મુંબઈ : ફિલ્મ ‘આશિકી-2’ના ગીત ‘સુન રહા હૈ ના તુ’ ફેમ અંકિત તિવારીને ત્યાં એક નવા મહેમાનનું આગમન થયું છે. વોઈસકિંગ અંકિત તિવારીને ત્યાં દીકરીના પિતા બની ચૂક્યો છે. આ પ્રસંગે તેણે એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાની પત્ની સાથે જોવા મળ્યો હતો. અંકિતે પોતાનો આ ફોટો શેર કરતા લખ્યું હતું કે, ભગવાને મને આ નવા વર્ષે એક સારી એવી ગિફ્ટ આપી છે. આ દુનિયામાં તારું સ્વાગત છે. અંકિતની પત્નીએ 28 ડિસેમ્બર, 2018ના દિવસે દીકરીને જન્મ આપ્યો છે. 


ગોવિંદાની શ્રદ્ધાંજલિ વાંચીને કાદર ખાનનો દીકરો બરાબર ભડક્યો, કહી બેઠો ન કહેવાનું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંકિતે પોતાની સિંગિગ કરિયરની શરૂઆત જિંગલ્સ બનાવવાથી કરી હતી. તેણે અનેક સિરિયલ્સ માટે મ્યુઝિક કમ્પોઝ કર્યું છે અને તેને પહેલીવાર 2012માં ફિલ્મ 'આશિકી 2'નું એક ગીત ગાવાની તક મળી. ફિલ્મ ‘આશિકી-2’ના ગીત ‘સુન રહા હૈ ના તુ’  સુપરહિટ સાબિત થયું હતું અને પછી તેને અનેક ગીતો ગાવાની તક મળી હતી.  તેણે 'એક વિલન'નું ગીત 'તેરી ગલિયાં' પણ ગાયું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...