વિરલ પટેલ, અમદાવાદઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંગીત મતલબ કે માનવ શરીરમાં રક્ત...ફિલ્મોનું સંગીત હોય આલ્બમ હોય કે પછી ભજનો હોય આ તમામમાં જે કંપનીએ એક્કો જમાવ્યો હોય તો તે છે ટી સિરીઝ.....અને આ ટી સિરીઝનો પાયો નાખનાર હતા કેસેટ કિંગ ગુલશન કુમાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જ્યુસ વેચતા ઓડિયો કેસેટ વિક્રેતા બન્યા ગુલશન કુમાર
5 મે 1956માં દિલ્લીમાં ગુલશન કુમારનો જન્મ થયો...બિલકુલ સામાન્ય પરિવારમાં જન્મેલ ગુલશન કુમાર બાળપણમાં દરિયાગંજ વિસ્તારમાં પિતાની જ્યુસની દુકાનમાં મદદ કરતા હતા...23 વર્ષની ઉમરે લારી પર ગુલશન કુમારે ઓડિયો કેસેટ વેચવાનું શરૂ કર્યું...વ્યવસાય ધીમે ધીમે આગળ વધતો ગયો...હવે ગુલશન કુમારે જાતે જ ઓડિયો કેસેટ બનાવવાનું શરૂ કરી દીધું...કેસેટનો વ્યવસાય ગતિ પકડતા ગુલશન કુમારે પોતાના વ્યવસાયને ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તિત કરી અને તેને સુપર કેસેટ ઇન્ડસ્ટ્રી નામ આપ્યું.


ગુલશન કુમારની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના કિંગ બનવાની શરૂઆત
સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીથી કરોડપતિ બનેલા ગુલશન કુમારે નોઇડામાં મ્યુઝિક પ્રોડક્શન કંપની ચાલુ કરી. કહેવાય છે કે એ સમયે 25 થી 30 રૂપિયામાં ઓડિયો કેસેટ વેચાતી હતી પરંતું ગુલશન કુમારની કંપની તેવી કેસેટો 15 રૂપિયામાં વેચતા હતા...આ કેસેટો હવે નાના શહેરોથી લઇ ગામડાઓ સુધી પહોંચવા લાગી.


ટી સિરીઝનો આરંભ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવવા ગુલશન કુમારે મુંબઈ તરફ પગ માંડ્યા.મુંબઈમાં ગુલશન કુમારે પોતાની કંપનીને ટી સિરીઝ નામ આપ્યું. 80ના દાયકાના અંતમાં ગુલશન કુમારે પોતાની પહેલી ટેલી ફિલ્મ લાલ દુપટ્ટા મલમલ કા પ્રોડ્યુસ કરી. આ ટેલીફિલ્મના ગીતો સુપરહિટ થયા. ત્યારબાદ વર્ષ 1990માં ટી સિરીઝના બેનર હેઠળ આશિકી ફિલ્મ રિલીઝ થઈ. એ સમયે કોઈએ વિચાર્યું નહોતું કે નવોદિત કલાકાર વાળી આશિકી તેના ગીતોના કારણે ઇતિહાસ રચશે.ત્યારબાદ જે ફિલ્મો સાથે ટી સિરીઝનું નામ જોડાય તે ફિલ્મો હિટ થાય કે ન થાય પરંતું તે ફિલ્મના ગીતો ચોક્કસથી સુપરહિટ થતા. કુમાર સાનું, અનુરાધા પૌંડવાલ, સોનું નિગમ જેવા ગાયકો, નદીમ શ્રવણ, આનંદ મિલિન્દ સહિતનાં સંગીતકારો ટી સિરીઝના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળ્યા.


ગુલશન કુમારની અમીરી પર અંડર વર્લ્ડની પડી નજર
વર્ષ 1994માં ગુલશન કુમાર સૌથી વધારે ટેક્સ ભરનાર બિઝનેસમેન બન્યા હતા. ટી સિરીઝ કંપની પર હવે અંડર વર્લ્ડની પણ નજર પડી ગઈ. "માય નેમ ઈઝ અબુ સાલેમ" માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અબુ સાલેમે ખંડણી પેટે 10 કરોડ માગ્યા હતા પણ ગુલશન કુમારે રૂપિયા આપવાનો ઇન્કાર કરી દીધો. ત્યારબાદ 5 અને 8 ઓગસ્ટે ગુલશન કુમારને મારી નાખવાની ધમકી પણ મળી.


કેસેટ કિંગ ગુલશન કુમારની ધોળેદહાડે કરાઈ હત્યા
ગુલશન કુમારે ખંડણીખોરોને કહ્યું કે હું વૈષ્ણોદેવીમાં ભંડારો ચલાવીશ પણ તમને રૂપિયા નહી આપીશ. આ વાતથી અબુ સાલેમ નારાજ થયા હતા.12 ઓગસ્ટ 1997ના દિવસે મુંબઈમાં જિનેશ્વર મહાદેવ મંદિરની બહાર બે શૂટર ગુલશન કુમારની 16 ગોળીઓ મારીને હત્યા કરી નાખે છે. ગુલશન કુમારને ગોળી મારતા પહેલા શૂટર તેને કહે છે "બહુ પૂજા કરી દીધી હવે ઉપર જઈને પૂજા કરજે" ગુલશન કુમારને ગોળી માર્યા બાદ શૂટર 15 મિનિટ સુધી તેનો ફોન ચાલું રાખે છે જેથી અબુ સાલેમ તેની પીડાનો અવાજ સાંભળી શકે.


સંગીતકાર નદીમ પર પણ લાગ્યો હત્યાનો આરોપ
મુંબઈ પોલીસની તપાસમાં નદીમ શ્રવણની બેલડીમાં નદીમનું ગુલશન કુમાર હત્યા કેસમાં નામ સામે આવ્યું હતું. વ્યવસાયિક મતભેદના કારણે ગુલશન કુમારે સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો હતો જેના લીધે નદીમના કહેવા પર અબુ સાલેમે હત્યા કરાઇ હોવાના આરોપ  લાગ્યા હતા.


ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર બન્યા ટી સિરીઝના માલિક
ગુલશન કુમારના મોત બાદ તેમના પુત્ર ભૂષણ કુમારે ટી સિરીઝ કંપનીનો કાર્યભાર સંભાળ્યો. આજે ઇન્ડિયન મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીના 60 ટકા શેર ટી સિરીઝ પાસે  છે. ટી સિરીઝ પાસે આજે 2500થી વધુ ડીલરોનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે.


ઘરમાં ઉંદરના ત્રાંસથી પરેશાન છો? આ સરળ ઉપાયથી ઉંદર ઘરમાંથી થઈ જશે ગાયબ


Engine Oil: સમયસર એન્જિન ઓઈલ ન બદલવાનું તમારા ખિસ્સાને પડી શકે છે ભારે? જાણીલો નહીં તો પસ્તાશો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube