે મને તેમની સાથે ગુડ્ડી સેટ પર મળાવવામાં આવી હતી. હું એમના પ્રભાવિત હતી પરંતુ થોડી અસમંજસમાં હતી કેમકે તેઓ હરીવંશરાયના પુત્ર હતા. મને લાગ્યું કે તે અલગ છે જો કે મેં એવું કહ્યું તો લોકો મારા પર હસવા લાગ્યા. મે મારી ભાવનાઓને વ્યક્ત કરતા કહ્યું કે તે ખૂબ આગળ વધશે. હું જાણતી હતી કે તે સામન્ય સ્ટીરિયોટાઈપ નાયક ન હતા મને તેમનાથી ખૂબ ઝડપથી પ્રેમ થઈ ગયો હતો.

 

 

Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં દેખાતી આ હોટ હસીના કોણ છે? એનું ફિગર જોઈને તમે પણ હલી જશો!

3/8

આખરે શું છે 'લંડન' વાળો ટ્વિસ્ટ

આખરે શું છે 'લંડન' વાળો ટ્વિસ્ટ

જયા બચ્ચન સાથે લગ્ન સમયને યાદ કરતા અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાના બ્લોગ પર લખ્યું કે, 'હું એજ સોસાયટીના 7માં માર્ગ પર ભાડાના મકાનમાં રહેતો હતો. અમારા લગ્ન નક્કી થઈ ગયા હતા. કોઈ મોટું ફંગ્સન કરવાનું ન હતું.  બસ બે પરિવાર અને થઈ ગયું. જંજીરની સફળતાની સાથે અમારા બધાનું આયોજન હતું કે જો આ સારુ રહ્યું તો આપડે અને આપડા મિત્રો 'લંડન' રજાઓ મનાવા જઈશું.

 

 

તમારા Phone માં અવાજ Clear નથી આવતો? તો ઘરે બેઠા આવી રીતે કરો રિપેર

4/8

પિતાએ અચાન આપી દીધો આ આદેશ

પિતાએ અચાન આપી દીધો આ આદેશ

બીગ બી એ કહ્યું, 'માતા-પિતા તકની શોધમાં હતા અથવા તો એવું કહો કે અમારા ઈંગ્લેન્ડ જવાવાળા મિત્રો પર પિતાજીનો સવાલ આવ્યો, નામોનો ખુલાસો થયો. તેમને પિતાજીએ પૂછ્યું જયા પણ તમારી સાથે જઈ રહી છે? તમે બન્ને એકલા છો? આ સવાલમાં મે હા કહ્યું, પછી પિતાજીએ કહ્યું કે જો તમારે લગ્ન કરીને જવું છે? પિતાજીના આ પ્રશ્નમાં મે જવાબ 'હા' આપ્યો. પંડિત અને પરિવારના લોકોને જાણ કરવામાં આવી. બીજા દિવસે બધુ જ તૈયાર થઈ ગયું. અને જોત જોતામાં લગ્ન પૂર્ણ થઈ ગયા.

 

 

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

5/8

લગ્ન પછી જયાએ લીધો બ્રેક

લગ્ન પછી જયાએ લીધો બ્રેક

લગ્ન પછી જયા બચ્ચને થોડા વર્ષો કામ કર્યું અને પછી પોતાના પરિવારની સાળસંભાળ માટે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, 'દરેક લગ્ન અને ચેલેન્જ છે અને તે આમાંથી અલગ ન હતી. જયા વિશે એક એવી વાત જે મન ખૂબ સારી લાગે છે. તે વાત એ છે કે, તેને ફિલ્મોને નહીં, ઘરને પ્રાથમિકતા આપી અને આ તેનો પોતાનો જ નિર્ણય હતો'.

 

Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી

6/8

જયા બચ્ચનને છે પતિ પર ભરોસો

જયા બચ્ચનને છે પતિ પર ભરોસો

જયા બચ્ચનને અમિતાભ બચ્ચન અંગે ચાલતી લવ અફેર્સની અફવા વીશે પૂછવામાં આવ્યું. તો તેમને કહ્યું, 'મને મારા પર પૂરો ભરોસો છે અને હું આ સદયોગને જાણું છું તેમને જે પણ કંઈ કર્યું છે તેને લઈને મને ક્યારે પણ અસુરક્ષિત લાગ્યું નથી'

 

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

7/8

અમિતાભ બચ્ચને કહી હતી આ વાત

અમિતાભ બચ્ચને કહી હતી આ વાત

જયા બચ્ચનની સાથે પોતાના વૈવાહીક જીવન અંગે અમિતાબ બચ્ચને કહ્યું. ' કોઈ પણ લગ્ન જીવનમાં ઉતાર-ચડાવ રહે છે. જયા એક દમ નિખાલસ અને સિધી છે. જ્યારે હું એકલો રહેવા માંગુ છું ત્યારેં તે મને એકલો મુકી દે છે'.

 

 

આ દિગ્ગજ ક્રિકેટરોએ દેશ માટે બનાવ્યા અઢળક રન, પરંતુ વિદાય મેચ માટે જોતાં રહ્યા રાહ

8/8

આ ફિલ્મમાં જોવા મળ્યા સાથે

આ ફિલ્મમાં જોવા મળ્યા સાથે

બિગ બી અને જયાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જે બ્લોકબાસ્ટર રહી છે જેવી કે 'બંસી બિરજૂ', 'ગુડ્ડી', 'એક નજર', 'જંજીર', 'અભિમાન',  'ચુપકે ચુપકે', 'શોલે', 'સિલસિલા' અને 'કભી ખુશી કભી ગમ'

 

 

Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...!