નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત ( Sushant Singh Rajput )ના મોત ( Death case)ના મામલે રિયા ચક્રવર્તીને સીબીઆઇ (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆર (FIR)માં એક આરોપીના રૂપમાં દાખલ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર એજન્સીને બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરવા માટે કહ્યાના એક દિવસ બાદ, એજન્સીએ રિયા ચક્રવર્તી અને તેમના પરિવારના સભ્યો સહિત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત સિંહ રાજપૂતના પરિજનોની ફરિયાદ બાદ બિહાર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસના આધારે આ એફઆઇઆર નોંધવામાં આવી. સીબીઆઇના સંયુક્ત નિર્દેશક મનોજ શ્રીધર તપાસનું નેતૃત્વ કરશે. આ પહેલાં કેસમાં બિહાર પોલીસ દ્વારા તપાસના મુદ્દે મહારાષ્ટ્ર અને બિહાર સરકરો વચ્ચે બોલાચાલી જોવા મળી હતી.


FIR માં તેમને બનાવવામાં આવ્યા આરોપી
CBI એ રિયા, તેમના પિતા ઇંદ્રજીત ચક્રવર્તી, માં સંધ્યા ચક્રવર્તી, ભાઇ શોવિક ચક્રવર્તી, સુશાંતના ઘરના મેનેજર સૈમુઅલ મિરાંડ, શ્રૃતિ મોદી અને અન્ય નામ દાખલ કરવામાં આવ્યા છે. રિયા ચક્રવર્તી અને અન્ય વિરૂદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા, ષડયંત્ર રચવા, ચોરી, છેતરપિંડી અને ધમકી આપવા સહિત ભારતી દંડ સંહિતાના વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સીબીઆઇના પ્રવક્તાએ કહ્યું કે એજન્સીએ બિહાર સરકારના અનુરોધ અને કેન્દ્ર સરકારની અધિસૂચના બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે એજન્સી પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનના કેસને પોતાના હાથમાં લેતા તપાસ દાયરો વધાર્યો છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube