અચાનક ગુમ થઈ ગયો સારા અલી ખાનનો ફોટો, અભિનેત્રીએ કેમેરા સામે લગાવી દોડ

જાણીતી અભિનેત્રી સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જોવાઈ રહ્યો છે. જેમાં સારા અચાનક કેમેરાની સામે ભાગવા લાગી.   

Updated By: Dec 4, 2021, 07:05 PM IST
અચાનક ગુમ થઈ ગયો સારા અલી ખાનનો ફોટો, અભિનેત્રીએ કેમેરા સામે લગાવી દોડ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા કારથી ઉતરે છે અને અચાનક દોડવા લાગે છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો વિચારી રહ્યાં છે કે સારા શું કામ દોડ લગાવી રહી છે. હવે તેનું કારણ સામે આવ્યું છે. 

સારાનો મોબાઇલ ખોવાયો
જાણીતા ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયા પર સારા અલી ખાનનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સારા પરેશાન દેખાઈ રહી છે. હવે તેને ત્યાં હાજર ફોટોગ્રાફરે તેને પરેશાનીનું કારણ પૂછ્યુ તો તેણે કહ્યું કે, તેનો ફોન ખાવાય ગયો છે. ત્યારબાદ તે દોડતી જોવા મળી હતી.

ફેન્સે પૂછ્યુ- ફોન મળ્યો કે નહીં
સારાના આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. આ વીડિયો વાયરલ થતાં સારાના ફેન્સ પરેશાન થઈ ગયા. ત્યાં સુધી કે ફેન્સ કોમેન્ટ કરીને પૂછી રહ્યાં છે કે ફોન મળ્યો કે નહીં. 

આ પણ વાંચોઃ 21 વર્ષ, 1000 એપિસોડ, KBCની સફર જોઈને ભાવુક થયા બોલિવુડ મહાનાયક, આંખો લૂછતા કહી એવી વાત કે...

સારાએ બધાની સામે જોડ્યા હાથ
વીડિયોમાં સારા અલી ખાન પોઝ આપતી જોવા મળી. ફોટોગ્રાફરે સારાને માસ્ક ઉતારીને ન માત્ર પોઝ આપવા કહ્યું પરંતુ તેને નમસ્તે કરવાનું પણ કહ્યું. હંમેશાની જેમ સારાએ ફોટોગ્રાફરની આ વિનંતીનો સ્વીકાર કર્યો હતો. સારાએ પહેલા માસ્ક ઉતારકરીને પોઝ આપ્યા અને બાદમાં હાથ જોડીને નમસ્તે પણ કહ્યું હતું. 

સૂટમાં જોવા મળી અભિનેત્રી
સારા અલી ખાન વીડિયોમાં પ્રિન્ટેડ સૂટ પહેરીને જોવા મળી. વીડિયોમાં સારાની સાદગીએ ફેન્સનું ધ્યાન ખેંચ્યુ તો તેનો પ્રેમ ભર્યો નેચર પણ લોકોનું દિલ જીતી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube