મુંબઇ: બોલીવુડની ડ્રગ્સ મંડળીની કહાની જેટલી ઉકેલાતી દેખાઇ છે એટલી ગુંચવાડા ભરેલી છે. રૂપેરા પડદાના સ્ટાર એનસીબીના પ્રશ્ન જાળ સમાન કરી રહ્યા છે. શનિવારે એનસીબીએ દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે 6 કલાક સુધી પૂછપરછ કરી. જ્યારે સારા અલી ખાન (Sara Ali Khan) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)ને પણ 5-5 કલાક સુધી પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. તો બીજી તરફ આ કેસને લઇને એક મોટો ખુલાસો થયો છે. એનસીબીને ફોરેન્સિક વિભાગે રિપોર્ટમાં એ સ્પષ્ટ કર્યું છે કે કરણ જોહર  (Karan Johar ) ના ઘરે પાર્ટી થઇ હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત સિંહ રાજપૂત । રિયા ચક્રવર્તી । એનસીબી । સારા અલી ખાન । શ્રદ્ધા કપૂર । ડ્રગ્સ કેસ


આ સમાચાર અનુસાર કરણ જોહરના ઘરે થયેલી 28 જુલાઇ 2019ની પાર્ટીના વીડિયોની ફોરેન્સિક રિપોર્ટ એનસીબીને મળી છે. ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું ચેહ કે વીડિયો સાથે કોઇ છેડછાડ કરવામાં આવી નથી, હવે આ વીડિયોને લઇને એસઆઇટી હેડ કેપીએસ મલ્હોત્રા અને મુંબઇ ઝોનના અશોક જૈન એસસીબી ચીફ રાકેશ અસ્થાના સાથે મીટીંગ કરી આગળની રણનીતિ નક્કી કરશે. 


તપાસ એક ડિટેલ રિપોર્ટમાં મોકલવામાં આવશે
સૂત્રોના અનુસાર બોલીવુડની ડ્રગ્સ મંડળીમાં બીજા ઘણા લોકોના નામ છે જેનો ખુલાસો આગામી દિવસોમાં થઇ શકે છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે હાલ એનસીબી અત્યાર સુધી તપાસનો એક ડિટેલ રિપોર્ટ એનસીબીના ડીજી રાકેશ અસ્થાનાને મોકલશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ એટલું જરૂરી છે કે બોલીવુડની ડ્રગ્સ કુંડળીનો ખુલાસો હજુ બાકી છે અને હવે સ્ટાર્સના ફોનની તપાસને નવો અને મોટો વળાંક આપી શકે છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


અત્યાર સુધી 20ની ધરપકડ
ડ્રગ્સ કેસમાં એનસીબીએ અત્યાર સુધી 35 લોકોની પૂછપરછ કરી છે અને 20 લોકોની ધરપકડ કરી છે. પરંતુ હજુ પૂછપરછ ખતમ થઇ નથી. સૂત્રોનું માનીએ તો એનસીબીએ અત્યાર સુધી ક્લીન ચિટ આપી નથી અને આગળ પણ તપાસ ચાલુ રહેશે.


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube