નવી દિલ્હી: સુશાંત મામલે સીબીઆઇની તપાસ ઝડપી કરી છે. હવે સમાચાર આવી રહ્યાં છે આ કેસમાં સીબીઆઇ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવા જઇ રહી છે. રિયાને સીબીઆઈ મારફત પૂછપરછ માટે સમન્સ આપી શકાય છે. રિયાને સોમવારે પૂછપરછ માટે બોલાવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Sushant Case: પુરાવાની શોધમાં સુશાંતના ઘરે પહોંચી CBI, સિદ્ધાર્થ અને નીરજ પણ પહોંચ્યા


રિયાની સીબીઆઇ કરશે પૂછપરછ
જણાવી દઇએ સુશાંત કેસમાં રિયા ચક્રવર્તી પર અનેક પ્રકારના આરોપો લાગ્યા છે. સુશાંતના પિતા કે.કે.સિંઘની FIRમાં રિયા પર ઘણા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમને બ્લેકમેઇલ કરવાથી લઇને સુશાંતને છેતરવા સહિતની વાત કરી છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રિયાએ સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. આ સિવાય સુશાંતના પિતાએ એમ પણ કહ્યું કે રિયાએ સુશાંતને પરિવારથી અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો. રિયા, સુશાંતને કોઈને પણ મળવા દીધી નહોતી. હવે સીબીઆઈ આ તમામ પાસાઓ પર રિયાને સવાલ અને જવાબ કરી શકે છે.


આ પણ વાંચો:- ચેતન ભગતનો દાવો- 'છિછોરે'મા ક્રેડિટ ન મળવાથી પરેશાન હતો સુશાંત


આ સમયે આખો કેસ રિયા ચક્રવર્તીની આસપાસ ફરે છે. આ કેસમાં દરરોજ થતા નવા નવા ઘટસ્ફોટ રિયાની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. ઇડીએ રિયા પર બે વખત પૂછપરછ પણ કરી છે. તેમની આવકના સોર્સથી લઈને નવી કંપનીઓ વિશે જાણવા, ઘણા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- ટીવી-ફિલ્મોના શૂટિંગ માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન, આ નિયમનું પાલન ફરજીયાત


આ સિવાય સોશિયલ મીડિયા પર રિયા અને મહેશ ભટ્ટની એક ચેટ પણ વાયરલ છે. વાયરલ ચેટ જોઈને ખબર પડી છે કે, રિયાએ ખુદ સુશાંતને છોડી દીધી હતી. 8 જૂને, તેણી પોતે સુશાંતના ઘરેથી નીકળી ગઈ. મહેશ ભટ્ટના કહેવાથી આ બધું કર્યું. આવી સ્થિતિમાં સીબીઆઈ રિયાને ઘણા કડક પ્રશ્નો પૂછી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર