નવી દિલ્હી: રિયા ચક્રવર્તી (Reha Chakraborty)  કોઈ માસૂમ નહીં પરંતુ ખુબ જ ચાલાક યુવતી છે. તે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને ડ્રગ્સના જાળમાં બરાબર ફસાવવા માટે જ તેની પાસે ગઈ હતી. NCBએ કોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતના નિધન પર 'મૌન તોડ્યું', જાણો શું કહ્યું?


ડ્રગ્સ રેકેટની એક્ટિવ મેમ્બર છે રિયા
સુશાંત મોત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલી એજન્સી નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ કોર્ટમાં જાણકારી આપી છે કે અભિનેત્રી રિયા ચક્રવર્તી ડ્રગ સિન્ડિકેટની એક્ટિવ મેમ્બર હતી. જેમાં હાઈ સોસાયટીના અનેક જાણીતા લોકો અને ડ્રગ્સ સપ્લાયર્સ સામેલ રહ્યા છે. રિયા ચક્રવર્તી પૂરેપૂરી ભાનમાં અને પ્લાનિંગથી ડ્રગ્સનો ધંધો કરતી હતી. 


NCB આગળ ભાંગી પડી સારા, સુશાંત વિશે જે વાત અત્યાર સુધી છૂપાવી રાખી હતી તે સ્વીકારી લીધી


સુશાંત સાથે રહીને સુશાંતને આપ્યો દગો
નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓના જણાવ્યાં મુજબ "એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સંપૂર્ણ પરિદ્રશ્યને જોતા એવું સામે આવે છે કે રિયા ચક્રવર્તી  એ વાતથી સંપૂર્ણપણે માહિતગાર હતી કે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સનું સેવન કરે છે અને આ દરમિયાન તેણે માત્ર પ્રોત્સાહન આપ્યું એટલું જ નહીં પરંતુ તેમનાથી પૂરેપૂરી રીતે આ વાત છૂપાવી રાખી હતી." સુશાંતના મોત કેસમાં રિયાની ભૂમિકા અંગે અત્યાર સુધીનો આ સૌથી મોટો ખુલાસો છે. 


સુશાંત વિરુદ્ધ અપરાધિક ષડયંત્ર
NCBએ રિયા ચક્રવર્તીને અપરાધી ગણતા તેની જામીન અરજીનો પ્રખર વિરોધ કર્યો અને કહ્યું કે તેના વિરુદ્ધ અનેક એવા પુરાવા મળ્યા છે કે જેનાથી જાણવા મળે છે કે તે ડ્રગ ટ્રાફિકિંગમા સામેલ રહી છે. એનસીબીએ સ્પષ્ટ કર્યું કે એક અપરાધિક ષડયંત્ર હેઠળ રિયાએ ડ્રગ્સની લેવડદેવડ માટે અનેક લોકોનું સમર્થન કર્યું, તેમને આમ કરવા માટે પ્રોત્સાહન આપ્યું અને પૈસા થકી પણ તેમની મદદ કરી. 


Drugs Case: પૂછપરછમાં 'ઢાંકપિછોડો' કર્યો, પણ ચાલાક NCBની એક ચાલ અને બધાનું કામ તમામ!


રિયાએ પણ કોર્ટમાં કર્યો છે સ્વીકાર
એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં દાખલ એક સોગંદનામામાં રિયાએ નિવેદન આપ્યું છે કે તેણે સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંતને સુશાંતના સેવન માટે જે ડ્રગ્સ લીધુ હતું તેના પૈસા ચુકવ્યા હતાં. એનસીબીએ કહ્યું કે સ્પષ્ટ છે કે જે ડ્રગ્સ માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા તે ખાનગી ઉપયોગ માટે નહતા પરંતુ  આ કામ બીજા કોઈને ડ્રગ્સ આપવા માટે કરાયું હતું અને એનડીપીસી 1985ની કલમ 27એ હેઠળ આવે છે. 


સુશાંતની જેમ જ ફાંસી લગાવીને બિહારના એક કલાકારે મુંબઈમાં આત્મહત્યા કરી


એજન્સીએ વધુમાં કહ્યું કે રિયાએ પોતાના ઘર પર ડ્રગ્સ રાખવાની અને સુશાંતને સેવન કરાવવાની પણ મંજૂરી આપી. એનસીબીએ કહ્યું કે આ મામલો હવે એનડીપીએસ  (નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સિસ એક્ટ) હેઠળ પણ આવે છે. આથી તેના પર હવે તેમનો પણ અધિકાર છે. (ઈનપુટ-IANS)


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube