નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની મોતમાં એનસીબી ડ્રગ્સ એંગલની તપાસ કરવામાં લાગી છે. તેની બે ટીમ અલગ-અલગ જગ્યા પર અભિનેત્રી દિપીકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સાથે પૂછપરછ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી અનુસાર એનસીબી ઝોનલ ઓફિસમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સાથે ચાલી રહેલી પૂછપરચહ્માં ત્રણ મહિલા અધિકારી સહિત 6 ઓફિસર સામેલ છે. પૂછપરછ પહેલાં તેમણે પોતાના મોબાઇલ ફોન કેબિન બહાર રાખવાઅ માટે કહ્યું છે. ત્યારબાદ એનસીબીના ઝોનલ ઓફિસમાં અધિકારીઓએ તેમની સાથે પૂછપરછ શરૂ કરી દીધી. આ પૂછપરછ સાથે જ શ્રદ્ધા કપૂર સાથે તેમનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. 

સુશાંત સિંહ રાજપૂત । રિયા ચક્રવર્તી । એનસીબી । સારા અલી ખાન । શ્રદ્ધા કપૂર । ડ્રગ્સ કેસ


સૂત્રોના અનુસાર શ્રદ્ધા કપૂર સાથે પૂછપરછમાં ડ્રગ્સ લેવાની વાતની મનાઇ કરી રહી છે. પૂછપરછમાં શ્રદ્ધા કપૂરે એનસીબી અધિકારીઓને જણાવ્યું કે છિછોરે ફિલ્મની રિલીઝ બાદ એક પાર્ટી પાવન ફાર્મ હાઉસમાં થઇ હતી. તે પાર્ટીમાં સામેલ થવા માટે તે બપોરે લગભગ 3 વાગે ફાર્મ હાઉસ પર પહોંચ્યા. ત્યારબાદ તે લોકો બોટ દ્વારા ટાપૂ પર પહોંચ્યા અને ત્યાં મોડી રાત સુધી પાર્ટી કરી. જેમાં મ્યૂઝિક શો પણ હતો. શ્રદ્ધા કપૂરે દાવો કર્યો કે તેમણે તે પાર્ટીમાં કોઇ ડ્રગ્સ લીધું ન હતું. 


શ્રદ્ધા કપૂરે એ પણ કહ્યું કે તેમણે સુશાંત સિંહ રાજપૂતને પોતાની વેનિટી વાન અને ક્યારેક-ક્યારેક સેટ પર ફિલ્મની શૂટિંગ દરમિયાન ડ્રગ્સનું સેવન કરતા જોયા હતા. જ્યારે એનસીબી અધિકારીઓ શ્રદ્ધાને તેમના જયા સાથે ડ્રગ ચેટ બતાવી તો શ્રદ્ધાએ કોઇ જવાબ નથી. 

Drugs Case: દીપિકા પાદુકોણ બાદ શ્રદ્ધા કપૂર પણ NCB ની પૂછપરછમાં સામેલ થવા પહોંચી


આ પહેલાં અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ આજે સવારે એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી હતી. જ્યાં દિલ્હીથી આવેલી એનસીબી ની એસઆઇટીના અધિકારીઓ સાથે પૂછપરછ કરી રહ્યા છે. શરૂઆતમાં બે કલાક સુધી તેમને એકલામાં પૂછપરછ કરી. ત્યારબાદ તેમની મેનેજર કરિશ્માને આમને-સામને બેસાડીને પૂછપરછ કરી રહી છે. જોકે દીપિકા અને તેમની મેનેજર એક ડ્રગ ચેટ સામે આવી હતી. જેમાં બંને ડ્રગ્સ વિશે વાત કરી રહી હતી. એનસીબી અધિકારી આ ડ્રગ્સ ચેટનો રાજ જાણવા માંગે છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


સૂત્રોના અનુસાર પૂછપરછમાં દીપિકા પાદુકોણે સ્વિકાર્યું કે તેમનું એક પોતાનું વોટ્સઅપ ગ્રુપ હતું, જેની તે એડમિન હતી. આ ગ્રુપમાં મોટાભાગની વાતો ડ્રગ્સને લઇને થતી હતી. આ ગ્રુપમાં દીપિકા ઉપરાંત જયા સાહ અને કરિશ્મા સહિત ઘણા લોકો સામેલ હતા. ગ્રુપ એડમિન થવાની વાત સ્વિકાર કરવા છતાં દીપિકાએ ડ્રગ્સને લઇને અત્યારે કોઇ જવાબ નથી. એનસીબી અધિકારી દીપિકા અને કરિશ્માને આમને-સામને બેસાડીને પૂછપરછ કરી રહ્યા છે. 


સૂત્રોના અનુસાર એનસીબીને એવું લાગી રહ્યું છે કે કરિશ્મા અને દીપિકા બંને તૈયારી સાથે આવી હતી. એવું એટલા માટે લાગી રહ્યું હતું કે કારણ કે જ્યારે કરિશ્માને સમન્સ આપ્યું હતું. ત્યારે તેમણે પોતાના વકીલ દ્વારા જણાવ્યું હતું કે તે બિમાર છે જ્યારે તે તે સમયે દીપિકા આથે ગોવામાં હતી. ત્યારબાદ એનસીબીએ શુક્રવારે કરિશ્માને પૂછપરછ માટે બોલાવ્યા અને પછી જવા દીધા. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube