મુંબઈ : દીપિકા પાદુકોણ (Deepika Padukone)ના ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. દીપિકાની ફિલ્મ ‘છપાક’ (Chhapaak)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દીપિકાની આ ફિલ્મ પ્રોમિસિંગ લાગી રહી છે. દીપિકા આ ફિલ્મ થકી ફરી એકવાર દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર થઈ ગઈ છે. આ ફિલ્મની કહાણી એસિડ અટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલ (Laxmi agarwal)ના જીવન પર આધારિત છે. દીપિકાના પાત્રનું નામ આ ફિલ્મમાં માલતી છે. માલતી પર એસિડ અટેક થયા બાદનો ઘટનાક્રમ દર્શાવવામાં આવ્યો છે. દીપિકાએ આ ફિલ્મમાં માલતીનું પાત્ર આત્મસાત કરી લીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rangoli Chandelનો Alia Bhatt પર અવોર્ડ ફિક્સિંગનો આરોપ, જુઓ ટ્વિટ


'છપાક'માં એક એસિડ હુમલાની પીડિતાના જીવનને રજૂ કરવામાં આવશે અને તે લોકો માટે તે એક પ્રેરણા છે જેણે આ પ્રકારની સ્થિતિનો સામનો કર્યો છે. મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 


લાગ્યો હતો સેક્સ રેકેટમાં શામેલ હોવાનો ખોટો આરોપ, લગ્નના ગણતરીના મહિનાઓમાં કરી પતિથી અલગ થવાની જાહેરાત


બોલિવૂડ લાઇફને મળેલી ખાસ જાણકારી પ્રમાણે દીપિકા 'છપાક' પછી ફિલ્મી પડદાથી દૂર થઈ જવાનું પ્લાનિંગ કરી રહી છે. દીપિકાએ ગયા વર્ષે જ લગ્ન કર્યા છે અને હવે તે પરિવારને પ્રાથમિકતા આપવા માગે છે. દીપિકા હવે પરિવારને વધારવાનું પ્લાનિંગ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે દીપિકા લગ્ન પછી ખુશ છે. હાલમાં રણવીર અને દીપિકાએ આ મામલે કોઈ નક્કર નિર્ણય નથી લીધો. હાલમાં તેઓ પોતાની પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત છે અને આ કમિટમેન્ટ પુરું કર્યા પછી જ બંને આ મામલે નિર્ણય લેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક