નવી દિલ્હીઃ નાના પડદા પર સૌથી વધુ પસંદ કરેતા શોમાંથી એક અનુપમા (Anupamaa) શરૂઆતથી દર્શકોના દિલમાં વસી ગયા છે. આ શો ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુક્યો છે. શોમાં કાવ્યાની ભૂમિકા નિભાવી રહેલી મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ની વહૂ મદાલસા શર્મા (Madalsa Sharma) હંમેશા ચર્ચામાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ચર્ચામાં આવી મદાલસા
હવે મદાલસા પોતાના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. હાલમાં અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મદાલતા પોતાના કો-સ્ટાર સુધાંશુ પાંડે સાથે  'I Feel Good' ગીત પર રોમેન્ટિક ડાન્સ કરી રહી છે. 


કાવ્યાએ વનરાજ સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ



આ દરમિયાન બંનેના ડાન્સ મૂવ્સ અને સ્ટેપ્સ કમાલનો છે. ફેન્સને મલાદસા-સુધાંશુની કેમિસ્ટ્રીએ દીવાના બનાવી દીધી છે. વીડિયોમાં બંને હાથોમાં હાથ નાખી રોમેન્ટિક ડાન્સ કરી રહ્યાં છે. ફેન્સની સાથે તમામ યૂઝર્સ વીડિયો પર કોમેન્ટ કરી અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. વીડિયોમાં અભિનેત્રીના લુકની વાત કરીએ તો તે પિંક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તો સુધાંશુ બ્લેક શર્ટમાં જોવા મળી રહ્યો છે. 


આ પણ વાંચોઃ અચાનક ગુમ થઈ ગયો સારા અલી ખાનનો ફોટો, અભિનેત્રીએ કેમેરા સામે લગાવી દોડ


ફેન્સ માટે પોસ્ટ કરતી રહે છે મદાલસા
મહત્વનું છે કે મદાલસા પોતાના ફેન્સની સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે પોતાની તસવીર અને વીડિયો શેર કરતા રહે છે. અભિનેત્રી આજે જે મુકામ પર છે, ત્યાં તેના ફેન્સ એક ઝલક મેળવવા માટે આતૂર રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube