Esha Gupta Casting Couch: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો સાથે કાસ્ટિંગ કાઉચની ઘટનાઓ બની ચુકી છે. કાસ્ટિંગ કાઉચ ગ્લેમર વર્લ્ડની ડાર્ક સાઈડ છે. આ પ્રકારની ઘટનાઓમાંથી બોલીવુડના ઘણા પ્રખ્યાત કલાકારોને પસાર થવું પડ્યું છે. આ અંગે ઘણી અભિનેત્રી ખુલાસા કરી ચૂકી છે. તેવામાં આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી ઈશા ગુપ્તા એ પણ પોતાની સાથે બનેલી કાસ્ટિંગ કાઉચની ઘટના વિશે ખુલીને વાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં એક મુલાકાત દરમિયાન તેણે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે એકવાર નહીં પરંતુ બે વખતની કાસ્ટિંગ કાઉચની ઘટના બની હતી પરંતુ બંને વખતે તે કાસ્ટિંગ કાઉચનો શિકાર થતા બચી ગઈ. ઈશા ગુપ્તા એ પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે, તે એક ફિલ્મ કરી રહી હતી ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. ફિલ્મનું અડધું શૂટિંગ પૂરું થઈ ગયું હતું અને અડધું શૂટિંગ બાકી હતું. તે સમયે ફિલ્મ મેકરે તેમની પાસેથી સેક્સુઅલ ફેવર માંગી હતી.


આ પણ વાંચો:


Anushka Shrama: વિરાટ કોહલી બીજી વખત બનશે પિતા, અનુષ્કા શર્મા બીજીવાર પ્રેગ્નેંટ


રણબીર કપૂર માસૂમમાંથી બન્યો ખતરનાક, એનિમલ ફિલ્મનું ટીઝર જોઈ લોકોના ઉડી ગયા હોશ


પ્રખ્યાત ડાયરેક્ટરે ખોલ્યા પ્રિયંકા ચોપડાની સર્જરીના સીક્રેટ, બગડી ગયો હતો દેખાવ


જ્યારે ઈશા ગુપ્તાએ આમ કરવાથી ઇન્કાર કર્યો તો તેને અડધી ફિલ્મ પૂરી થયા પછી ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી. સાથે જ તેને જણાવ્યું હતું કે ફિલ્મમેકરે તેને એવું પણ કહ્યું હતું કે જ્યારે તે કંઈ કરવા તૈયાર નથી તો ફિલ્મમાં તેને લેવાનો ફાયદો શું.?


બીજી ઘટનાને યાદ કરતા ઈશા ગુપ્તાએ જણાવ્યું હતું કે જ્યારે તે એક પ્રોજેક્ટ માટે આઉટડોર શૂટિંગ કરી રહી હતી ત્યારે બે લોકોએ કાસ્ટિંગ કાઉચનો પ્લાનિંગ કર્યું હતું. જોકે ઈશા ગુપ્તા તેમની હરકતોને સમજી ગઈ હતી. ઈશાએ જણાવ્યું કે આઉટડોર શૂટિંગ વખતે તેને એક જ રૂમમાં રાત્રે સૂવાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે સ્પષ્ટ રીતે જણાવી દઉં કે તે રૂમમાં એકલી નહીં સુવે. 


આ વાતની સાથે ઈશા ગુપ્તાએ એવું પણ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ આઉટસાઈડર સાથે જ બને છે. સ્ટાર કિડ્સને આવું સહન કરવું પડતું નથી. કારણ કે એ લોકોને પણ ખબર હોય છે કે સ્ટાર કિડ્સ સાથે આવી હરકત કરવામાં આવશે તો તેના માતા-પિતા તેમને નહીં છોડે.