Tips And Tricks: ગરમીમાં કારનું રાખો ખાસ ધ્યાન, નહીં તો લક્ઝુરિયસ કાર બની જશે ખટારો

Car Care In Summer: ગરમીની અસરથી કારમાં મુસાફરી કરવી મુશ્કેલ બની જાય છે..જેથી આજે તમને કેટલીક એવી ટીપ્સ આપી રહ્યા છીએ. જેથી ગરમીની તમારી કાર પર કોઈ જ અસર નહીં પડે.

Tips And Tricks: ગરમીમાં કારનું રાખો ખાસ ધ્યાન, નહીં તો લક્ઝુરિયસ કાર બની જશે ખટારો

Car Care tips: ઉનાળામાં તમે કારની કાળજી નહીં રાખો તો ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે..સાચવણ નહીં રાખો તો કારની એવરેજ પર અસર થઈ શકે છે..સાથે નુકસાનની સાથે રિપેરિંગનો ખર્ચ પણ વધી શકે છે..ગરમીમાં સંભાળ નહીં રાખો તો કારના કલરની ગુણવતા પર અસર પડે છે. ગરમીની અસરથી કારમાં મુસાફરી કરવી મુશ્કેલ બની જાય છે..જેથી આજે તમને કેટલીક એવી ટીપ્સ આપી રહ્યા છીએ. જેથી ગરમીની તમારી કાર પર કોઈ જ અસર નહીં પડે.

ઉનાળામાં આટલું રાખો ધ્યાન
ઉનાળામાં કેટલીક ખાસ ટીપ્સને અનુસરી તમે કારને થતા નુકસાનથી બચી શકો છો. જેનાથી કાળઝાળ ગરમીમાં પણ તમારી કાર તમામ સુવિધા સાથે સફરનો આનંદ આપી શકશે. 

ગરમીથી કારને કેવી રીતે સુરક્ષીત રાખશો?
કાળઝાળ ગરમીમાં પણ તમારી કારને એકદમ પરફેક્ટ રાખવી હોય તો કેટલીક ખાસ ટીપ્સને અનુસરવી પડશે. જેનાથી તમારી કાર પર ગરમીની કોઈ જ અસર નથી પડતી.

વિન્ડશિલ્ડ વાઇપર્સ
ઉનાળામાં વિન્ડશિલ્ડ પર ધૂળ અને રજકણો એકઠા થાય છે. જેથી વિન્ડશિલ્ડની ગુણવત્તા પર અસર પડે છે. આ સિવાય બ્લેડનું રબર ગરમીમાં સુકાઈ જાય છે. આથી દરેક ઋતુમાં વિન્ડશિલ્ડ વાઇપરને ચેક કરવા અને બદલતા રહેવું જોઈએ.

કેબિન એયર ફિલ્ટર
કારનું એર ફિલ્ટર ધૂળ સહિતના પ્રૂદષણ ફેલાવતા તત્વોને એસી વેન્ટમાં પ્રવેશતા અટકાવે છે. જો તે યોગ્ય રીતે કામ નહીં કરે તો એર કન્ડિશનિંગ સિસ્ટમ ખરાબ થઈ શકે છે. તેથી તેને દર 12 મહિને અથવા તો 10 હજાર કિલોમીટરની ડ્રાઈવ કર્યા બાદ બદલવી હિતાવહ રહેશે.

ટાયર પ્રેશર
ગરમીના લીધે ટાયરનું પ્રસેર વધી જાય છે. જેથી વધુ હવા ભરવાથી ફાટવાનો ખતરો રહે છે. જેથી થોડા થોડા સમયે ટાયરનું પ્રેશર ચેક કરવું જોઈએ.

એન્જિન ઓઈલ
ગરમી વધુ હોવાથી એન્જિન ઓઈલ ઝડપથી ખરાબ થઈ શકે છે. જૂનુ અને ખરાબ એન્જિન ઓઈલ આવું મોટાભાગે જોવા મળે છે. જેથી યોગ્ય સમયે એન્જિન ઓઈલની તપાસ અને બદલવા અંગે સાવચેત રહેવું જોઈએ.

કારની રાખો ખાસ સાચવણ
કારના એર કન્ડિશનિંગ સિસ્ટમને નિયમિત રીતે ચેક કરતું રહેવું જોઈએ. આ સિવાય ઈન્ટીરિયર અને એક્સટીરિયરનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો બની શકે તો ગરમીમાં કારને છાયડામાં જ પાર્ક કરવાનો પ્રયાસ કરવો સાથે કાર પર કવર ઢાંકવાથી પણ ફાયદો થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news