48 વર્ષની વયે પૂજાને મળ્યો એવો પતિ કે બળીબળીને રાખ થઈ જશે બીજી હિરોઇનો

કબીર બેદીની દીકરી અને એક્ટ્રેસ પૂજા બેદી પોતાના બોયફ્રેન્ડ સાથે બીજા લગ્ન કરવાની છે

48 વર્ષની વયે પૂજાને મળ્યો એવો પતિ કે બળીબળીને રાખ થઈ જશે બીજી હિરોઇનો

નવી દિલ્હી : કબીર બેદીની દીકરી પૂજા બેદી પોતાની બોલ્ડ તસવીરો અને નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. જોકે હાલમાં પૂજાએ એક મોટા સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા છે. પૂજાએ હાલમાં પોતાની સગાઈની તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરી છે. હવે પૂજા અને તેના બોયફ્રેન્ડની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની છે. 

પૂજાની દીકરી આલિયા ફર્નિચરવાલા ટુંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી લેવાની છે ત્યારે  48 વર્ષની પૂજા બેદીએ પોતાના બોયફ્રેન્ડ માનેક કોન્ટ્રાક્ટર સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં વેલેન્ટાઇન્સ ડેના દિવસે પૂજા અને માનેકે સગાઈ કરી છે. પૂજ અને માનેક સ્કૂલના સમયથી મિત્રો છે. માનેક સ્કૂલમાં પૂજાનો સિનિયર હતો. મૂળ ગોવાનો માનેક સેલિબ્રિટી સર્કલમાં જાણીતું નામ છે. 

1994માં પૂજાના પહેલા લગ્ન ફરહાન ફર્નિચરવાલા સાથે થયા હતા. 9 વર્ષના લગ્નજીવન પછી તેમણે અલગ થવાનો નિર્ણય કર્યો હતો અને 2003માં તેમના ડિવોર્સ થઈ ગયા હતા. પૂજાને ખરી ઓળખ આમિર ખાનની ફિલ્મ જો જીતા વહી સિકંદરથી મળી હતી અને તે બિગ બોસની પાંચમી સિઝનમાં પણ જોવા મળી હતી. આ સાથે પૂજા બેદી નચ બલિયા 3ની સ્પર્ધક પણ રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news