નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મર્ડર કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીની પૂછપરછમાં સામેલ થવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) બાદ અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) પણ NCB ઓફિસ પહોંચી ગઇ છે. થોડીવાર પછી અભિનેત્રી સારા અલી ખાન પણ પૂછપરછમાં સામેલ થવા માટે પહોંચશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત સિંહ રાજપૂત । રિયા ચક્રવર્તી । એનસીબી । સારા અલી ખાન । શ્રદ્ધા કપૂર । ડ્રગ્સ કેસ


મળતી માહિતી અનુસાર એનસીબીએ કેસની તપાસ માટે દિલ્હીમાં એક એસઆઇટીની રચના કરી છે. દિલ્હીથી ગયેલા આ એસઆઇટીના અધિકારી મુંબઇના ગેસ્ટ હાઉસમાં દીપિકા સાથે પૂછપરછ કરી રહ્યા છે. આજે સવારે તે 9.48 વાગે ગેસ્ટ હાઉસ પહોંચી. મીડિયાથી બચવા માટે તે પોતાની મર્સિડીઝને છોડીને બીજી ગાડી વડે એનસીબી ઓફિસ પહોંચી અને તાત્કાલિક પાછળના ગેટથી અંદર દાખલ થઇ ગઇ. ત્યારબાદ એનસીબી અધિકારી દીપિકાને હશીશ નામના ડ્રગ્સ મંગાવવા મામલે સતત પ્રશ્ન પૂછી રહી છે. 


[[{"fid":"284480","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ત્યારબાદ હવે અભિનેત્રી શ્રદ્ધા કપૂર એનસીબી ઓફિસ પહોંચી છે. તેમને એનસીબી મુંબઇના અધિકારી સમીર વાનખેડે પૂછપરછ કરશે. થોડીવાર પછી સારા અલી ખાન પણ એનસીબી ઓફિસ પહોંચશે. તેમની સાથે પણ સમીર વાનખેડે અને તેમની ટીમ પૂછપરછ કરશે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


સૂત્રોના જણાવ્યા અનુસાર દીપિકા પાદુકોણ પોતાના પતિ રણવીર સિંહ સાથે શુક્રવારે રાત્રે તાજ ગેટવે હોટલમાં રોકાઇ હતી. તો બીજી તરફ તેમણે પોતાના વકીલો સાથે મુલાકાત કરી. ત્યાંથી મુંબઇ એનસીબીનું ગેસ્ટ હાઉસ ફક્ત બે મિનિટના  અંતર પર છે. આજે સવારે દીપિકા ત્યાંથી નિકળીને એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી ગઇ. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube