ટીવી-ફિલ્મોના શૂટિંગ માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન, આ નિયમનું પાલન ફરજીયાત
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય (MIB) તરફથી મીડિયા ઇન્ડસ્ટ્રીઝ માટે એસઓપી જારી કરી દેવામાં આવી છે. ફિલ્મ-ટીવીના શૂટિંગ સમયે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીવી-ફિલ્મોના શૂટિંગ માટે વિસ્તૃત ગાઇડલાઇન જારી કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારે એસઓપી ટ્વીટ કરી જણાવ્યું કે, તેનાથી ક્રૂ માટે સુરક્ષિત માહોલ બનાવવામાં મદદ મળશે. ગાઇડલાઇન્સમાં બધી જગ્યાઓ પર ફેસ માસ્કના પ્રયોગ અને ફિઝિકલ ડિસ્ટેન્સિંગને ફરજીયાત કરવામાં આવ્યું છે. આ એક્ટરો પર લાગૂ થશે નહીં. સીટિંગ, કેટરિંગ, ક્રૂ પોઝિશન, કેમેરા લોકેશનમાં અંતર જાળવવું પડશે. રેકોર્ડિંગ સ્ટૂડિયો, એડિટિંગ રૂમમાં પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. હાલ સેટ્ર પર ઓડિયન્સને આવવાની મંજૂરી આપવામાં આવી નથી.
केंद्रीय मंत्रा @PrakashJavdekar ने फिल्म और टीवी कार्यक्रम की शूटिंग के लिए मानक संचालन प्रक्रिया जारी की
इन बातों का ध्यान रखना होगा जरूरी👇#COVID19 #IndiaFightsCorona pic.twitter.com/GeKqPniRY8
— पीआईबी हिंदी (@PIBHindi) August 23, 2020
નવી ગાઇડલાઇનમાં શું છે?
- કેમેરાની સામે એક્ટરોને છોડીને બધા માટે ફેસ કવર્સ/માસ્ક ફરજીયાત.
- દરેક જગ્યાએ 6 ફુટનું અંતર ફોલો કરવામાં આવે.
- મેકઅપ આર્ટિસ્ટ, ડેયર સ્ટાયલિસ્ટ પીપીઈ યૂઝ કરશે.
- વિગ, કોસ્ચ્યૂમ્સ અને મેકઅપની શેયરિંગ ઓછી થાય.
- શેર થનારી વસ્તુનો ઉપયોગ કરવા સમયે ગ્લવ્સ યૂઝ કરો.
- માઇકના ડાયફ્રામથી સીધો સંપર્ક ન રાખવામાં આવે.
- પ્રોપ્સનો ઓછામાં ઓછો ઉપયોગ થાય, બાદમાં સેનેટાઇઝ કરવામાં આવે
- શૂટ પર કાસ્ટ એન્ડ ક્રૂ ઓછામાં ઓછા હોય
- આઉટડોર શૂટિંગ માટે લોકલ ઓથોરિટીની મંજૂરી
- શૂટ લોકેશન પર એન્ટ્રી/એક્ઝિટના અલગ-અલગ પોઈન્ટ હોય
- વિઝિટર્સ/ઓડિયન્સને સેટ પર આવવાની મંજૂરી નહીં.
मीडिया जगत के लिए सुरक्षात्मक उपाय, शूटिंग के दौरान कम में कम संपर्क के लिए उपाय👇 pic.twitter.com/xn9AWosHno
— पीआईबी हिंदी (@PIBHindi) August 23, 2020
ઓછામાં ઓછો સંપર્ક થાય, આ ટાર્ગેટ
જાવડેકરે કહ્યું કે, એસઓપી શૂટ સ્થળો અને અન્ય કાર્ય સ્થાનો પર જરૂરી સામાજીક અંતરને નક્કી કરે છે. સાથે તેમાં યોગ્ય સ્વચ્છતા, ભીડ મેનેજમેન્ટ અને સુરક્ષાત્મક સાધનો માયે જોગવાઇ સહિત ઉપાયો સામેલ છે. તેમણે ટ્વીટ કર્યું, 'ઓછામાં ઓછો સંપર્ક એસઓપીમાં મૂળભૂત છે. આ ઓછામાં ઓછા શારીરિક સંપર્ક અને હેર સ્ટાઇલિસ્ટો દ્વારા પીપીએ, પ્રોપ્સ શેર કરવા અને બીજા વચ્ચે મેકઅપ કલાકારો દ્વારા નક્કી કરવામાં આવશે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે