મુંબઈ : તામિલ ફિલ્મના એક્ટર અરવિંદ સ્વામીએ 'રોઝા' અને 'બોમ્બે' જેવી ફિલ્મોમાં કામ કરીને આખા ભારતની યુવતીઓના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. હાલમાં ચાલી રહેલા  ઇન્ડિયા ટુડે કોન્કલેવ 2018ના બીજા દિવસે 'Life in two acts: The Reel and the real' સેશન દરમિયાન તેણે ચર્ચાસ્પદ MeToo મુવમેન્ટ વિશે બહુ સ્પષ્ટ રીતે વિચારો વ્યક્ત કર્યા હતા જે સીધા દિલને સ્પર્શી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રેકિંગ : શાહરૂખે વાતવાતમાં ખોલ્યું સિક્રેટ આમિરની આગામી ફિલ્મનું, છેડાઈ શકે છે વિવાદનો મધપુડો


અરવિંદ સ્વામીએ કહ્યું છે કે હું MeToo મુવમેન્ટનું સ્વાગત કરું છું પણ એ સ્થિતિમાં કોઈ સ્ટેન્ડ લઈ શકું એમ નથી જેમાં પીડિતો કોઈ ખાસ જાણકારી શેયર કર્યા વગર ફરિયાદ કરે છે. જોકે હું એવા કોઈનું સમર્થન નથી કરતો જે આરોપીઓનું સમર્થન કરું છું. સિનેમાના સ્ક્રિન પર બીજી ઇનિંગ રમવા માટે તૈયાર અરવિંદે લિરિસિસ્ટ વૈરામુથુ પર લગાવવામાં આવેલા યૌન શોષણના આરોપો વિશે પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. તેણે કહ્યું છે કે આ વિશે જ્યાં સુધી વધારે જાણકારી નહીં મળે ત્યાં સુધી આ માત્ર મારો અભિપ્રાય રહેશે. 


[[{"fid":"196131","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


લાંબા સમયથી ફિલ્મના પડદાથી દૂર રહેલા અરવિંદ સ્વામીએ સ્પષ્ટતા કરી છે કે તે એક્ટિંગ નથી છોડી રહ્યો પણ આવતા વર્ષથી ડિરેક્શનના ફિલ્ડમાં એન્ટ્રી લઈ રહ્યો છે. અરવિંદે જણાવ્યું કે તે જ્યારે માત્ર 20 વર્ષનો હતો ત્યારે ત્યારે મોડલિંગ શરૂ કર્યું હતું. આ પછી તેને ફિલ્મો મળી અને તે મણિનો હાથ પકડીને આગળ વધતો રહ્યો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...