Drugs Case: આ પ્રશ્નોથી Deepika Padukone ના નિકળ્યા આંસૂ, થઇ આવી હાલત
એનસીબીએ પૂછપરછ દરમિયાન ડ્રગ્સ લેવા અંગે પ્રશ્ન પૂછ્યા, અલગ-અલગ પ્રશ્નોને ફેરવી ફેરવીને પૂછવામાં આવ્યા એનસીબીએ દીપિકા પાદુકોણ અને કરિશ્મા પ્રકાશને આમને-સામને બેસાડીને તેમની ડ્રગ્સ ચેટને લઇને પ્રશ્નો પૂછપરછ કરી.
મુંબઇ: દીપિકા પાદુકોણ (Deepika Padukone) NCB ના પ્રશ્નોના ચક્રવ્યૂહમાં કેવી રીતે ફસાઇ? તે વિશે અમે તમને જણાવીશું, પરંતુ પહેલાં જાણી લો કે દીપિકા પાદુકોણનું 'ઇમોશન બ્રેકડાઉન' કેવી રીતે થયું. એનસીબીએ પૂછપરછ દરમિયાન ડ્રગ્સ લેવા અંગે પ્રશ્ન પૂછ્યા, અલગ-અલગ પ્રશ્નોને ફેરવી ફેરવીને પૂછવામાં આવ્યા એનસીબીએ દીપિકા પાદુકોણ અને કરિશ્મા પ્રકાશને આમને-સામને બેસાડીને તેમની ડ્રગ્સ ચેટને લઇને પ્રશ્નો પૂછપરછ કરી.
સુશાંત સિંહ રાજપૂત । રિયા ચક્રવર્તી । એનસીબી । સારા અલી ખાન । શ્રદ્ધા કપૂર । ડ્રગ્સ કેસ
આવા હતો પ્રશ્નો ચક્રવ્યૂહ કે નિકળી ગયા આંસૂ
એનસીબીએ અધિકારીઓને બંનેને એક કહાણી બતાવી અને વીડના સવાલ પર કહ્યું કે આ સાધારણ રોલ્ડ સિગરેટ હતી, જેમાં તમાકું ભરીને પીવામાં આવે છે. અને કોડમાં તેને હૈશ અને વીડ કહેવામાં આવે છે. દીપિકા પાદુકોણ પહેલાં તો સવાલો પર ગભરાઇ ગઇ અને ગોળગોળ જવાબ આપવા લાગી. પછી પ્રશ્નો પર ચૂપ થઇ ગઇ જ્યારે પ્રશ્નો અટક્યા નહી, તો દીપિકા પાદુકોણના આંખમાંથી આંસૂ નિકળી ગયા. ડ્રગ્સ લેવાના મુદ્દે દીપિકા પાદુકોણને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂએ એવા એવા સખત પ્રશ્નો પૂછ્યા કે દીપિકા પાદુકોણ રડી પડી. તેમની આંખોમાંથી આંસૂ આવી ગયા. સૂત્રોના અનુસાર ડ્રગ્સ લેવાના આરોપ પર એનસીબીના પ્રશ્નોએ દીપિકા પાદુકોણને રડાવી દીધી હતી. પૂછપરછ દરમિયાન દીપિકા પાદુકોણ એકથી વધુ વાર રડી હતી. જે વાત દીપિકા પાદુકોણ જણાવી રહી ન હતી તે સત્ય એનસીબી દીપિકા પાદુકોણના મોબાઇલમાંથી શોધી કાઢશે.
ED એ NCB પાસે કેસ દાખલ કરાવ્યો
ઇડી (ED)એ દીપિકા અને તેમની મેનેજરની વર્ષ 2017માં ડ્રગ્સ ચેટ મળ્યા બાદ એનસીબીને કેસ દાખલ કરવા માટે કહ્યું હતું, ત્યારબાદ એનસીબીએ કેસ દાખલ કર્યો હતો.
કેમ જપ્ત થયા ફોન
સૂત્રોના અનુસાર દીપિકાનો ફોન એનસીબીએ જપ્ત કરી લીધો છે. દીપિકાનો ફોન અત્યારે એનસીબી પાસે છે અને આમ એટલા માટે થયું છે, કારણ કે દીપિકાના જવાબોથી એનસીબીના અધિકારી સંતુષ્ટ ન હતા. સૂત્રોના અનુસાર એનસીબીએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ, કરિશ્મા પ્રકાશ, સિમોન ખંબાટા અને જયા સાહાના ફોન પોતાના કબજામાં લઇ લીધા છે. હવે તેમના ફોનનો ડેટા રિકવર કરવામાં આવશે.
એક સાક્ષીએ જણાવ્યા 50 નામ
સૂત્રોના અનુસાર કે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલા ડ્રગ્સ પેડલર કેજે ઉર્ફે કરમજીતે એનસીબીને પૂછપરછમાં 50 લોકોના નામ જણાવ્યા છે અને હવે જ્યારે જ્પ્ત કરવામાં આવેલા ફોનનો ડેટા રિકવર કરી એનસીબી તે નામોને મેચ કરવા માંગે છે. કરમજીતે 50 નામનો ખુલાસો કર્યો છે જેથી બોલીવુડમાં હડકંપ છે. કારણ કે હવે બીજા ઘણા નામોને EXPOSE થવાનો ડર છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
રાકેશ અસ્થાના પહોંચ્યા મુંબઇ
સૂત્રોના અનુસાર એનસીબીના ડીજી રાકેશ અસ્થાના પોતે મુંબઇમાં જ હાજર છે અને પોતાની દિલ્હી ટીમ અને મુંબઇ ટીમ સાથે મહત્વપૂર્ણ બેઠક કરવા માટે ખાસ પહોંચ્યા છે. બોલીવુડ ડ્રગ્સ કનેક્શન કેસને લઇને થયેલી આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.
અત્યાર સુધી 20 લોકોની ધરપકડ
ડ્રગ મામલે NCB અત્યાર સુધી 35 લોકોની પૂછપરછ કરી છે અને 20 લોકોની ધરપકડ કરાઈ છે. પરંતુ હજુ પૂછપરછ ખતમ થઈ નથી. સૂત્રોનું માનીએ તો NCBએ હજુ સુધી ક્લિન ચીટ આપી નથી અને આગળ પણ પૂછપરછ ચાલુ રહેશે.
શું હોઇ શકે છે દીપિકાના ઇમોશન બ્રેકડાઉનનું કારણ
જો દીપિકા પાદુકોણના આંખના આંસૂઓ વિશે વાત કરીએ તો કદાચ દીપિકાને ડર એ વાતનો પણ છે કે ડ્રગ્સ કેસમાં નામ આવતાં તેમના કેરિયર અને બ્રાંડ પર ખૂબ ખરાબ અસર પડૅશે કારણ કે દીપિકા ડિપ્રેશનને લઇને દુનિયાને જ્ઞાન આપી રહી હતી અને હવે કહ્યું ડ્રગ્સના પ્રશ્નોના જવાબ આપવા પડી રહ્યા છે.
પૂછપરછ દરમિયાન દીપિકાનું એકથી વધુ વાર રડવું અને પ્રશ્નો વચ્ચે બ્રેક લેવાથી એવું લાગી રહ્યું હતું કે દીપિકાની લીગલ ટીમ તેમને પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર કરીને મોકલી હતી પરંતુ એનસીબીને દીપિકાના ફોનમાંથી શું પ્રાપ્ત થાય છે, એ ખૂબ મહત્વપૂર્ણ છે.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube