ટોટલ ધમાલે કરી દીધી કમાલ, પહેલા દિવસે જ આટલા બધા કરોડની કમાણી
ફિલ્મમેકર ઈન્દ્રકુમારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ટોટલ ધમાલે પહેલા દિવસે સારી એવી કમાણી કરી છે
મુંબઈ : ફિલ્મમેકર ઈન્દ્રકુમારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ટોટલ ધમાલે પહેલા દિવસે સારી એવી કમાણી કરી છે. ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યા છતાંય એણે પહેલા દિવસે કરોડોની કમાણી કરી છે. ધમાલ ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ છે. ફિલ્મને લઈને દર્શકોમાં સારી ઉત્સુકતા છે. બોક્સઓફિસ કલેક્શનના આંકડા મુજબ પહેલા દિવસે ફિલ્મે 16.50 કરોડની કમાણી કરી હતી. આ વીકેન્ડમાં ફિલ્મ સારી કમાણી કરે તેવી આશા છે. ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં અજય દેવગણ, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, સંજય દત્ત, સંજય મિશ્રા, બમન ઈરાની, ઈશા ગુપ્તા અને જ્હોની લિવર જેવા કલાકારો કામ કરી રહ્યા છે.
48 વર્ષની વયે પૂજાને મળ્યો એવો પતિ કે બળીબળીને રાખ થઈ જશે બીજી હિરોઇનો
[[{"fid":"204185","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
આ ફિલ્મની એક્ટિંગની વાત કરીએ તો અનિલ -માધુરીની સતત લડતા પતિ-પત્નીની એક્ટિંગ લોકોને બહુ હસાવે છે. આ સિવાય અરશદ-જાવેદની જોડી પણ લોકોને પસંદ પડી રહી છે. અજય દેવગન, સંજય મિશ્રા પણ રિતેશ દેશમુખ પણ પડદા પર સારી એક્ટિંગ કરી લે છે. સોનાક્ષી સિન્હા પર શૂટ કરાયેલું સુભાષ ઘાઈની સુપરહીટ ફિલ્મ ‘કર્ઝ’નું ‘પૈસા યે પૈસા’ સોન્ગનું રિમિક્સ સારી રીતે શૂટ કરાયું છે. આમ, જો તમને કોમેડી ફિલ્મો પસંદ હોય તો ટોટલ ધમાલ જોવા જેવી છે.
નોંધનીય છે કે ફિલ્મ ધમાલ 32.51 કરોડ કમાઈ હતી, ડબલ ધમાલનો લાઈફ ટાઈમ બિઝનેસ 45.06 કરોડ હતો. આવામાં એ જોવું રસપ્રદ રહેશે કે ટોટલ ધમાલ બોક્સ ઑફિસ પર કેવું પ્રદર્શન કરે છે.