મુંબઈ: લોકપ્રિય ફિલ્મ શોલેમાં સૂરમા ભોપાલીની ભૂમિકા ભજવીને લોકોના હ્રદયમાં ખાસ જગ્યા બનાવી લેનારા જાણીતા અભિનેતા જગદીપનું 81 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ કેન્સરથી પીડાતા હતાં. ફિલ્મ દુનિયામાં જગદીપના નામથી જાણીતા આ કલાકારનું સાચું નામ સૈયદ ઈશ્તિયાક અહેમદ જાફરી હતું. કુટુંબના નીકટના લોકોના જણાવ્યાં મુજબ બુધવારે બાન્દ્રાના પોતાના ઘરે રાતે સાડા આઠ વાગ્યે તેમનું નિધન થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જગદીપે લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું પરંતુ 1975માં આવેલી ફિલ્મ 'શોલે'ના સૂરમા ભોપાલીના પાત્રએ તેમને અદભૂત લોકપ્રિયતા અપાવી. તેમણે 'પુરાના મંદિર'માં મચ્છર, 'અંદાઝ અપના અપના'માં સલમાન ખાનના પિતાની યાદગાર ભૂમિકા પણ ભજવી. તેમના પરિવારમાં બે પુત્ર જાવેદ અને નાવેદ જાફરી છે. 


જાણો કેવી રીતે મળ્યો હતો તેમને 'સૂરમા ભોપાલી'નો રોલ
એક ઈન્ટરવ્યુમાં આ અંગે જગદીપે કહ્યું હતું કે તેઓ એક ફિલ્મમાં કોમેડિયન હતાં. પરંતુ તેમને જે ડાયલોગ આપવામાં આવ્યાં હતાં તે ખુબ લાંબા હતાં. ફિલ્મ નિર્દેશકને આ અંગે જણાવ્યું તો તેમણે કહ્યું કે આ ફિલ્મના લેખક સલીમ જાવેદ છે. જાવેદ નજીક જ બેઠા છે તો તમે તેમની સાથે વાત કરી લો. જાવેદને જ્યારે સમસ્યા જણાવી તો તેમણે તેમનો રોલ નાનો કરતા માત્ર પાંચ જ લાઈનમાં વાત પૂરી કરી નાખી. ત્યાંથી જ તેમની મિત્રતા થઈ ગઈ. મોટાભાગે સાંજે તેઓની મુલાકાત થવા લાગી. એકવાર આ જ દરમિયાન તેમણે ભોપાલી અંદાજમાં કઈંક કહ્યું. તે વાત તેમના ધ્યાનમાં રહી અને જ્યારે 'શોલે'માં તક મળી તો તેમણે એજ અંદાજ અપનાવ્યો હતો. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube