Chrisann Pereira Arrest: બોલિવૂડ એક્ટ્રેસ ક્રિશન પરેરા (Chrisann Pereira ) વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 'સડક 2' ફેમ અભિનેત્રી છેલ્લા બે અઠવાડિયાથી શારજાહ સેન્ટ્રલ જેલમાં કેદ છે. અભિનેત્રી પર ડ્રગ સ્મગલિંગના સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. અભિનેત્રીના પરિવારનું કહેવું છે કે ક્રિશ્નને ફસાવવામાં આવી છે. તે વેબ સિરીઝ માટે ઓડિશન આપવા દુબઈ ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'સડક 2' અને 'બાટલા હાઉસ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બોલિવૂડ એક્ટ્રેસ ક્રિશન પરેરાની સંયુક્ત આરબ અમીરાતમાં ધરપકડ કરવામાં આવી છે. તે ડ્રગ સ્મગલિંગ કેસમાં શારજાહ સેન્ટ્રલ જેલમાં કેદ છે. તાજેતરની માહિતી અનુસાર, ક્રિશન લગભગ બે અઠવાડિયાથી જેલમાં છે. ભારતીય વાણિજ્ય દૂતાવાસે અભિનેત્રીની ધરપકડ અંગે પરિવારને જાણ કરી છે. જો કે, પરિવારનો દાવો છે કે આ કેસમાં ક્રિશન આરોપી નહીં પરંતુ પીડિતા છે.


Buying Property: ઘર ખરીદવું કે ભાડે રહેવું સારું? જાણી લો તમારા ફાયદાનું ગણિત
કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી? જાણી લો કઈ ખરીદવાથી તમને મળશે અધધ... વળતર
ગરમીમાં કારનું રાખો ખાસ ધ્યાન, નહીં તો લક્ઝુરિયસ કાર બની જશે ખટારો


એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ, ક્રિસન પરેરા શારજાહ એરપોર્ટ પર ઉતર્યા પછી તરત જ ત્યાં હાજર અધિકારીઓએ તેની ધરપકડ કરી લીધી. ત્યારથી તેના પરિવારનો સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ભારતીય વાણિજ્ય દૂતાવાસનું કહેવું છે કે અભિનેત્રીની ધરપકડના 72 કલાક બાદ તેમને જાણ કરવામાં આવી હતી.

ઓનલાઈન હોટલનું બુકિંગ કરાવો છો તો રહેજો સાવચેત, હોટલ બુક નહીં થાય અને રૂપિયા જશે
Love Story : એક લંગડી મરઘીના પ્રેમમાં પાગલ કૂકડો, એ દૂર થાય તો ધમપછાડા કરે છે મજનુ!
'Insta Jockey' તરીકે કરી હતી શરૂઆત, આજે લોકોના દિલ પર રાજ કરે છે આ છોકરી


માતાએ કહ્યું- રવિએ વેબ સિરીઝના ઓડિશન માટે મોકલી હતી
ક્રિશન પરેરાના પરિવારે જણાવ્યું કે અભિનેત્રીને રવિ નામના વ્યક્તિએ ફસાવી હતી. તેણે સૌપ્રથમ ક્રિષ્નની માતા પ્રેમિલ પરેરાનો સંપર્ક કર્યો. રવિ નામના આ વ્યક્તિએ જણાવ્યું કે તે આંતરરાષ્ટ્રીય વેબ સિરીઝ માટે કાસ્ટ કરી રહ્યો છે. માતાએ રવિનો પરિચય ક્રિશન સાથે કરાવ્યો હતો. થોડી મીટીંગો પછી દુબઈમાં વેબ સીરીઝ માટે ઓડિશનની વાત થઈ હતી. રવિએ અભિનેત્રીના પ્રવાસનું આખું બુકિંગ કરાવ્યું હતું.


'રવિએ ક્રિસ પરેરાને ટ્રોફી આપી, જેમાં ડ્રગ્સ મળી આવ્યું'
માતા પ્રેમીલે કહ્યું કે પહેલી એપ્રિલે દુબઈ જતા પહેલા રવિએ ક્રિષ્નને ટ્રોફી આપી હતી. કહ્યું કે તે સ્ક્રિપ્ટનો ભાગ છે. આ ટ્રોફીમાંથી જ ડ્રગ્સ મળી આવ્યું હતું જ્યારે ક્રિસનને એરપોર્ટ પર સત્તાવાળાઓએ પકડી હતી. આ પછી 10 એપ્રિલે પોલીસે અભિનેત્રી પર ડ્રગની દાણચોરીના આરોપો લગાવ્યા હતા. દરમિયાન રવિ નામની વ્યક્તિ હવે ગુમ હોવાનું કહેવાય છે.

આજથી 28 દિવસ સુધીના સોનેરી દિવસો, બુધાદિત્ય યોગ ચમકાવશે ભાગ્ય, મળશે બંપર રૂપિયા!
ખૂબ ઓછા લોકોને ખબર છે... પેટ્રોલ પંપ પર ફ્રીમાં મળે છે આટલી સુવિધાઓ

TMKOC:જેઠાલાલનું સપનું થયું સાકાર, બબીતાજીએ જેઠાલાલને ગળે લગાવ્યા, વિડિયો થયો વાયરલ


દીકરીને બચાવવા માટે પરિવાર ઘર ગીરવે મુકશે
ક્રિશન પરેરાના પરિવારે દુબઈમાં વકીલ રાખ્યો છે. પરિવારનું કહેવું છે કે વકીલની ફી 13 લાખ રૂપિયા છે અને તેઓ તેમની પુત્રીને સુરક્ષિત રીતે પરત લાવવા માટે ઘર ગીરવે રાખવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે આ કેસમાં દંડ 20-40 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. કિશન પરેરાના પરિવારે ડ્રગ સ્મગલર રવિની ધરપકડ કરવા માટે મુંબઈ પોલીસમાં એફઆઈઆર દાખલ કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસ UAE સરકાર તરફથી સત્તાવાર આરોપોની નકલની રાહ જોઈ રહી છે.

Beauty Parlour માં મહિલા પાસે મસાજ કરાવતો હતો પતિ, અચાનક પહોંચી ગઇ પત્ની, પછી જે થયુ
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત નથી મનાવવા દેતું હનીમૂન
7th Pay Commission: કર્મચારીઓને મળશે DA ની ભેટ, આ વખતે 8000 ₹ વધીને આવશે પગાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube